યુવતીના ભાઇને બનાવથી વાકેફ કરાતાં પરિવાર ચોટીલા દોડી આવ્યો: પોલીસે તપાસ હાથ ધરી
ચોટીલા હાઈવે ની નગીન ગેસ્ટ હાઉસમાં ગત તા.૮ ની રાત્રિના સમયે મૂળી તાલુકાના ભેટ ગામના પ્રેમી પંખીડા રાત વિસામા દરમિયાન પ્રેમી પાણીની બોટલ લેવા બહાર ગયો ને પ્રેમિકાએ કોઇ પોતાની ચુંદડીને પંખા સાથે બાંધી ગળેફાંસો ખાઇ મોતની સોડ તાણી લીધી હતી અને યુવતીના ભાઇને જાણ કરતા યુવતીનો પરિવાર ચોટીલા દોડી આવ્યો હતો પોલીસે મૃતક યુવતીના લઈ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ અકસ્માત મોત દાખલ કરવામાં આવતા ચોટીલા શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે
ચોટીલા હાઈવે ના નગીન ગેસ્ટ હાઉસમાં યુવતીએ પંખા સાથે ચુંદડી બાંધીને ગળે ફાંસો ખાધો હોવાની જાણ ચોટીલા પોલીસને થતાં હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પોતાના સ્ટાફ સાથે નગીન ગેસટાઊસ શે દોડી ગયા હતા અને તપાસ કરતા પ્રેમી પંખીડા મૂળી તાલુકાના ભેટ ગામે રહેતા દિનેશભાઇ સોમાભાઈ ઘણાદિયા અને રાજુબેન બાબુભાઈ બાંભણીયા બંને ચોટીલા ફરવા આવ્યા હતા અને રાત થઈ જતા બંને ગેસ્ટહાઉસમાં રોકાયા હતા રાત્રિના સમયે પ્રેમી દિનેશ પાણીની બોટલ લેવા ગેસ્ટ હાઉસની બહાર ગયો તે અરસામાં પ્રેમિકા રાજુબેન ને પોતાની ચૂંદડી પંખા સાથે બાંધી ગળે ફાંસો ખાઇ મોતની સોડ તાણી લીધી હતી.આ બનાવ અંગે પ્રેમી દિનેશ પ્રેમિકાના પરિવારને જાણ કરતાં મૃતક નો ભાઈ ભરત બાબુભાઈ પોતાના પરિવાર સાથે ચોટીલા ગેસ્ટ હાઉસ ઉપર આવી ગયા હતા પોલીસે મૃતક રાજુ બેન ના ભાઈ ભરત ભાઈ ની અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પીએમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી રહ્યા છે.
ગેસ્ટ હાઉસના સંચાલક સામે પગલા લેવાશે: પોલીસ
ઘટના અંગે હેડ કોન્સ્ટેબલ વિજય સિંહે કહ્યું કે હોટલો અને ગેસ્ટ હાઉસ માં રોકાણ કરનાર કોઈપણ બે વ્યક્તિના ઓળખાણ ના પુરાવા ફરજિયાત લેવા નું જાહેરનામું હોવા છતાં ગેસ્ટહાઉસના સંચાલકે યુવતીને ઓળખાણ ના પુરાવા લીધા વગર રૂમ આપવામાં આવ્યો હતો જે બદલ પોલીસ દ્વારા ગેસ્ટહાઉસના સંચાલક સામે કાર્યવાહી કરાશે