રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઈમામ હુસેન અને તેમના ૭૨ સાીદારોને વહોરેલી શહાદતની યાદમાં મનાવવામાં આવતા મહોરમના પર્વ નિમિત્તે તાજીયા ઝુલુસ નિકળ્યા હતા. આજે તમામ મસ્જિદોમાં આસુરાની નમાજ પઢાશે. રાજકોટમાં મહોરમ નિમિત્તે સદર બજાર, કોઠારીયા કોલોની, જિલ્લા ગાર્ડન સહિતના વિસ્તારોના તાજીયાના વિશાળ ઝુલુસ નિકળ્યા હતા. રોશનીના ઝળાહળા સો કલાત્મક તાજીયા નિશ્ર્ચિત રૂટ ઉપર ઝુલુસ સ્વરૂપે ફર્યા બાદ રાત્રીના ૧ વાગ્યે ઠંડા થયા હતા. યા હુસેનના નારા સાથે સંખ્યાબંધ મુસ્લિમ બિરાદરો તાજીયાના ઝુલુસમાં જોડાયા હતા. રાજકોટની જેમ જ સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં મહોરમ પર્વ નિમિત્તે વિશાળ ઝુલુસ નીકળ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમોના પવિત્ર તહેવાર મહોરમની ઉજવણી અંતર્ગત ઠેર-ઠેર આકર્ષક સબીલો દ્વારા મહંમદ પયંગમ્બરના વંશજ એવા ઈમામ હુસેન અને તેના ૭૨ સાીઓએ ન્યાય માટે ખાધા પીધા વગર લડત કરી શહિદી વ્હોરી હતી ત્યારી મુસ્લિમો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરી માતમ મનાવવામાં આવે છે જે અંતર્ગત ગામે ગામ અને શહેરો, મહાનગરોમાં તાજીયા પડમાં આવ્યા હતા અને ઠેર-ઠેર તાજીયાના ઝુલુસ નિકળ્યા હતા જેને જોવા તેમજ સબીલના દર્શન કરવા હિન્દુ-મસ્લિમ બિરાદરો નીકળી પડયા હતા. આજે સાંજે તાજીયા ટાઢા કરાયા બાદ તાજીયા પાસે ઈમામ હુસેન અને તેના ૭૨ શહિદ સાીદારો સો પોતાના સ્વજનોને યાદ કરી માતમ મનાવાશે.