મુંબઈમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદે ભારે તારાજી સર્જી છે, અને આજે પણ હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી છે. આંકડા પર નજર કરીએ તો 36 કલાકમાં મુંબઈમાં 20 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે મુંબઈ અને ગુજરાત વચ્ચેનો રેલવે, રોડ અને હવાઈ સેવાઓ ઠપ થઈ ગઈ છે.
મુંબઈના તમામ રેલવે સ્ટેશન પર પાણી ભરાઈ જતાં આજે મુંબઇથી ગુજરાત વચ્ચેની ત્રણ ટ્રેન રદ કરવામાં આવી છે. ઉપરાંત રોડ રસ્તાઓ પણ ગળાડૂબ પાણી અને વિઝિબિલિટી ઘટતાં રોડ વ્યવહાર પણ ખોરવાયો છે. તેમજ ગુજરાતથી મુંબઈ થઈને જતી કેટલીક ફ્લાઈટ રદ તો કેટલીક 1 કલાકથી વધુ મોડી ઉપડી રહી છે.
ગુજરાતથી મુંબઈ થઈને જતી (સુરત-મુંબઈ સેન્ટ્રલ), (મુંબઈ સેન્ટ્રલ-સુરત) , (બાન્દ્રા ટી- વાપી), (અમૃતસર-બાન્દ્રા: આવતીકાલે પણ રદ),(દિલ્હી સરલ રોહિલા-બાન્દ્રા),(હરિદ્વાર-બાન્દ્રા),(અમદાવાદ-પૂણે) ફ્લાઈટ રદો થઈ છે.