પરંપરાગત શાસ્ત્રોકત વિધિથી કરાશે સ્થાપના; અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર આખુ ગણપતિમય બની રહ્યું છે. ત્યારે શહેરનાં મહારાષ્ટ્ર મંડળ દ્વારા છેલ્લા ૧૯૩૦થી ગણપતિ સ્થાપના કરવામાં આવે છે. જેમાં આ વખતે મહારાષ્ટ્ર મંડળે ખાસ ઈકોફેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે. તેમજ મરાઠી પરંપરા ગત શાસ્ત્રોકત વિધીથી સ્થાપના કરવામાં આવશે.
સ્થાપ્નાથી વિસર્જન સુધી શાસ્ત્રોકત વિધિથી પૂજન કરીએ છીએ: વૈશાલી માનસેતા
અબતક સાથેની વાતચીતમાં વૈશાલી માનસેતાએ જણાવ્યું કે ગણપતી મહોત્સવ દરમિયાન અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીએ છીએ જેમાં મરાઠી પ્રોગ્રામ વધારે હોય છે. સ્થાપનાથી લઈને વિસર્જન સુધી અમારે ત્યાંથી શાસ્ત્રોક પધ્ધતિ અને મહારાષ્ટ્ર સ્ટાઈલથી પૂજન અને વિસર્જન થાય છે.
માટીની મૂર્તિ બેસાડવા અમારી સર્વેને અપીલ: એલ.ડી. વાઘમારે
અબતક સાથેની વાતચીતમાં એલ.ડી. વાઘમારેએ જણાવ્યું કે તેઓ રાજકોટના સચીવ છે. અને ૧૯૩૦થી ગણપતિની સ્થાપના અમે કરીએ છીએ. જૂના ગણપતિમાંથી આ છે અને રાજકોટના સૌથી જુના ગણપતી આ છે અને આજે રાજકોટ ગણેશમય બની ગયું છે. અને બધાને પ્રેરીત કરીએ છીએ કે માટીની મૂર્તિ બેસાડો અમારા ગણપતી માટીના ગણપતી છે. અને શાસ્ત્રોથી અમે તેમનું પૂજન કરીએ છીએ અને આ ગણપતીનો સત છે જે બધાને ફળે છે.
માત્ર ગણેશ ચતુર્થીએ સિધ્ધિ વિનાયક મંદિરના ગર્ભગૃહને ભકતજનો માટે ખુલ્લુ મુકાશે: કાર્તિક કુંડલીયા
રાજકોટના કાલાવાડ રોડ ખાતે રાજકોટનું એકમાત્ર ગણપતિનું મંદિર આવેલ છે. ગણેશચતુર્થી આવી રહી છે તેને ધ્યાને રાખી સિધ્ધિવિનાયક ગણપતિ રાજા મંદિરે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગણેશચતુર્થીના દિવસે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ અંગે કાર્તિક કુંડલીયા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે રાજકોટના બધા મંદિરોમાં ગણપતિ હોય જ છે. પરંતુ ગણપતિ દાદાનું સ્પેશ્યલ મંદિર સિધ્ધિ વિનાયક રાજા મંદિર એક જ છે. સામાન્ય દિવસોમાં આ મંદિરના ગર્ભગૃહમાં કોઈ પણ વ્યકિતને પ્રવેશવાની અનુમતિ નથી. પરંતુ તા.૨જી સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીના દિવસે ફકત એક જ દિવસ માટે મંદિરના ગર્ભગૃહને ભકતજનો માટે ખૂલ્લુ મૂકવાના છીએ. ગણેશચતુર્થીના દિવસે સાંજે ૯ થી ૧૧ દરમિયાન ખાસ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના મહાન કથાકાર રામેશ્ર્વરભાઈ હરિયાણી પણ ઉપસ્થિત રહેશે. તથા જતીનભાઈ જોષી દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવશે તથા ઘણા નામાંકીત લોકો ૨જી તારીખ ગરેશ ચતુર્થીના દિવસે ઉપસ્થિત રહેશે.