સુપ્રીમ કોર્ટમાં કરેલા સોગંદનામામાં હાઇકોર્ટ અંગે કરેલી ટીપ્પણી મુદ્દે ભુપેન્દ્રસિંહે વારંવાર હાઇકોર્ટમાં માફી માંગતા આશ્ચર્ય
ધોળકા વિધાનસભાની ચુંટણીને પડકારતી પીટીશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટ સામે આક્ષેપો કરતી પીટીશન સુપ્રીમ કોર્ટમાં કરવાના મુદ્દે કાયદામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હાઈકોર્ટમાં કહ્યું હતું કે, જાહેર જીવનનાં વ્યકિત તરીકે મારી ફરજ અને ઈચ્છા છે કે અદાલતમાં માફી માંગું. વધુમાં ધોળકા વિધાનસભાની ચુંટણીમાં પરીણામોને કોંગ્રેસનાં પરાજીત ઉમેદવાર અશ્ર્વિન રાઠોડ દ્વારા કરાયેલી પીટીશનમાં અરજદારનાં વકીલ દ્વારા ભુપેન્દ્રસિંહની ઉલટ તપાસ કરાઈ હતી અને તે પીટીશનની સુનાવણી સામે સુપ્રીમ કોર્ટમાં ત્રણ સ્પેશ્યલ લીવ પીટીશન કરી હતી તે વાંચી હતી. શરતચુકથી ભુલ થયા બાદ હું ત્યારથી અત્યાર સુધી અનુભવું છું અને કોર્ટની માફી માંગુ છું. જયારે હાઈકોર્ટે કહ્યું હતું કે, તમે આમ કરો તેવું કોર્ટ ઈચ્છતી નથી કે કોર્ટ કહેતી નથી કે કોર્ટની જરૂરીયાત નથી ત્યારે ચુડાસમાએ કહ્યું હતું કે, સરકાર અને જાહેર જીવનની વ્યસ્તતાનાં કારણે થોડા સમય પછી મને ઉતાવળ અને ભુલ થઈ હોવાનો ખ્યાલ આવ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં કરેલી પીટીશન પાછી ખેંચી લેવા વકિલને સુચના આપી હતી માટે કાગળો પર નહીં રૂબરૂ માફી માંગવી હતી. આથી સોગંદનામામાં રંજ વ્યકિત કર્યા ન હતો.
બે તબકકામાં લગભગ સાડા ચાર સુધી ચાલેલી ઉલટ તપાસમાં કોંગીના હારેલા ઉમેદવાર અને તમારી વચ્ચે નજીવી સરસાઈની જીતનાં પ્રશ્નનાં જવાબમાં કહ્યું હતું કે, ભુતકાળમાં વિધાનસભામાં ૧ મતથી લોકસભામાં ૭ મતથી હાર-જીત થઈ છે. ચુંટણી વેળાએ ૩ મહેસુલ મંત્રી હતો અને ધવલ જાની ચુંટણી અધિકારીની જવાબદારી અપાઈ ત્યારે આચારસંહિતા લાગુ હોય ત્યારે ચુંટણીપંચની જવાબદારી હોય આથી ચુંટણી અધિકારીને સુચના આપી ન શકુ જે અધિકારી સામે ખાતાકીય તપાસ ચાલતી હોય તેમને ચુંટણીની જવાબદારી આપી શકાય નહીં તેવી સુપ્રીમ કોર્ટનાં રૂલથી ચુંટણીપંચે ગૌરાંગ પ્રજાપતિને બદલે ધવલ જાનીને જવાબદારી સોંપી હતી.
મત પેટીમાં ૧૨૦૦ જેટલા મત આવ્યા હતા. ૩૨૭ મતે મેળવેલી જીત કરતા વધુ હતા. પોસ્ટલ બેલેટથી મળેલા મતની સંખ્યા કરતા સરસાઈનાં મતની સંખ્યા ઓછી હોય આથી પોસ્ટલ બેલેટનાં મતની પુન: ગણતરી કરવાની હોય છે પરંતુ તેવું થયું ન હતું. તેવા પ્રશ્નનાં જવાબમાં ચુડાસમાએ કહ્યું હતું કે, હું કાયદા મંત્રી તરીકે નહીં સાક્ષી તરીકે અહીંયા આવ્યો છું. મતગણતરી ચુંટણીપંચની માર્ગદર્શિકા મુજબ જ થઈ છે અને હું કોઈ ટીપ્પણી કરવા માંગતો નથી.
ચુંટણી અધિકારી ધવલ જાનીની ઉલટ તપાસમાં ત્રણ બાબતો બહાર આવી છે. ઈવીએમ અને મતપેટીની મતગણતરીનાં ક્રમમાં ગેરરીતિ હતી. મત પેટીનાં પરીણામોની મૌખિક જાહેરાતોમાં ગેરરીતિ હતી. ધવલ જાની કાઉન્ટીંગ રૂમમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો તે બાબતે ચુડાસમાએ કહ્યું કે ફોનનાં ઉપયોગ તે જાનીની અંગત વિષય છે તેથી હું ટીપ્પણી કરી શકું નહીં બાકીની બે બાબત સાથે હું સહમત નથી.
મતગણતરી દરમિયાન જાનીએ મને ફોન કર્યો નથી કે મારી જાની સાથે વાત થઈ નથી. મતપેટીનાં મતની પુન: ગણતરી કરવામાં આવે તો તમને વાંધો છે તે પ્રશ્નનાં જવાબમાં હા મને વાંધો છે. નિયમ મુજબ મતગણતરી થઈ છે. તેથી ફેર મતગણતરીની જરૂર નથી તેમજ હારેલા ઉમેદવારે પુન: મતગણતરીની લેખિત અરજી આપી ન હતી. મતગણતરીની પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ બહાર આવે તો ચુંટણી રદ થવી જોઈએ તેવા પ્રશ્નમાં ચુડાસમાએ જણાવ્યું કે, ચુંટણીપંચની માર્ગદર્શિકા પ્રમાણે જ તે મત રદ થયા હતા. ઉલટ તપાસ પુરી થતા કોર્ટે ભુપેન્દ્રસિંહને તા.૧૨મી સપ્ટેમ્બરનાં રોજ અદાલત સમક્ષ હાજર રહેવું જો કોર્ટનાં ધ્યાને કોઈ બાબત આવશે તો પ્રશ્ર્ન પુછાશે.