જયા અને જયેશને ખાસ શૈક્ષણિક પ્રોગ્રામ અંતર્ગત અભ્યાસ સાથે જોડવા ઉપરાંત પરિવારની રાશન કાર્ડ જેવી મૂળભૂત જરુરીયાતો વાઉએ સમયસર પૂરી કરી આપી છે
કેન્સર, એઇડસ જેવા ગંભીર રોગો તથા તમાકુ-ગુટકા – પાનમસાલો વગેરેની આદતો વાળા અનેક કિસ્સાઓ આપણે જોઇ લીધા, પરંતુ અમુક પરિવારો એવા પણ છે, જેમને વાઉની મદદ મળી હોય અને તેમના જીવનધોરણ સુધારી ગયા હોય, સોનુભાઇનો પરિવાર એમાંનો એકા પત્ની, માતા અને ત્રણ બાળકો સહીત કુલ છ વ્યકિતના પેટ ભરવા માટે ઘરની ફકત એક વ્યકિત કામ પર જાય એ તો કેમ પોસાય? આથી પતિ-પત્ની બંને ચંપલ, ચશ્મા, બેલ્ટ વગેરે નાની મોટી ચીજો વેચવા માટે બજારમાં નીકળી પડે સાંજ પડયે જેટલું કમાય એ લઇને ઘેર પોતાના બાળકો પાસે પરત ફરે. અમુક દિવસો તેઓ રોજગારી માટે બીજા રાજયોમાં પણ જાય છે. એ વખતે બાળકોની સારસંભાળ દાદીમાઁ રાખે ! ચાર વર્ષનો દીપ, ૬ વર્ષનો જયેશ અને ૯ વર્ષીય જયામાંથી એકપણ બાળક શાળાના પગથિયા ચડયું નહોતું, અભ્યાસ પરત્વે એમનો અભિગમ બદલાય એ માટે બે મહિના સુધી એમને વાઉ બસમાં વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી. પરિણામસ્વરુપ એમના માઁ બાપ પણસંતાનોને શાળામાં મૂકવા માટે સંમત થઇ ગયા છે કેવું રૂડું.