આજકાલ લોકોમાં વાતચીત કરવા માટે અંગ્રેજી ભાષા નો ઉપયોગ કરવાનો ક્રેઝ વધી ગયો છે. જે લોકોને અંગ્રેજી બોલતા ઓછું આવડતું હશે તે લોકો પણ વાતચીત કરતી વખતે વચ્ચે વચ્ચે અંગ્રેજી શબ્દો નો ઉપયોગ કરતા હોય છે. અંગ્રેજીનો વધતો જતો ઉપયોગ છતાં એવી કેટલીક વસ્યું છે જેનું અનરેજી નામ તમને નાખી ખબર હોય. શું તમને ખબર છે ભજીયા ને અંગ્રેજીમાં શું કહેવાય…? નથી ખબરને તો ચાલો આજે અમે તમને જણાવીએ એવી વસ્તુના અંગ્રેજી નામ જેની તમને જાણ નહિ હોય.
1. ભજીયા :
ચોમાસું આવે અને ચા સાથે ભજીયા ખાવાની ડિમાન્ડ વધી જાય, પણ બધાને નહીં ખબર હોય કે ભજીયાને અંગ્રેજીમાં
Fritters કહેવાય છે.
2. હિંગ :
જેના વગર દાળનો વઘાર અધૂરું લાગે, તેવી દરરોજ ઉપયોગમાં આવતી હિંગને અંગ્રેજીમાં Asafoetida કહેવાય છે.
3. સોજી :
શિરો, ઉપમા વગેરે જે માંથી બને છે તે સોજીને અંગ્રેજીમાં Semolina કહેવામાં આવે છે.
4. ટીંડા :
ટીંડોરાનું શાક દરેક ને નહિ ભાવતું હોય પરંતુ એ તો ખબર હોવી જોઈને કે ટીંડા ને અંગ્રેજીમાં Apple gourd કહેવામાં આવે છે.
5. સાબુદાણા :
આપણેત્યાં ઉપવાસમાં જેની ખીચડી બને છે તે સાબુદાણાને અંગ્રેજીમાં Tapioca sago કહેવામાં આવે છે.
6. ખાંડણી :
દરેકના ઘરમાં જોવા મળતી ખાંડણી કે જેમાં આદુ, લસણ, મરચાં જેવી વસ્તુ વટવામાં આવે છે તેને અંગ્રેજીમાં Mortar
કહેવામાં આવે છે.
7. વેલણ :
રોટલી વણવા માટે જે વેલણ નો ઉપયોગ થાય છે તેને અંગ્રેજીમાં Rolling pin કહેવામાં આવે છે.
8. મેથી :
મેથી ના દાણાં, જે દાળમાં વધારમાં નાખવા સિવાય પણ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે તેને અંગ્રેજીમાં Fenugreek કહેવાય છે.
9. આંબળા :
વાળ માટે સૌથી સારા ગણાતા આંબળાને અંગ્રેજીમાં Gooseberry વાય છે.
10. ચીકુ :
ચીકુનો મિલ્કશેક જે બધાને પ્રિયા છે. આવા ચીકુને અંગ્રેજીમાં Sapodilla કહેવાય છે.