શેરબજારમાં મંદીનો લાભ લઇને મુકેશ અંબાણીએ ૧૭.૧૮ કરોડ રૂપિયાના રિલાયન્સના ૨.૭૧ ટકા શેર ખરીદીને કંપનીમાં પોતાની હિસ્સેદારી વધારી
સ્થાનિક અને વૈશ્વિક કારણોસર તાજેતરમાં શેરબજારમાં કડાકા સાથે મંદી જોવા મળી હતી આ કડાકામાં રિલાયન્સ સહિતની તમામ કંપનીઓના શેરોના ભાવો નીચે ગયા હતા આ સ્થિતિનો લાભ લઈને મુકેશ અંબાણીએ પોતાની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ૨.૭૧ ટકા શેરોને ‘ચૂપચાપ’ ખરીદીને કંપનીમાં પોતાની હિસ્સેદારી ૪૮.૮૭ ટકાએ પહોચાડી દીધી છે. અંબાણીએ આ હિસ્સેદારી વધારવા ૧૭.૧૮ કરોડ રૂા.ના ખર્ચે શેરોની ખરીદી કરી છે. આ અંગે કંપની દ્વારા રેગ્યુલેટરી ઓથોરીટીને વિધિવત જાણ કરીને વિગતો આપી છે. ફાઈલીંગમાં આપેલી વિગતો મુજબ આ સંપાદન સીધી રિલાયન્સ સાથે સંકળાયેલી નહી હોય તેવી વ્યવસ્થાની યોજના મુજબ હતુ. અંબાણી અને તેની ખાનગી કંપનીઓની ભારતની બીજી સૌથી કિંમતી કંપની એવી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ૩૦ જૂન, ૨૦૧૯ના રોજ ૪૭.૨૯ ટકા હિસ્સો હતો.
૩૦ જૂન સુધીમાં એફઆઈઆઈનો કંપનીમાં ૨૪.૪ ટકા હિસ્સો છે. મ્યુચ્યુઅલ ફંડસનો હિસ્સો ૪.૫૬ ટકા અને વીમા કંપનીઓનો ૭.૧ ટકા છે. બાકીનો હિસ્સો જાહેરમાં હતો. જુલાઈમાં રિલાયન્સે રિલાયન્સ ઉર્જા જનરેશન અને ડિસ્ટ્રિબ્યુશનમા રિલાયન્સ હોલ્ડિંગ યુએસએ મર્જ કરીને અને બાદમા જ કંપની સાથે જોડાવાની એક સંયુકત યોજનાની જાહેરાત કરી હતી.