ભગવાનને જ્ઞાતિવાઇઝ ના વહેંચો, સાધુ-સંત બધાનો, સમગ્ર સૃષ્ટિનો છે: રમેશભાઈ ઓઝા
વાદ જ્ઞાનીઓ વચ્ચે થાય અને વિવાદ ના સમજ લોકો વચ્ચે થાય: હું માનું એ ધર્મ નહીં પણ ધર્મ કહે તેમ માનવું જોઈએ
સદગુરુ દેવશ્રી રણછોડદાસજી મહારાજના આશીર્વાદ વચ્ચે પૂ. હરિચરણદાસજી મહારાજના સાનિધ્યમાં શ્રી સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા ગોંડલમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ચાલતી ૧૦૮ પોથીજી શ્રીમદ ભાગવત કથામાં આજે હજારો ભાવિકોએ કથાનું રસપાન કરીને ધન્યતા અનુભવી હતી.
ભાગવત કથાના આજે છઠ્ઠા દિવસે ગોંડલના ભગવતસિંહજી રાજવી પરિવારના કુમારશ્રી જ્યોતિર્મયશ્રી હાજર રહ્યા હતા. તેઓની સાથે હાસ્ય કલાકાર સાયરામભાઈ દવે તેમના પિતાશ્રી વિષ્ણુપ્રસાદભાઈ દવે, જીતુભાઇ દ્વારકાવાળા, દેવકાના ભજનીક વાલાભાઈ, રાજકોટના હાસ્યકલાકાર તેજસભાઈ પટેલ, રાજકોટના એડવોકેટ અશ્વિનભાઈ રોશનિયા વિગેરે વ્યાસપીઠ પરથી પૂજ્ય ભાઈશ્રીના શુભાશિષ મેળવ્યા હતા. કથા સ્થળે ચાલતી ભોજનશાળામાં સેવા આપતા સહદેવસિંહ રાયજાદા અને તેમની ટીમની પ્રશંસા થતા તેઓએ પણ પૂજ્ય ભાઇશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા.
આ પહેલા કથા સ્થળે આચાર્ય જગદીશભાઈ શાસ્ત્રી તેમજ નિખિલભાઇ શાસ્ત્રીના સંયુક્ત ઉપક્રમે સંગીતમય વૈદિક પદ્ધતિથી તમામ યજમાનોને મહાપુજા કરાવાઈ હતી. કથા સ્ટેજ પરથી સુચારુ સંચાલન કરતા ઋષિકુમાર જણાવ્યું હતું કે આ કથા સત્યલોક, કૈલાશ કે વૈકુંઠમાં નથી. માત્ર ધરાધામ પર જ છે. આ રસ એ જ રાધા, કૃષ્ણ,અને મીરા છે. રાધા, મીરા, અને કૃષ્ણ રૂપી રસ જ્યારે પૂજ્ય ભાઇશ્રી ગોંડલ ખાતે પીવડાવતા હોય ત્યારે આ આનંદ રસ પિધા પછી માણસ હોંશમાં આવે છે.
છઠ્ઠા દિવસે કથાને આગળ ધપાવતા પૂજ્ય ભાઇ શ્રી રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે કથા નિરસ જીવનને સરસ બનાવી દે છે. નીરસતા હોય ત્યાં આનંદ ન હોય. જેના જીવનમાં આનંદ છે તેની પ્રત્યેક ક્ષણ ઉત્સાહ છે.
મર્યાદા રાખવા બાબતે પૂજ્ય ભાઇશ્રીએ જણાવેલ કે, લોક અને વેદ મર્યાદાના બંને કિનારા છે. જેની મર્યાદા રાખવી. મર્યાદામાં રહીને જીવવું એ જ ઉત્સવ. જ્યાં ધર્મ છે ત્યાં ત્યાં મર્યાદા છે. ધારણ કરવાથી જીવનમાં કલ્યાણ થાય તેનું નામ ધર્મ. ખાવાથી જાતને ના રોકી શકાય, હરામનું ખાવું તે ચોરી છે, અને એકલો ખાય તે પણ ચોર છે.
પૂજ્ય ભાઈ શ્રી એ એવું પણ જણાવેલ કે, પામવું અને આપવું તે યજ્ઞ ચક્ર છે તેને તોડે તે પાપી કહેવાય, સૃષ્ટિની હાર્મની ક્રિએટ અને મેન્ટેન થવી જોઈએ. કોઈને ન નડવું એ પણ મોટી સમાજ સેવા છે. વરસાદ વાદળોનો યજ્ઞ છે, કિસાન વાવે તે કૃષિ યજ્ઞ છે. સંવનન ઈન્દ્રિયોના તૃપ્ત કરવા માટે નથી, ભોગો ભોગવવાથી ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી. કામને જીતવા માટેની વ્યવસ્થા એટલે ગૃહસ્થા. ભોગવિલાસનું લાયસન્સ મળ્યું તેવું માનવું નહીં. વૈરાગ્ય પરાણે ના થાય, તે ફૂલની જેમ ખીલે છે.
ભાગવત કથા બધી કથા અને શાસ્ત્રોનો સાર છે તેવું જણાવી કથાને આગળ ધપાવતા પૂજ્ય ભાઇ શ્રી જણાવેલ કે અગ્નિ વાયુ અને સૂર્ય આ ત્રણ દેવની કાયમ પૂજા કરવી, હું માનું એ ધર્મ નહીં પણ ધર્મ કહે તેમ માનવું જોઈએ, ભક્તિમાં અનન્યતાનું મહત્વ છે.
સંતો, મહંતો અને ભગવાનને જુદા જુદા વાળા ઓ દ્વારા જુદી જુદી રીતે મનના લોકો ની આંખો ખોલતા પૂજ્ય ભાઇ શ્રી જણાવેલ કે ભગવાનને જ્ઞાતિ વાઇસ ના વેચો, સાધુ બધાનો છે અને સમગ્ર સૃષ્ટિનો પણ છે. ધર્મ એક દવા છે અને ક્યારેક રિએક્શન પણ આવે.
વાદ વિવાદ બાબતે પ્રકાશ ફેંકતા પૂજ્ય ભાઇ શ્રી જણાવેલ કે વાદ વિજ્ઞાનીઓ વચ્ચે ઉભો થાય છે, વિવાદ નાસમજ લોકો વચ્ચે થાય છે, બાદમાં જિજ્ઞાસા છે, વાદમાં રાગદ્વેષ કે અહંકાર ના હોય. બીજાની ભાવનાને ઠેસ પહોંચે તેવા કામ ન કરો. શ્રદ્ધા, પ્રેમ સંતો નો સથવારો ન હોય તો રામાયણ ના સમજાય. ધર્મને ટકાવવા સૌથી વધુ શ્રેય બહેનોના ફાળે જતો હોવાનું પૂજ્ય ભાઇશ્રીએ જણાવ્યું હતું.
મનુષ્યના સ્વભાવની વાત કરતા પૂજ્ય ભાઇ શ્રી એ જણાવ્યું હતું કે માણસ કાંદા અને લસણ નથી ખાતો પણ લાંચ ખાય છે, પાણી સાત ગરણે ગાળીને પીવે છે લોહી બધાના પીવે છે.
મોહનો અક્ષય એટલે મોક્ષ, ભગવાન ભજી લેવા, આત્મા ઉપર પ્રેમ હોય તે આધ્યાત્મિક થાય અને આત્મા ઉપર પ્રેમ ન હોય તે આંતકવાદી થાય.
કથા સમાપન પહેલા વીરપુર જલારામ મંદિર ના શ્રી રઘુરામ બાપા, રસિક રામબાપા, ગોંડલ મદનમોહન લાલજી મહારાજ હવેલીના મુખ્યાજી, મુખ્ય મનોરથ ચેતેશ્વર પુજારા પરિવાર વિગેરે ભાવિકોએ પૂજ્ય રમેશભાઈ ઓઝાનું ભાવ પૂજન કર્યું હતું.