ગોવિંદભાઈ સહિત એમનાં પાંચ સભ્યોનાં પરિવારના માથા ઉપરથી અન્ન વિષયક સમસ્યાઓ ઘટી ગઈ છે, કારણ કે તેમનું રાશનકાર્ડ બનાવી આપવામાં આવ્યું છે
જરૂરીયાતમંદ લોકોનાં જીવનમાં વ્યાપેલા પ્રકાશને જોઈને માણસનું મન આપોઆપ સ્મિત કરવા લાગે છે. સ્વજનને સહાય કર્યા જેટલી ખુશી આ કામમાંથી મળે છે. એવું વાઉ પ્રોજેકટનાં પ્રત્યેક સ્વયંસેવકોએ અનુભવ્યું છે. ગોવિંદભાઈ રાજભોઈનાં પરિવારને વાઉ પ્રોજેકટ કેવી રીતે ઉપયોગી સાબિત થયો એના વિશે જરાક ઉંડાણમાં જાણીએ. ગોવિંદભાઈ કાન સાફ કરવાનું કામ કરે છે, જયારે એમના પત્ની જુદા-જુદા ઘરકામ આર્થિક સ્મિતિ આમ તો નબળી, છતાં જેમ-તેમ કરીને રોટલો નીકળી જાય. ૧૦ વર્ષની જયા, ૯ વર્ષનો જયેશ અને ૭ વર્ષનાં દીપુની સમજદારી તો એટલી કે ર્માં-બાપ પોતાને બીજા બાળકોની જેમ શાળાએ કેમ નથી મોકલતા એ અંગે પૃચ્છા પણ ન કરે! પરિવારનાં કોઈ સભ્ય પાસે લખવા-વાંચવાનું જ્ઞાન નહોતું. વાઉની મદદથી મળેલી પ્રેરણા બાદ ગોવિંદભાઈએ પોતાના સંતાનોને સરકારી શાળામાં ભણવા માટે મૂકયા. એમણે વચન આપ્યું કે ભલે પૈસા કે સમયની અછત મહેસુસ કરવી પડે, એમ છતાં બાળકોનો અભ્યાસ નહીં અટકે ! વાઉ પ્રોજેકટનાં સ્વયંસેવકોએ ખુલ્લા દિલે એમને આવકાર્યા. એમની રોજબરોજની સમસ્યા ઉપર ચર્ચા કરી. રાજભોઈ પરિવારનાં દરેક સભ્યનાં આધારકાર્ડ બની જવાથી તેઓની જિંદગી કેટલી સરળ થઈ ગઈ, તેનો અનુભવ તેઓ સૌ કરી રહ્યા છે.