મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા: મેયર બીનાબેન આચાર્ય, કમલેશભાઇ મિરાણીની પણ વિશેષ ઉ૫સ્થિતિ
માધવ શરાફી મંડળી દ્વારા ‘હસીતમ મધુરમ’હાસ્ય કાર્યક્રમનું આયોજન હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં બીનાબેન આચાર્ય, કમલેશભાઇ મીરાણી ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ને સાંઇરામ દવેના હાસ્ય દરબારને માણ્યો હતો. જાણીતા હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ સર્વે શ્રોતાઓને પેટ પકડીને હસાવ્યા હતા. માધવ શરાફી મંડળીને ર૦ વર્ષ પૂર્ણ થતાં સભાસદો માટે આ પ્રકારના ભવ્ય કાર્યકમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
મોટી સંખ્યામાં સભાસદોએ હસાયરાને માણ્યો: ડો. પ્રકાશ મોઢા
ડો. પ્રકાશ મોઢાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શરાફી મંડળીના ર૧માં જન્મદિવસ નીમીતે સાઇરામ દવેની હસાયરો સભાસદોની વિનંતીથી આયોજીત કરાયો છે. દર વર્ષ આવા કાર્યક્રમ કરીએ છીએ. કાર્યક્રમને બધાએ ખુબ માણ્યો છે. સભાસદોનો ખુબ સારી પ્રતિસાદ મળ્યો છે. સાથે સાથે ગોકુળ હોસ્૫િટલ દ્વારા જે માધવ શરાફી મંડળીના સભાસદો માટે સ્કીમ યોજી છે. તેનો ખુબ લાભ મેળવે તેવું જણાવ્યું હતું.
સભાસદોના મનની તંદુરસ્તી માટે હસાયરોનું આયોજન કર્યુ: ડો. એમ.ડી. શીલુ
ડો. એમ.ડી. શીલુ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માધવ શરાફી મંડળી તરફથી તેના સભાસદો માટે આ હસાયરો આયોજાયો હતો. અમે પૈસાની જ નહી લોકોના સ્વાસ્થ્યની પણ ચિંતા કરીએ છીએ. માધવ એવું માને છે કે માત્ર તન તંદુરસ્તી હોય એટલું જ નહીં મન પણ તંદુરસ્ત હોવું જોઇએ માટે આ કાર્યક્રમનું આયોજન કરેલ હતું. રાષ્ટ્ર પ્રેમીએ વિષય પર સાંઇરામ દવેએ કાર્યક્રમ ચલાવ્યો હતો. માણસ મનથી પ્રસન્ન હશે તો એના કાર્યમાં વૃઘ્ધી થશે. પોતે વૃઘ્ધિ પામશે આવનારા સમયમાં પણ અમે સભાસદો તથા પુરા મધુરમ ગ્રુપ માટે આવા કાર્યક્રમો યોજીશું.