આજે બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ દ્વારકાધીશના ચરણે શિશ ઝૂકાવ્યું હતું. ધાર્મિક ભક્તિભાવમાં માનનારી કંગનાએ ભગવાન દ્વારકાધીશ જગતમંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કંગનાએ ભગવાન દ્વારકાધીશની પાદુકાનું પૂજન કર્યું હતું. તેમજ 14 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી પોતાની આગામી ફિલ્મ માટે પ્રાર્થના પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કંગના પહેલીવાર દ્વારકા આવી હતી જ્યાં તેણે દ્વારકાધીશની સાથે નાગેશ્વરના પણ દર્શન કર્યા હતા . કંગનાએ દ્વારકા મંદિરમાં દર્શન કરતી વેળાએ રેડ ટ્રેડિશન ડ્રેસ પહેર્યો હતો. કંગનાએ મંદિરમાં દર્શન કરી અને દ્વારકાનો ઇતિહાસ સમજ્યો હતો.