૩૭૦ કલમ હટયા બાદ કાશ્મીરમાં શાંતિ રહેતા પ્રતિબંધો હળવા થતા જ ‘કાશ્મીરી સફરજનો’નો વેપાર ધમધમી ઉઠ્યો
અચ્છે દિન આગયે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ આંતરરાજય વેપારને પૂન: બહાલ કરવા માટે પ્રતિબંધો હળવા કરતાની સાથે જ જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રી નગરમાં સફરજનના ખેડુતો માટે નવાયુગનો સૂર્યોદય થયો છે. જમ્મુ કાશ્મીરમાંથી ઉત્તર ભારતની બજારો માટે સફરજનના ૭૦૦ ટ્રકો બે દિવસમાં જ રવાના થયા હતા. ગુરૂવારે સેનાના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતુ કે કાશ્મીરમાં સફરજનનો વેપાર ધમધમવા લાગ્યો છે.
કલમ ૩૭૦ નાબુદ કરીને રાજયના વિશેષ દરજજો દૂર કરીને ભારત સાથે સંપૂર્ણ પણે ભેળવી દેવાના સરકારની કવાયતનાં પગલે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે જમ્મુ કાશ્મીરમાં કેટલાક નિયંત્રણ પગલાઓ લદાયા હતા. જે હવે હળવા કરવામાં આવી રહ્યા છે. જેથી કાશ્મીર ખીણમાં ચાલી રહેલી સફરજનની સીઝનમાં તેજીનો પવન ફૂંકાવા લાગ્યો છે. સોફીયાન જિલ્લામાંથી બુદવારે સફરજનની ૩૦૦ ટ્રક રવાના થઈ હતી બીજા ગૂરૂવારે સોયોરમાંથી ૪૦૦ ટ્રક સફરજન ભરીને જમ્મુ કાશ્મીરની સરહદ વટાવીને ભારતની મંડીઓ તરફ રવાના થયા હતા.
જમ્મુકાશ્મીરનાં અર્થતંત્રમાં સફણજનની ખેતીનું એક આગવું સ્થાન રહ્યું છે. દર વર્ષે સફરજનથી રાજયને ૧૦૦૦ કરોડની આવક થાય છે.
સફરજનને ઉતારવાની કામગીરી ઓગષ્ટ મહિનાના અંતથી શરૂ થાય છે. અને અન્ય રાજયોમાં તેની નિકાસ કરવામાં આવે છે. આ વખતે ઓગષ્ટ મહિનામાં પરિવહન બંધ હોવાથી ઓગષ્ટ મહિનો સફરજનના ખેડુતો માટે અપશુકનીયાળ બન્યો હતો. હવે પરિવહન સેવા શરૂ થતાની સાથે જ સફરજન ની ગાડીઓ ભરાવવા લાગી છે.નાફેડ સફરજનના ખેડુતોની મુશ્કેલીમાં સાથ આપવા આગળ આવ્યું છે. કાશ્મીર ખીણના સફરજનનો બાગાયતોના તમામ ખેડુતો પાસેથી પૂરતા અને પોષણક્ષમ ભાવોથી સફરજનની ખરીદી કરવાનું વચન આપ્યું છે.
સંસ્થાએ સીધા જ સફરજનના ખેડુતો પાસેથી તેમના ખેતરે જઈ માલની ખરીદી કરવાનું આયોજન કર્યું છે.સરકાર સમક્ષ નાફેડ સુરક્ષાના નિયમો હળવા કરવા નિર્દેશ કર્યા છે. નાફેડએ તમામ ત્રણ ગ્રેડના સફરજનો પૂરતા ભાવથી ખરીદવા તૈયારી દર્શાવી છે.
શ્રીનગર કલેકટર અને વિકાસ નિયામક શાહીદ ચૌધરીએ જણાવ્યું હતુ કે ખેડુતોને પ્રત્યેક ફળના પૂરેપૂરા ભાવ મળશે.
સેનાના અધ્યક્ષે કહ્યુંં હતુ કે હવે માત્ર સ્થિતિને પૂન: બહાલ કરવા માટે તમામ બાળકો શાળાએ જતા થાય તે સિવાય કઈ કરવાનું નથી ખીણ વિસ્તારના ખેડુતોના તૈયાર સફરજન ઉતર ભારતની બજારમાં રવાના થવા લાગતા ખેડુતો માટે ભર ચોમાસે દિવાળીનું વાતાવરણ સર્જાયું છે. ૭૦૦ ટ્રકો સફરજન રવાના થઈ ચૂકયા છે અને હજારો તૈયાર છે.