જગતના તાતની આવક બમણી કરવા વધુ એક પહેલ

ખેડૂતોને ક્રેડિટ ગેરેન્ટી સાથે ૩ લાખ રૂપિયાની રોકડ ટ્રાન્સફર જેવી અનેક સુવિધાઓ સ્કિમોમાં આપવામાં આવે તેવી હિમાયત કરાઈ

ભારત ખેતીપ્રધાન દેશ હોવાથી સરકાર હરહંમેશ ખેડૂતલક્ષી અભિગમ તથા ખેડુતોનો વિકાસ થાય તે દિશામાં ચિંતાતુર અને પ્રયત્નશીલ રહેતી હોય છે. આ તકે ખેડૂતોને જે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓમાં વધારો કરવામાં આવે તે હેતુસર આરબીઆઈની પેનલે આ અંગેની ભલામણ કેન્દ્ર સરકારને કરી છે. જે રીતે સરકારને ટેકસની આવક વધુને વધુ થાય તેના માટે જે રીતે જીએસટી કાઉન્સીલની રચના કરવામાં આવી છે એવી જ રીતે કૃષિ ક્ષેત્રમાં પણ આ પ્રકારની એક કાઉન્સીલ નિમવાની ભલામણ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી છે. જો સરકાર હકારાત્મક અભિગમ દાખવી ખેડુતલક્ષી યોજનાઓ ભળે તો ખેતીક્ષેત્રે અનેકવિધ લાભો જગતનાં તાતને મળી શકશે અને તેઓને મળતી ક્રેડીટમાં પણ વધારો થશે.

કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતો માટે અનેકવિધ ખેડુતલક્ષી યોજનાઓને અમલી બનાવવામાં આવી છે તેમાં વધારાનાં સુધારા કરી જો તેને અમલી બનાવાય તો તેનો ફાયદો માત્ર ખેડુત કે પછી ખેતી ક્ષેત્રે નહીં પરંતુ સમગ્ર ભારત દેશને થશે. પરીણામ સ્વરૂપે અર્થતંત્રને પણ તેની હકારાત્મક અસર જોવા મળશે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ભલામણ કરવામાં આવી રહી છે કે, ખેડુતોને ક્રેડીટ લીમીટ વધારવામાં આવે અને ક્ધઝમશન લોન પેટે ખેડુતોની લિમિટ એક લાખ રૂપિયા સુધી કરાઈ. આરબીઆઈ પેનલ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે કે, કેન્દ્ર સરકાર રાજય સરકારને તમામ પેન્ડીંગ રહેતા લેન્ડ રેકોડોને સમયસર પુરા કરે જેનાં કારણોસર ખેડુતોને તેનો લાભ મળી શકે.

આ તકે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની પેનલે કેન્દ્ર સરકારને માહિતી આપતા જણાવ્યું હતું કે, જે ખેડુતોને ઈન્ટ્રેસ્ટ સબસીડી મળી રહી છે તેમાં લાભાન્વિત થતા લાભાર્થી ખેડુતોને ૩ લાખ રૂપિયાની સહાય મળવી જોઈએ. તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો યોગ્ય રીતે ક્રેડિટ સિસ્ટમ અને જીએસટી કાઉન્સીલ જેવી સ્વાયત સંસ્થાની નિમણુક અને નિમવામાં આવે તો કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતામાં અનેકગણો વધારો થઈ શકશે અને ખેડુતોને પડતી મુશ્કેલીમાંથી તેઓ બહાર આવી શકશે. ડેપ્યુટી ગર્વનર મહેશકુમારે જૈને જણાવતા કહ્યું હતું કે, સરકારે ખેડુતો માટે કેશ ટ્રાન્સફરની લિમિટ ૩ લાખ રૂપિયા સુધીની રાખવી જોઈઅ અને ક્રેડીટ ગેરેન્ટી ફંડ આપવાથી તેઓને પ્રોત્સાહન પણ મળી રહેશે. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, આગામી બે વર્ષ માટે ખેડુતોને જે બેંક ક્રેડીટ આપવામાં આવતી હોય છે તે હાલ ૮ ટકાની છે જેને વધારી ૧૦ ટકા જો કરવામાં આવે તો ખેતી ક્ષેત્રનો વિકાસ પૂર્ણત: થઈ શકે. દેશનાં જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ ખુબ જ વધુ છે ત્યારે ૨૦૧૮-૧૯માં કૃષિ ક્ષેત્રનું જીડીપી ૧૬.૧૪ ટકા રહ્યું છે. વધુમાં સુત્રોનાં જણાવ્યા અનુસાર એમએસએમઈ ક્ષેત્ર સાથે જોડાવવા માટે ખેડુતોને માત્ર ૫૯ મિનિટમાં જ લોન આપવાની જે પ્રથા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે જો તેનો યોગ્ય રીતે ધ્યાને લેવાય તો કૃષિ ક્ષેત્રનો વિકાસ ખુબ જ ઝડપી થઈ શકશે અને દેશનાં અર્થતંત્રમાં સિંહફાળો બની રહેશે. કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન છે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું તેને પહોંચી વળવા માટે કૃષિ ક્ષેત્રનું યોગદાન ખુબ જ મહત્વપૂર્ણ છે અને હાલ સરકાર તે દિશામાં પગલા પણ ભરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.