વર્ષ ૨૦૧૭નો રેકોર્ડ તુંટુતુંટુ: ૨૦૧૩નો રેકોર્ડ પણ બ્રેક થશે?
સવારે ૨ કલાકમાં ભાવનગરમાં ૨॥ ઈંચ, વડીયામાં ૧॥ ઈંચ, મેંદરડા, જોડીયામાં ૧ ઈંચ: અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં સવારી વરસાદ
રાજ્યમાં મોસમનો ૧૧૦ ટકા વરસાદ: રવિવારે ૧૭૭ તાલુકાઓમાં મેઘમહેર, ખાંભામાં ૬ ઈંચ, કેશોદ, લીલીયા, વિસાવદરમાં ૪ ઈંચ, પોરબંદર, મહુવામાં ૩॥ ઈંચ, નખત્રાણા, જામકંડોરણામાં ૩ ઈંચ વરસાદ: બુધવાર સુધી ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે સવારી મેઘરાજાના મંડાણ યા છે. સવારે ૨ કલાકમાં ભાવનગરમાં ૨॥ ઈંચ, વડીયામાં ૧॥ ઈંચ, મેંદરડા અને જોડીયામાં ૧-૧ ઈંચ વરસાદ વરસી ગયો હતો. સવારી સૌરાષ્ટ્રના ૯ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો હોવાનું અહેવાલ મળી રહ્યાં છે. ચોમાસાની સીઝનમાં સૌી વધુ વરસાદનો વર્ષ ૨૦૧૭નો રેકોર્ડ તુટવાના આરે છે. ૨૦૧૩નો પણ રેકોડબ્રેક થાય તેવી આસાર વર્તાઈ રહ્યાં છે. આગામી બુધવારે સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગઈકાલે રવિવારે રાજ્યના ૧૭૭ તાલુકાઓમાં પડયો હોવાનું નોંધાયું છે. આજ સુધીમાં મોસમનો કુલ ૧૧૦ ટકા વરસાદ વરસી ગયો છે.
હાલ મોનસુન ટ્રફ બિકાનેર, જયપુર, જાંસી પરી પસાર ઈ રહ્યું છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં લો-પ્રેસર છે અને પૂર્વ-પશ્ર્ચિમ વિસ્તારમાં સેઅર ઝોન સક્રિય છે. સૌરાષ્ટ્ર ઝોન તેને લાગુ વિસ્તારોમાં સાયકલોનિક સકર્યુલેશન સક્રિય છે જેની અસરતળે આગામી ૩ દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારે પુરા તા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૨ જિલ્લાના ૧૭૭ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. કચ્છમાં નખત્રાણામાં ૩ ઈંચ, ભચાઉ, ભુજ અને મુદ્રામાં ૧ ઈંચ વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડામાં ૧॥ ઈંચ, ચોટીલા અને થાનગઢમાં ॥ ઈંચ, ચુડામાં ॥ ઈંચ, રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ૩ ઈંચ, ધોરાજી અને રાજકોટમાં ૧॥ ઈંચ, લોધીકા, જેતપુર અને પડધરીમાં ૧ ઈંચ, ઉપલેટા, જામકંડોરણા અને જસદણમાં ॥ ઈંચ, મોરબી જિલ્લામાં હળવા ઝાપટાી લઈ ॥ ઈંચ સુધી, જામનગર જિલ્લામાં જામનગર શહેરમાં ૨॥ ઈંચ, કાલાવાડમાં ૧ ઈંચ, ધ્રોલ, જામજોધપુર, જોડીયામાં ૧ ઈંચ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ૧, ભાણવડમાં ॥ ઈંચ, પોરબંદરમાં ૩॥ ઈંચ, રાણાવાવમાં ૧॥ ઈંચ, કુતિયાણામાં ૧ ઈંચ, જૂનાગઢના કેશોદમાં ૪ ઈંચ, માળીયા, મેંદરડામાં ૨॥ ઈંચ, વિસાવદરમાં ૪ ઈંચ, વંલીમાં ૨ ઈંચ, જૂનાગઢમાં ॥ ઈંચ, ગીર સોમના જિલ્લાના તાલાલામાં ૨ ઈંચ, અમરેલીના ખાંભામાં ૬ ઈંચ, લીલીયામાં ૪ ઈંચ, અમરેલીમાં ૨ ઈંચ, રાજુલામાં ૨ ઈંચ, સાવરકુંડલામાં ૧ ઈંચ, બગસરામાં ॥ ઈંચ, ભાવનગરના મહુવામાં ૩॥ ઈંચ, ભાવનગરમાં ૨ ઈંચ, જેસર, તળાજા, ગારીયાધાર, ઘોઘામાં ૧ ઈંચ, ઉમરાળામાં ॥ વલ્લભીપુરમાં ૧॥ ઈંચ, પાલીતાણામાં ૧ ઈંચ, સીહોરમાં ॥ ઈંચ જ્યારે બોટાદ જિલ્લાના બરવાળા અને બોટાદમાં ૧ ઈંચ જ્યારે ગઢડામાં ॥ ઈંચ વરસાદ પડયો હતો.
આજ સુધીમાં રાજ્યમાં મોસમનો ૧૧૦ ટકા વરસાદ વરસી ગયો છે. વર્ષ ૨૦૧૭માં ૧૧૨ ટકા વરસાદ પડયો હતો. જે રેકોર્ડ આજે તૂટી જાય તેવું લાગી રહ્યું છે. વર્ષ ૨૦૧૩માં રાજ્યમાં મોસમનો ૧૨૮ ટકા જેટલો વરસાદ પડયો હતો. આ રેકોર્ડ પણ બ્રેક થાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. આજે દક્ષિણ ગુજરાતના વનસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમના જિલ્લામાં ભારેથી અતિ ભારે જ્યારે પંચમહાલ દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, રાજકોટ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનામાં ભારેથી અતિ ભારે, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની જ્યારે બુધવારે નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે સવારી ૯ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરમાં સવારે ૨ કલાકમાં ૨॥ ઈંચ, અમરેલીના વડીયામાં ૧॥ ઈંચ, જૂનાગઢના મેંદરડા અને જામનગરના જોડીયામાં ૧ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત ઘોઘા, ગારીયાધાર, દ્વારકા, પોરબંદર, પડધરી, કુતિયાણા, સિંહોર, જૂનાગઢ, માણીયા મિયાણા, મહુવા, ઉપલેટા અને લીંબડીમાં વરસાદ પડી રહ્યો હોવાનું અહેવાલ મળી રહ્યાં છે.
ભાદર ડેમ પણ છલકાશે: ૦.૭૯ ફૂટ નવા પાણીની આવક સાથે સપાટી ૩૦.૨૦ ફૂટે
ડેમ ઓવરફલો વામાં માત્ર ૩.૮૦ ફૂટ જ બાકી: ૧૫ જળાશયોમાં પાણીની આવક
સૌરાષ્ટ્રનો દરિયો ગણાતો એવો ભાદર ડેમ પણ મેઘકૃપાી ઓવરફલો થાય તેવા સુખદ સંજોગો દેખાઈ રહ્યાં છે. નવું ૦.૭૯ ફૂટ પાણી આવતા ડેમની સપાટી ૩૦.૨૦ ફૂટ પહોંચી જવા પામી છે. અને હવે ડેમ ઓવરફલો વામાં ૩.૮૦ ફૂટ બાકી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૫ જળાશયોમાં નવા નીરની આવક વા પામી છે. ભાદર ઉપરાંત મોજ ડેમમાં ૨ ફૂટ, સોડવદરમાં ૧.૩૧ ફૂટ, ઈશ્ર્વરીયામાં ૦.૬૬ ફૂટ, બ્રાહ્મણીમાં ૦.૨૬ ફૂટ, ફૂલઝર-૧માં ૦.૬૬ ફૂટ, સપડામાં ૨.૮૫ ફૂટ, ફુલઝર-૨માં ૦.૮૯ ફૂટ, વિજરખીમાં ૧.૫૫ ફૂટ, ડાયમીણસારમાં ૧.૧૫ ફૂટ, રૂપાવટીમાં ૧.૯૮ ફૂટ, ગઢકીમાં ૦.૮૨ ફૂટ, વર્તુ-૨માં ૩.૯૪ ફૂટ, શેડાભાડરીમાં ૪.૪૩ ફૂટ, સીંધણીમાં ૩.૨૮ ફૂટ, વેરાડી-૨માં ૧.૨૮ ફૂટ અને સોરઠીમાં ૩.૫૧ ફૂટ પાણીની આવક થવા પામી છે. ૩૪ ફૂટે ઓવરફલો તાં ભાદરની સપાટી આજે ૩૦.૨૦ ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમમાં ૪૯૬૧ એમસીએફટી પારી સંગ્રહિત છે. ડેમ ઓવરફલો વામાં માત્ર ૩.૮૦ ફૂટે જ બાકી રહ્યો છે.