શહેરમાં ગણેશ મહોત્સવ રંગેચંગે ઉજવણી થયા બાદ આજે વિસર્જન કરવાનું હોવાથી પોલીસ દ્વારા અલગ અલગ પાંચ સ્થળો નક્કી કરાયા છે ત્યાં ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે તે પૈકીના પાળ ગામ નજીક જખરાપીરની જગ્યા પાસે પાણીના ખાડામાં ગણેશ વિસર્જનનું એક સ્થળ હોવાથી ત્યાં મોટી સંખ્યામાં વાહનોની અવર જવરના કારણે પાળ થી જખરાપીરની દરગાહ સુધીનો રસ્તો બિસ્માર અને મોટા ખાડા હોવાના કારણે ગણેશ વિસર્જન કરવા આવતા વાહનોને મુશ્કેલી પડતી હોવાથી અને ખાડાના કારણે અકસ્માત સર્જાય તેવી દહેશત હોવાથી તાલુકા પોલીસ મથકના પી.આઇ. વી.એસ.વણઝારાના માર્ગ દર્શન હેઠળ એએસઆઇ હર્ષદસિંહ ચુડસામા, નગીનભાઇ ડાંગર, ઉમેશભાઇ, અરજણભાઇ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી પોતાના સ્વ ખર્ચે મોરમના ટેકટર મગાવી રસ્તા પરના ખાડા બુરવાની કામગીરી શરૂ કરી હતી તેમજ પોલીસ સ્ટાફે જાત મહેતન કરી શ્રમયજ્ઞમાં ભાગ લઇ ગણેશ વિસર્જન કરવા આવતા ભાવિકોની પશંસા મેળવી હતી.
Trending
- વઢવાણનાં યુવકનું શંકાસ્પદ મોત: પરિવારજનોનો હત્યાનો આક્ષેપ
- સ્ટે.ચેરમેન નિલેશ કગથરા વરસ્યા: રૂા.18.55 કરોડના વિકાસકામોને લીલીઝંડી
- કોમ્પ્યુટરની પ્રથમ પેઢી કેવી હતી ? જાણો તેની રસપ્રદ માહિતી
- શું તમે પણ છો કેકના શોખીન છો ?તો આજે જ લો તિરુપતિ બેકરીની મુલાકાત
- Ahmedabad : રસ્તા પર પાન-મસાલાની પિચકારી મારનાર લોકો સાવધાન !
- કોઠારીયા વિસ્તારમાં મીઠાઈ અને ફરસાણ માટે વિશ્ર્વાસપાત્ર સરનામું એટલે તિરૂપતિ ડેરી એન્ડ ફરસાણ
- ભગવાન બિરસા મુંડા કોણ હતા? જાણો આદિવાસી ગૌરવ દિવસ ક્યારે શરૂ થયો
- સસ્ટેનેબલ અને ઉર્જા-સ્થિતિસ્થાપક ભવિષ્ય તરફ ગુજરાતનું નેતૃત્વ કરતા રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ