સાઉદી અરેબિયાના સૌથી મોટા ગણાતા ક્રૂડ પ્લાન્ટ સાઉદી આરામ્કો ઓઇલ ફેસિલિટી નામના પ્લાન્ટમાં શનિવારે સવારે વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. જેની જ્વાળાઓ દૂર સુધી દેખાતી હતી. શનિવારના રોજ એટલે કે, આજે સાઉદી અરામકોની બે ઓઈલ પ્લાન્ટો પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.
સાઉદીની સત્તાવાર અખબારી એજન્સીએ જણાવ્યું કે, અરામકોની ઔદ્યોગિક સુરક્ષા ટીમોએ અબ્કૈક અને ખુરેસમાં તેમના પ્લાન્ટોમાં ડ્રોન દ્વારા લાગેલી આગ બંધ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત તેમને વધુમાં જણાવ્યું કે, આ બંને પ્લાન્ટોની આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
સાઉદી અરામકો સાઉદી અરેબિયાની રાષ્ટ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ કંપની છે. આવકની દ્રષ્ટિએ તે વિશ્વની સૌથી મોટી ક્રૂડ ઓઇલ કંપની છે. અગાઉ, એક સાઉદી સેટેલાઇટ ન્યૂઝ ચેનલે દેશના પૂર્વ ભાગમાં આવેલ સાઉદી અરામકો સેન્ટરમાં વિસ્ફોટ થવાનો અને આગ લાગવા eeibeની જાણ કરી હતી.
આરામ્કોનો દાવો એવો છે કે બુકયાકમાં ક્રૂડ તેલનો સૌથી મોટો જથ્થો સંઘરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધના ઇશાન ખૂણે 330 કિલોમીટર દૂર આવેલું છે.
વિસ્ફોટ શી રીતે થયો એની વિગતો આરામ્કો કે સાઉદી અરેબિયાના સંબંધિત મંત્ર્યાલયે આપી નહોતી. આરામ્કો અને સંબંધિત મંત્ર્યાલયને મોકલાયેલા સંદેશાનો કોઇ જવાબ મળ્યો નહોતો.
દુબઇ સ્થિત પ્રસારણકર્તા અલ-અરેબિયાએ પૂર્વી પ્રાંતના દમ્મામ નજીક બુકયાકમાં શનિવારના રોજ વહેલી સવારે આગ લાગવાની જાણ કરી હતી. જો કે, ચેનલે આ વિશે વિસ્તૃત માહિતી આપી નથી. ઓનલાઈન વિડિયોમાં ભીષણ આગ લાગેલી જોવા મળી હતી, અને પાછળથી ગોળીઓના ફાયરિંગની પણ અવાજ આવી રહી હતી.
નોંધનીય વાત તો એ છે કે, અરામકોને આતંકવાદીઓએ નિશાન બનાવી દીધું છે. અલ-કાયદાના આત્મધાતી વિસ્ફોટે ફેબ્રુઆરી ૨૦૦૬માં આ ઓઈલ કંપનીઓ પર ડ્રોન હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે સમયે નિષ્ફળ રહ્યો હતા.