કોઈ પણ વ્યક્તિ એવી નહિ હોય જે પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યનો અનુભવ કરવા ન માંગતો હોય. પણ અનેકવાર એવુ થાય છે કે માણસ પાસે ઘણા પૈસા હોવા છતા પણ એ સુખોથી વંચિત રહે છે.
આજે અમે તમને જણાવીશું કેટલાક એવા છોડ વિશે જે ઘરમાં લગાવવાથી સજાવટ તો થશે જ સાથે જ તેના તમને બીજા અનેક લાભ થશે.
લોકો પોતાના ઘરને સજાવવા માટે અનેક પ્રકારના છોડ લગાવે છે. પણ ઘણીવાર કેટલાકને ખબર નથી હોતી કે કયા છોડ તેમને માટે સૌભાગ્યશાળી સાબિત થશે. મોટાભાગના લોકો પોતાના ઘરમાં સજાવટી કે ઔષધીય ગુણવાળા છોડ જ લગાવવુ પસંદ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા પણ છોડ છે જે આ બંને માપદંડ પર ખરા ઉતરવાની સાથે જ તમને સૌભાગ્યશાળી અને સમૃદ્ધ પણ બનાવે છે.
મોરપંખીનો છોડ :
શાસ્ત્રોમાં અનેક એવા છોડ છે જે ચમત્કારી હોવાની સાથેજ અનેક આયુર્વૈદિક ગુણોથી ભરપૂર હોય છે.
અટલુ જ નહી કેટલાક છોડ વિપત્તીનાશક અને સૌભાગ્યવર્ધક પણ હોય છે.
હવે જરા વિચારો જો કોઈ એવો છોડ તમને મળી જાય જેના લગાવવા માત્રથી જ વિપત્તિ અને દુર્ભાગ્ય તમારા ઘરમાં ક્યારેય ન આવે તો..
અમે વાત કરી રહ્યા છે મોરપંખી છોડની.. જેની અંદર કેટલાક એવા ગુણ હોય છે જે તમારી ઈચ્છાઓને હકીકતમાં બદલી નાખે છે. આ છોડ તમારા ઘરનુ ભાગ્ય બદલી શકે છે.
શસ્ત્રોમાં પણ બતાવ્યુ છે કે મોરપંખીનો છોડ ઘરમાં લગાવવાથી કોઈપણ પ્રકારના વાસ્તુદોષને દૂર થઈ શકે છે એટલુ જ નહી આ તમારા પરિવારને ખરાબ નજરથી પણ બચાવે છે. ઘર પર કોઈ વિપત્તિ આવવાની હોય તો આ છોડ તેને પણ ઘરમાં પ્રવેશ કરતા રોકે છે અને તમે મુસીબતોથી બચ્યા રહો છો. જો તમે આ છોડની એક જોડીને તમારા ઘરમાં લગાવી લો છો તો તમારા ઘરમાં બરકત, સુખ શાંતિનો વાસ અને સૌભાગ્યમાં વૃદ્ધિ ઉપરાંત દરેક ખુશીઓ મળશે.