કાયદાની આંટીઘુટી પાર પાડી શકે તેવા કાયદાના જાણકાર પોલીસના રાઈટરોની કમી ?
આર્થિક ફાયદા માટે નાત-જાત કે ધર્મના નીતિ નિયમોને નેવે મુકતા એડવોકેટ
શહેરમાં કુંભાર યુવતીને ફસાવી મુસ્લિમ યુવકે કરેલા મૈત્રી કરાર તેમજ કાનૂની માર્ગદર્શન આપનાર એડવોકેટ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરી દાખલો બેસાડયો છે. જો કે પોલીસ આ પ્રકરણમાં હજુ ઘણુ કરવાનું બાકી હોય તેવું અને સમગ્ર તપાસની ઘટનાક્રમ જોયે તો પોલીસ તંત્ર કેટલીક મર્યાદાને કારણે ઉટુ ઉતાર્યાનું જણાય રહ્યું છે.
શહેરના લવ જેહાદ પ્રકરણમાં યુવતી ઉપર દુષ્કર્મ ગુજારી અને મરવા માટે મજબુર કરનાર આરોપીની તરફેણમાં નિવેદન નહીં આવે તો ૧૦ વર્ષની સજામાં ફીટ કરવાની ધમકીના ગુનામાં પકડાયેલા આરોપી એડવોકેટને પોલીસની નબળી તપાસને કારણે જામીન ઉપર મુકત તા પ્રબુધ્ધ નાગરિકોમાં પોલીસની કામગીરી સામે શંકા ઉઠી રહી છે.વધુ વિગત મુજબ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ નજીક હરસિધ્ધિ ધામ સોસાયટીમાં રહેતી વૈશાલીબેન નામની યુવતિએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃતકના પિતા પ્રેમજીભાઈ મોખરે મૃતકની સુસાઈટ નોટના આધારે પોલીસ જમીલ બસીર સોલંકી અને તેની માતા અસ્માબેન બસીર સોલંકી તેમજ વકીલ નામે ગુનો નોંધાયો હતો.
પોલીસ જમીલ સોલંકી અને તેની માતા અસ્માબેનની રિમાન્ડ દરમિયાન દિવ્યેશ રાજેશ મહેતા નામના એડવોકેટની ધરપકડ કરી પ્રામિક પુછપરછ એડવોકેટ દિવ્યેશ મહેતાએ યુવતિને પોતાની ઓફિસે બોલાવી પોતાની મરજી મુજબ નિવેદન નહીં આપે તો તેને ૧૦ વર્ષની સજા કરાવીશ તેવી ધમકી આપ્યાનો પોતાનું રોલ હોવાનું રહ્યું હતું. પરંતુ પોલીસની નબળી કામગીરી કે નબળી તપાસને લીધે વકીલ દિવ્યેશ મહેતાને ન રિમાન્ડ મળ્યા કે પોલીસ પેપરના આધારે વકીલ દિવ્યેશ મહેતાને જામીન મળી ગયા.
આ ગંભીર પ્રકારના પ્રકરરમાં જો પોલીસ સખ્ત કામગીરી નહી કર્યા હોવાનો પ્રબુધ્ધ નાગરિકોમાં પોલીસ તપાસ સામે શંકા સેવાય રહી છે. લવ જેહાદ યુવતીનો ભોગ લીધો જો પોલીસ નક્કર અને સખ્ત કામગીરી નહીં કરે તો આવા પ્રકારના ગુનાઓનું સમાજમાં પ્રમાણ વધી શકે છે. લવ જેહાદ પ્રકરણમાં પોલીસની કટાક્ષ કે મજબુરીી કાયદાના ઝાળમાં ફસાયેલા વકીલ કાયદાની ચુંગાલમાથી છુટી ગયા છે.
પોલીસ દ્વારા ગંભીર પ્રકારના ગુનામાં બનાવના મુળ સુધી પહોંચવા તપાસનીશ દ્વારા કોઈના કોઈ કારણ કચાસ રહે છે. લવ જેહાદ પ્રકરણના મુળમાં એડવોકેટોની સંડોવણી હોય તે સ્વાભાવિક છે. કાયદાની આંટીઘુટી અને કાયદાની છટકબારીનો લાભ કઈ રીતે લઈ શકાય તે એડવોકેટો સારી રીતે જાણતા હોય છે તેની સામે પોલીસમાં કાયદાનું ઉંડુ જ્ઞાન ધરાવતા રાઈટરોની કમી હોવાને કારણે આ લેભાગુ એડવોકેટ પોતાના ર્આકિ ફાયદા માટે ગમે હદે જજા હોવાનું જાણકારો કહી રહ્યાં છે.