શેરી અને ચોક ગુંજશે હવે,
એક જ નાદ ગણપતિ બાપા મોરિયા
ઢોલને ધૂનથી થાય સ્વાગત ત્યારે
જ્યારે આવશે ગણપતિજી
ક્યાંક સ્થાપના થશે નાના સ્વરૂપમાં
ક્યાંક થશે ભવ્ય સ્વરૂપમાં
સંગ લાવે તહેવાર ગણપતિજી
થશે આગમન જીવનમાં
બસ હવે ઉમંગ અને ઉત્સાહનું
કારણકે પધારશે આંગણે ગણપતિજી
ક્યાંક દેખાશે ભગવાનના રૂપ નવા
ક્યાંક હશે નવી વિષયવસ્તુ પર શણગાર
ક્યાંક લાગશે લાંબી લાઈનો
ક્યાંક વહેંચાશે પ્રસાદના
લાડવા મોતીચૂરના તો ક્યાંક ટોપરાના
ક્યાંક જોડાશે ભક્તોની લાગણીઓ
ક્યાંક શોધાશે સવાલોના જવાબો
ક્યાંક જોડાઇ ભક્તો વાસ્તવિકતામાં
ક્યાંક ભક્તો ખોવાઈ શણગારમાં
ક્યાંક યોજાય કાર્યક્રમો ભક્તિના
ક્યાં રંગાઈ રંગો જીવનના
ક્યાંક જોડાઈ જીવન ભક્તિમાં
કારણ આ ક્ષણ આવી ગણપતી સ્થાપનાની…