સપ્ત ઋષિઓનાં નામ વશિષ્ઠ, કશ્યપ, અત્રિ, જમદગ્ની, ગૌતમ, વિશ્ર્વમિત્ર, ભારદ્વાજનાં નામનું સ્મરણ કરી પૂજન-અર્ચન-સ્નાન કરવું
હિન્દુ ધર્મમાં તહેવારોની દ્રષ્ટિએ ભાદરવો ખુબ જ મહત્વનો મહિનો છે. ભાદરવા સુદ પાંચમને ઋષિ પંચમી તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ આ તહેવાર ખુબ જ મહત્વનો છે. ધાર્મિક માન્યતા અનુસાર ઋષિ પંચમીનો દિવસ મુખ્યપે સાત ઋષિઓને સમર્પિત છે. આજનાં દિવસો જીવનનાં તમામ દોષોમાંથી મુકિત મેળવવા જપ-તપ અને ઉપવાસ કરવામાં આવે છે. આ જન્મ તેમજ પાછલા જન્મનાં દોષોમાંથી મુકિત પામવાનો દિવસ એટલે ઋષિ પાંચમ. આજનાં દિવસે સવારે વહેલા ઉઠી નિત્યકર્મ કરી સપ્તઋષિનું ધ્યાન ધરવું, તેમનું પુજન કરવું ઉતમ ગણાય છે.
આ સાથે જ ઋષિ પાંચમનું વ્રત કરવાથી નિરોગી બનાય છે. આરોગ્ય સારું રહે છે અને જીવનનાં દોષોમાંથી મુકિત મળે છે. આપણે સૌ ઋષિનાં વંશજો છીએ એટલે પૂર્વજોનાં આશીર્વાદ પણ મળે છે. ઋષિ પાંચમનું વ્રત કરવાથી નિરોગી રહેવાય છે. આરોગ્ય સારું રહે છે. આજનાં દિવસને સામા પાંચમ પણ કહે છે.
આ દિવસે ફકત કંદમુળ ખાવા, ઉપવાસ કરવાથી સમૃદ્ધિ વધે છે. ઋષિપાચમનાં દિવસે ખાસ કરીને બહેનો માટે સ્નાનનું મહત્વ વધારે છે. ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી કે પછી સ્નાન કરતા સમયે સપ્તઋષિ વશિષ્ઠ, કશ્યપ, અત્રિ, જમદગ્ની, ગૌતમ, વિશ્ર્વમિત્ર અને ભારદ્વાજ ઋષિનું નામ સ્મરણ કરવાથી ઘરમાં સુખ, શાંતી અને વૈભવની પ્રાપ્તિ થાય છે. રાજકોટમાં ત્રંબા પાસે આવેલા ત્રિવેણી સંગમમાં સ્થાનનું મહત્વ વધારે છે. આ સાથે દિવસ દરમિયાન ગમે ત્યારે સ્નાન કરી શકાય છે. જો ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું શકય ન હોય તો ગામની નદીમાં કે પછી ઘરમાં ગંગા, જમના, સરસ્વતીનું નામ લઈ જળ માથે ચઢાવવું અને ઋષિઓનાં નામનું સ્મરણ કરવું.