સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આ વર્ષ મેઘરાજાએ સવાયું હેત વરસાવ્યું છે. ચોતરફ ખૂશાલી વ્યાપી જવા પામી છે. જગતાત માટે તો મોઢે માંગ્યા મેઘ વરસ્યા છે. મેઘરાજાએ વિરામ લીધા બાદ જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી લીધી હોય તેવું આલહાદક અને આંખોને ટાઢક આપતુ દ્રશ્ય ઠેર ઠેર જોવા મળી રહી છે. સોરઠમાં જાણે કુદરત પ્રકૃતિની ખોળે ખૂદ આનંદ માણવા ઉતર્યા હોય તેવું અલૌકિક દ્રશ્ય સર્જાયું છે. સમી સાંજે સૂર્યાસ્ત સમયનો નજારો કંઈક અલગ હોય છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા જીવ માત્રના રોમ-રોમમાં અનેરી આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
મેઘ મહેર બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી
Previous Articleમોરબીમાં પાણીની પાઈપલાઈનના વિરોધમાં ૩૦ ગામોનાં ખેડુતોનો હલ્લાબોલ
Next Article રવિવારે આરટીઓ કચેરી ચાલુ રહેશે