તમામ સ્પર્ધાઓનો સમય અને સ્થળ જાહેર: યુવક મહોત્સવને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના પ્રિન્સીપાલની મીટીંગ મળી: ૩ દિવસ ચાલનારા યુવક મહોત્સવમાં ૬ હજારથી વધુ સ્પર્ધકો ભાગ લે તેવો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પ્રયાસ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૨૯મીએ મુખ્યમંત્રીના હસ્તે ૪૯માં યુવક મહોત્સવનો રંગારંગ પ્રારંભ થશે. યુવક મહોત્સવની ૩૩ સ્પર્ધામાં વિદ્યાર્થીઓની કળા ખીલી ઉઠશે. તમામ સ્પર્ધાઓનો સમય અને સ્થળ જાહેર થયું છે.
તા.૨૯ સપ્ટેમ્બરની સ્પર્ધામાં NFDD હોલમાં સવારે ૧૧ વાગ્યે પાદપૂર્તિ સ્પર્ધા અને બપોરે ૩.૩૦ વાગ્યે વકતૃત્વ સ્પર્ધા , સવારે ૧૧ વાગ્યે એમ.સી.એ. ભવનમાં ક્વિઝ સ્પર્ધા, શારીરિક શિક્ષણ ભવનમાં સવારે ૧૧ વાગ્યે હસ્તકલા હોબી, બપોરે ૩.૩૦ વાગ્યે તત્કાલ છબીકલા અને સાંજે ૫.૩૦ વાગ્યે સર્જનાત્મક કારીગરી, પાર્ટી પ્લોટના મુખ્ય રંગમંચમાં સવારે ૧૧ વાગ્યે પ્રાચીન રાસ, ફિલોસોફી ભવનના સેમિનાર હોલમાં સવારે ૧૧ વાગ્યે સમૂહ લોકવાદ્ય સંગીત અને બપોરે ૩.૩૦ વાગ્યે લોક ગીત, સેનેટ હોલમાં સવારે ૧૧ વાગ્યે ગુજરાતી ભવનના મુખ્ય રંગમંચમાં સવારે ૧૧ વાગ્યે સમૂહ નૃત્ય સ્પર્ધા યોજાશે.
તા.૩૦ સપ્ટેમ્બરની સ્પર્ધાઓમાં NFDD હોલમાં સવારે ૯.૩૦ વાગ્યે ગઝલ, શાયરી અને કાવ્ય લેખન સ્પર્ધા, સવારે ૧૦.૩૦ વાગ્યે ડિબેટ, શારીરિક શિક્ષણ ભવનમાં સવારે ૧૦ વાગ્યે ચિત્રકળા, બપોરે ૧ વાગ્યે કાર્ટૂનિંગ અને સાંજે ૪ વાગ્યે કોલાજ સ્પર્ધા, ફિલોસોફી ભવનના સેમિનાર હોલમાં સવારે ૯ થી ૧૨.૩૦ શાસ્ત્રીય કંઠય સંગીત, સેનેટ હોલમાં સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ વેસ્ટર્ન ગ્રૂપ સોંગ, પાર્ટી પ્લોટના મુખ્ય રંગમંચમાં સવારે ૯ થી ૧.૩૦ પ્રાચીન રાસ, ગુજરાતી ભવન પાસેના મુખ્ય રંગમંચમાં સવારે ૯.૩૦ થી ૩ એકાંકી સ્પર્ધા, સેનેટ હોલમાં બપોરે ૧.૩૦ વાગ્યે વેસ્ટર્ન વોકલ સોલો, ગુજરાતી ભવનમાં મુખ્ય રંગમંચમાં બપોરે ૩ વાગ્યે શાસ્ત્રીય નૃત્ય સ્પર્ધા યોજાશે.
તા.૧ ઓકટોબરની સ્પર્ધામાં શારિરીક શિક્ષણ ભવનમાં સવારે ૧૦ વાગ્યે કલે મોડેલિંગ, બપોરે ૧ વાગ્યે રંગોળી અને સાંજે ૪ વાગ્યે પોસ્ટર મેકિંગ સ્પર્ધા, સેનેટ હોલમાં સવારે ૯ થી ૧૨ મૂક અભિનય, NFDD હોલમાં સવારે ૯ થી ૧૧.૩૦ દુહા છંદ, બપોરે ૧૧.૩૦ થી ૧.૩૦ શાસ્ત્રીય વાદ્યસંગીત (તાલવાદ્ય) અને બપોરે ૧.૩૦ થી ૪ સ્વરવાદ્ય તથા સાંજે ૪ વાગ્યે હાલરડા ગાન સ્પર્ધા, ફિલોસોફી ભવનના સેમિનાર હોલમાં બપોરે ૧ થી ૬ વાગ્યા સુધી સમૂહ ગીત, ગુજરાતી ભવન સામે મુખ્ય રંગમંચમાં સવારે ૯.૩૦ વાગ્યે લઘુનાટક અને બપોરે ૨ વાગ્યે એકાંકી તથા સેનેટ હોલમાં બપોરે ૧ વાગ્યે મિમિક્રી સ્પર્ધા યોજાશે.