ચણિયાચોલી, જવેલરી, ડ્રેસીસ, કુર્તિઓ, હેન્ડીક્રાફટની વસ્તુઓ, કોસ્મેટીક સહિતના સ્ટોલની અનેક લોકોએ મુલકાત લીધી
વર્ધમાન ગ્રુપ ના હિતેશભાઇ શાહ દ્વારા હોટેલ સેંટોસામાં એકઝીબીશન કમ સેલનું બીજું સફળતાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવરાત્રિના તહેવારો નજીકમાં હોવાથી ચણિયાચોલી, ઓકસોડાઇઝની જવેલરી, હેન્ડીક્રાફટની વસ્તુઓ કોસ્મેટીકસની વેરાયટી ઉપરાંત ડ્રેસીસ તથા કુર્તિઓ, પર્સ, ખાણીપીણી ની વેરાયટી તથા ઇન્સ્પોરન્સ વગેરે સ્ટોલો આપવામાં આવ્યા હતા. બે દિવસમાં આ એકઝીબીશનની ઘણા લોકોએ મુલાકાત લીધી હતી. આયોજકનું આ બીજું જ આયોજન હોવા છતાં સ્ટોલ ધારકો આયોજનથી ખુબ ખુશ છે અને ગ્રાહકોનો પ્રતિસાદ પણ ખુબ સારો છે.
તહેવારોને અનુલક્ષીન સ્ટોલની પસંદગી કરવામાં આવે છે: હિતેશ શાહ
એકઝીબીશનના આયોજક હિતેશ શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ બે મહિનાથી એકઝીબીશન ઓર્ગેનાઇઝ કરે છે. આ તેમનું બીજુ જ એકઝીબીશન છે છતાં લોકોનો પ્રતિસાદ ખુબ જ સારો મળે છે. એમના જણાવ્યા પ્રમાણે એમના પહેલા આયોજનમાં પણ ૭૫૦ જેટલા લોકોએ એકઝીબીશનનો લાભ લીધો હતો. એમનું હવે પછીનું આયોજન આગામી તા.૧૯ તથા ૨૦ ઓકટોબરના રોજ હોટેલ સેંટોસા ખાતે જ કરવામાં આવ્યું છે. આ વખતે એમણે ૧૫ સ્ટોલ આપેલા હતા જે બધા બુક હતા એમના કહેવા પ્રમાણે બધા જ સ્ટોલ અલગ અલગ પ્રોડકટસના આપે છે વધુમાં એમણે કહ્યું હતું કે તહેવારોને અનુલક્ષીને અમે સ્ટોલ આપવાનું વધુ પસંદ કરીએ છીએ. આ વખતે અમે નવરાત્રિને અનુલક્ષીને સ્ટોલ આપેલા છે. જયારે હવેના આયોજનમાં દિવાળીને અનુલક્ષીને જે વસ્તુઓનું મહત્વ હોય તેના સ્ટોલ આપવામાં આવશે.
ગ્રાહકોના જબરો પ્રતિસાદથી ખુબ ખુશી છે: નિધિ શાહ
એકઝીબીશનના સ્ટોલ ધારક નિધિ શાહે અબતકને જણાવ્યું હતું કે મેં ફર્સ્ટ ટાઇમ એકઝીબીશનમાં સ્ટોલ કરેલો છે. આમ તો મારી હેન્ડીક્રાફટની શોપ છે. પરંતુ હિતેશભાઇ શાહનું નામ સાંભળ્યું તુ તો એમની સાથે કામ કરવાની ઇચ્છા હતી તો અકઝીબીશનમાં સ્ટોલ કર્યો છે. એકઝીબીશનના પહેલા જ દિવસે બપોરે ૧ર વાગ્યા સુધીમાં જ ગ્રાહકોનો જબરો પ્રતિસાદ મળ્યો છે. તો ખુબ ખુશ છું. એમણે કહ્યું હતું કે નવરાત્રી આવી રહી છે તો હેન્ડીક્રાફટને લગતી પોમ પોમ વાળી વસ્તુઓની વધુ માંગ છે. પોમ પોમ વાળા ડાંડીયા નવરાત્રીને લગતા પાંચા, જુડા, બણોયા એ બધી વસ્તુઓની વધુ ડીમાન્ડ છે.
વર્ધમાન ગ્રુપ સાથે કામ કરવાનો અનુભવ ખુબ સારો રહ્યો: શ્રઘ્ધા મહેતા
ઓકસોડાઇઝ જવેલરીના સ્ટોલ ધારક શ્રઘ્ધા મહેતાએ અતબકને જણાવ્યું હતું કે એ ઘણા એકઝીબીશનમાં બે વર્ષથી સ્ટોલ કરે છે. એમણે કહ્યું હતું કે વર્ધમાન ગ્રુપ તરફથી જે એકઝીબીશન થાય છે એમાં બીજો અનુભવ છે પહેલી વખત આ ગ્રુપ સાથે કામ કરવાનો અનુભવ ખુબ સારો રહ્યો માટે ઉત્સાહપૂર્વક બીજીવાર પણ આ ગ્રુપ સાથે કામ કરવા ઇચ્છા હતી. એમણે કહ્યું હતું કે આયોજક હિતેશભાઇ શાહનો સપોર્ટ ખુબ સારો છે. એમનું આયોજન પણ ખુબ સારું હોય છે. નવરાત્રી નીમીતે હાલ મોટી રીંગ, બલોયફા લાઇટવેઇટ ઇયગરીંગ જે અમારી સ્પશ્યાલીટી છે. તેની માંગ ખુબ સારી છે. ઉ૫રાંત બલોયાની પણ ડિમાન્ડ સારી છે લોકોનો પ્રતિસાદ પણ ખુબ સારો મળે છે.