બાંગ્લાદેશ, થાઇલેન્ડ અન અફઘાનિસ્તાન બન્યાં ટ્રેડફેરમાં આકર્ષણનું કેન્દ્ર: ૧પ૦૦૦થી વધુ આગવી ચીજવસ્તુઓ લોકોને પીરસાઇ
લાઇફ સ્ટાઇલ, એપ્લાયન્સીસ, ફર્નીચર એન્ડ ઇન્ટીરીયર, પબ્લિક સેકટર યુનિટ તથા ટેક્ષટાઇલ ક્ષેત્ર ટ્રેડફેરના આકર્ષણો: લોકોનો મળી રહ્યો છે જબ્બર પ્રતિસાદ
સમગ્ર રાજયમાં સરકાર દ્વારા નાગરીકોના હિત માટે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં અનેકવિધ વખત ખેડુતલક્ષી જોબફેરનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. જે ખેડુતોની સાથો સાથ સામાન્ય નાગરીકો માટે પણ એટલું જ ઉપયોગી બને છે. તેવી જ રીતે ગુજરાતમાં સૌ પ્રથમ વખત અમદાવાદ ખાતે ઇન્ડીયા ઇન્ટરનેશનલ મેગા ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન પણ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં સૌ પ્રથમ વખત આ ઇન્ટરનેશનલ ટ્રેડ ફરતા આયોજનમાં ૧પ૦૦૦ થી વધુ આકર્ષક ચીજવસ્તુઓને લોકો સમક્ષ રજુ કરવામાં આવી છે. આ આયોજનમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન તથા થાઇલેનડ જેવા વિદેશી દેશોએ ભાગ લીધો છે. ર૩ તારીખ સુધી ચાલનાર આ એકસ્પોમાં ૩૦૦ થી વધુ સ્ટોલ ધારકોને લોકોનો ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સમગ્ર આયોજન જી.એસ. માર્કેટીંગ એસોસીએટના સંયુકત ઉપક્રમે યોજાઇ રહ્યો છે. આ તકે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ એકસ્પો અંગે હકારાત્મક અભિગમ દાખવી વધુને વધુ એકસ્પોનો પ્રચાર થાય તે દિશામાં અનેકવિધ માહીતી આપી હતી. ઇન્ડીયા ઇન્ટરનેશનલ મેગા ટ્રેડફેરમાં ૧૫૦૦૦ થી વધુ આગવી ચીજવસ્તુઓ, આકર્ષક ડિસ્કાઉન્ટ સ્કીમ્સ લકકી ડ્રો દ્વારા આકર્ષક ભેટ સહીત અનેક વિધ ઉપકરણોથી મેગા ટ્રેડ ફેરને સુસજજ કરવામાં આવ્યું છે. જેમાં સહયોગી દેશ તરીકે બાંગ્લાદેશ, કેન્દ્રીત દેશ તરીકે થાઇલેન્ડ, સહયોગી રાજય તરીકે કર્ણાટક, કેન્દ્રીય રાજય તરીકે ઝારખંડ અને યજમાન રાજય તરીકે ગુજરાત આગળ રહ્યું છે.
અમદાવાદ ખાતે આયોજીત ઇન્ડિયા ઇન્ટરનેશનલ મેગા ટ્રેડ ફેરને મળી રહ્યો છે જબ્બર પ્રતિસાદ: પ્રકાશ શાહ
ટ્રેડ પ્રમોશન તથા ટે્રડફેર કમીટી અને બેંગાલ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન પ્રકાશ શાહે અબતક સાથે વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે આ આયોજન ઘણા વર્ષોથી એમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેઓએ શરુઆત કલકતાથી કરી હતી. જેના કારણોસર જી.એસ. માર્કેટીંગ એસોસીએશનનું આ ર૧૪ મું એકઝીબીશન છે દર વર્ષે કલકતા ખાતે જે ટ્રેડફેરનું આયોજન કરવામાં આવે છે. તેમાં ૧ર૦૦ જેટલા એકઝીબીટરો હાજર રહી લોકોને નતનવીન ચીજવસ્તુઓ પીરસે છે. જેમાં ૩૦ ટકાનોફાળો વિદેશી દેશોનો ૪૦ ટકાનો ફાળો સરકારનો રહેતો હોય છે. જી.એસ. માર્કેટીંગ એસોસીએશનએ ગુજરાતમાં આ ટ્રેડ ફેરનું આયોજન કરવાનું નકકી કર્યુ હતું. જેમાં તેઓએ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો વિશેષ આભાર માન્યો હતો. વધુમાં પ્રકાશભાઇ શાહે એકઝીબીશનને લઇ માહીતી આપતા જણાવ્યું હતું કે આ એકઝીબીશન થકી અનેકવિધ લોકોને રોજગારીની તકો ઉભી થશે. અને દેશની અર્થવ્યવસ્થામાં ખુબ મદદરુપ થશે તેઓએ ટ્રેડફેર વિશે વાતચીત કરતા જણાવ્યું હતું કે ટ્રેડફેરથી લોકોમાં ઉઘોગ સાહસિકતાનો સંચાર થશે અને તેઓ દેશના વિકાસમાં સિંહફાળો આપશે. આ તકે તેઓએ જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે. તેનાથી અમદાવાદ શહેરને ઘણો ખરો ફાયદો થશે તથા ફેરનું આયોજન થતાં જ લોકોનો જે પ્રતિસાદ મળ્યો છે તે ખુબ જ સરાહનીય છે અંતમાં તેઓએ અબતકની કામગીરીને પણ બિરદાવી હતી.
આજની મહિલાઓ ખરા અર્થમાં ઉઘોગસાહસી બની છે: સુપર્ણા ડી. ગુપ્તા
જી.એસ. માર્કેટીંગ એસોસીએશનના સીઇઓ સુપર્ણા ગુપ્તાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષોથી તેમના પતિ દ્વારા શરુ કરવામાં આવેલા ટ્રેડફેરનું આયોજન ખુબ જ નાના પ્રમાણમાં થતું હતું. પરંતુ પ્રકાશભાઇ શાહ તેમના પતિ સાથે ઉઘોગમાં જોડાતા જી.એસ. માર્કેટીંગ એસોસીએશ અનેકવિધ સોપાનો સર કરી રહી છે. કંપની દ્વારા આગામી વર્ષમાં કેટલા ટ્રેડફેર્સ કયા પ્રમાણમાં અને કેવી રીતે યોજાશે તેનો પ્લાન અત્યારથી જ ઘડી કાઢવામાં આવ્યો છે. અમદાવાદ ખાતે આયોજીત થયેલા આ ટ્રેડફેરમાં જે ચીજવસ્તુઓ લોકો સમક્ષ મુકવામાં આવી છે. તેને લોકો ખુબ સારી રીતે પસંદ કરી રહ્યા છે. જે કંપની માટે અને આયોજનકર્તા માટે એક ગૌરવની વાત છે આ તકે તેઓએ જણાવ્યું હતું કે આ ટ્રેડફેરમાં એ રીતની ચીજવસ્તુઓ રાખવામાં આવી છે તે દિશામાં પગલા લેવામાં આવશે. અંતમાં તેઓએ મહિલાઓને પ્રોત્સાહન મળી રહે તે દિશામાં સંદેશો પાઠવ્યા હતાં. આજની એકવીસમી સદીમાં એવું એક પણ કામ નથી અને એવું એક પણ ક્ષેત્ર નથી જયા મહીલાઓ ના હોય જેથી મહિલાઓએ ઉઘોગસાહસી બનવું જોઇએ અને પોતાની જાતને અલગ રીતે પ્રસ્થાપિત કરવી જોઇએ.
વદેશી કંપનીઓએ ટ્રેડફેરમાં ભાગ લેતા જ દેશના વ્યાપારીઓનો વઘ્યો જુસ્સો: ચિદરૂપ શાહ
જી.એસ. માર્કેટીંગ એસોસીએશનના ચિદરુપભાઇ શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે ટ્રેડફેરનું આયોજન કરવામાં આવ્યું છે. તેને લોકોનો ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આ ટ્રેડ ફેરમાં વિદેશી દેશો ભાગ લેતાની સાથે જ સ્થાનીક વ્યાપારીઓનો જુસ્સો વઘ્યો છે. આગામી વર્ષોમાં વધુ વિશાળ કાર્ય આયોજન કરવામાં આવે તે દિશામાં કામગીરી હાથ ધરાશે તેઓએ જણાવ્યું હતું કે વેપારીઓ કે જેઓએ આ ટ્રેડ ફેરમાં ભાગ લીધો છે. અને જે ચીજવસ્તુઓને લોકો સમક્ષ મુકી છે. તેનાથી લોકો પૂર્ણત: પ્રભાવિત થયા છે. સાથોસાથ તેઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ટ્રેડ ફેરના સમયમાં પણ વધારો કરવામાં આવશે કારણ કે આ ટે્રડ ફેરમાં જે ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે લોકોના ટેસ્ટ ઉપર નિર્ભર રહેતું હોય છે. જેથી જો તેઓને વધુ સમય મળે તો તેઓ ફેરનો યોગ્ય લાભ લઇ શકે છે.
આગામી દિવસોમાં વુડન ક્રેવિંગ ફ્રેમ લોકોમાં જગાડશે આકર્ષણ: એ. ઉજજૈનવાલા
અમદાવાદ ખાતે આયોજીત ટ્રેડ ફેરમાં મુંબઇથી આવેલા વન્ડર આર્ટસના એ. ઉજજૈનવાલાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેમની કંપની હાઉસ ડેકોરેશન ક્ષેત્રે કામ કરી રહી છે જેમાં વર્લ્ડ આર્ટ ફોટોગ્રાફી, થ્રીડી કસ્ટમાઇઝ વોલ, થ્રીડી કસ્ટમાઇઝ વોલપેપર્સ ઓઇલ ઓન કેનવાસ હેન્ડ પેઇન્ટીંગ, કોલાજ ફોટોફ્રેમ્સ, થ્રીડી એક્રેલિક વોલ, તથા થ્રીડી એક્રેલિક સિલીંગ મીરર જેવી ચીજવસ્તુઓ બનાવે છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, તેમને ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરથી ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને આગામી દિવસોમાં તેઓ પણ આ ટ્રેડફેરનો ભાગ બનશે.
ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરનું બ્રોન્ઝ મેટાલીકનું ઇન્ટીરીયર બની રહી છે લોકોની પસંદગી: દિનેશ ચંદ્રા
અક્ષય ઇન્ટીરીયલ ઇન્દોરના નિદેશચંદ્રએ અતબત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેમના દ્વારા જ ટ્રેડ ફેરમાં ભાગ લેવામાં આવ્યો છે. તેમાં બ્રોન્ઝ મેટાલીકનું ઇન્ટીરીયલ લોકોનું ઘ્યાન ખેંચી રહ્યું છે. તેમની પ્રોડકટ રેન્જ ૨૦૦૦૦ થી ચાલુ થઇ પ૦૦૦૦ સુધીની છે. તેઓએ જણાવ્યું હતું કે તેઓ સૌ પ્રથમ વખત અમદાવાદાની મુલાકાતે આવ્યા છે અને આ ટ્રેડ ફેરમાં ભાગ લીધો છે તેઓએ જણાવ્યું હતું કે લોકોની ઘણી ખરી ઇન્કવાયરીઓ આવી છે જેથી આશા છે કે આગામી દિવસોમા: તેઓને ગુજરાતમાંથી સારો એવો વ્યાપાર મળશે.
ટ્રેડ ફેરમાં માર્બલ અને હેન્ડીક્રાફટની વસ્તુ બની આકર્ષણનું કેન્દ્ર: શૌકતઅલી
ખાદમત ગ્રુપના સેલ્સ મેનેજર શૌકતઅલી કે જેઓ ઇન્ડીયા ઓપરેશન સંભાળે છે. તેઓએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું કે, ખાદમત ગ્રુપ દ્વારા જે ચીજવસ્તુઓ લોકોને આપવામાં આવે છે તે કવોલીટી ચીજવસ્તુઓ છે જેમાં માર્બલ તથા હેન્ડીક્રાફટની ચીજ વસ્તુઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ઉભું કરે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેમની પાસે જે પ્રોડકટ રેન્જ છે તે અન્યની સરખામણીમાં ખુબ જ અલગ છે. આ તકે તેઓએ ટ્રેડ ફેરમાં આવવાનું પ્રયોજન જણાવતા કહ્યું હતું કે જો કોઇ ડીસ્ટ્રીબ્યુટર અથવા તો કોઇ વ્યાપારી તેમની સાથે જોડાવા માગે તો લોકોને અનેક વિધ નવી પ્રોડકટ રેન્જ આપી શકાય અંતમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે આ અમદાવાદ ખાતે આયોજીત ટ્રેડફેરમાં તેમને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને આગામી દિવસોમાં આયોજન થતા આ ફેરમાં તેઓ ઉત્સાહભેર ભાગ લેશે.
ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં અફઘાનિસ્તાનના ડાયફુટસની બોલબાલા: ફરહાદ ઇબ્રાહીમ ઝદા
અમદાવાદ ખાત. જ ઇન્ડીયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અફઘાનિસ્તાનથી આવેલા ટોબા બાર્સટ ટ્રેડીંગ કંપની લિમીટેડના ફરહાદ ઇબ્રાહીમ ઝદાએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં જે ડ્રાયફુટસની ખેતી થાય છે તે વિશ્ર્વભરમાં ખુબ જ પ્રચલિત છે જેથી તે વાત પણ સાચી છે. કે ભારતીય લોકો તેમાં પણ સવિશેષ ગુજરાતના લોકો સૌથી વધુ ડ્રાયફુટ નો વપરાશ કરતા હોય છે જેથી ટ્રેડ ફોરમાં તેમની કંપની દ્વારા બદામ, પિસ્તા, અખરોટ, જલદારૂ તથા કેસરને લોકો સમક્ષ મુકવામાં આવ્યા હતા. આ તકે તેઓએ જણાવ્યું હતું કે ટ્રેડ ફેરમાં જે કેસર રાખવામાં આવ્યું છે તેનો કિલોનો ભાવ ૪,૦૦,૦૦૦ રૂપિયા છે. તેમની કંપની દ્વારા જે ખજુર રાખવામાં આવ્યો છે તે પણ સ્વસ્થ્યવર્ધક હોવાથી લોકો માટઠે એક આકર્ષણ ઉભુ કરે છે. તેમની કંપની દ્વારા જે બદામ રાખવામાં આવી છે તે ર૦૦૦ થી લઇ ૧ર૦૦૦ ની કિલો બદામો રાખવામાં આવી છે. જેમાં ૭ થી ૮ પ્રકારની બદામનો સમાવેશ થાય છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે જે કોઇ વ્યાપારી એમની સાથે જોડશે તો તે અફઘાનિસ્તાનના ડ્રાયફુટસને ગુજરાતમાં સારી રીતે વેચાણ કરાવી શકશે અને તેઓએ ટ્રેડફેરના આયોજકોનો પણ આભાર વ્યકત કર્યો હતો.