ભવનાથ તીર્થ ક્ષેત્રમાં ઉત્સવનો માહોલ, ભારતભરમાંથી આવેલા સાધુ સંતોના સ્વાગત
જુનાગઢ ભવનાથ તીર્થ ક્ષેત્રમાં શ્રી પંચ દસનામ જૂના અખાડા ના મહામંડલેશ્વર જયશ્રીકાનંદ ગીરી ના આગમન સાથે સાધુ સંતો અને મહંતો માં ઉત્સવનો માહોલ છવાઇ જવા પામ્યો હતો નાના અને ગરીબ બીમાર સાધુ સંતો તેમજ નાની ધાર્મિક જગ્યાઓ માટે સતત છુટા હાથે દાન-ધર્માદો દક્ષિણા આપતા મહામંડલેશ્વર જયશ્રીકાનંદ ગીરી ના આગમન થી જૂનાગઢ અને સોરઠ શહીદ દેશભરના સાધુ સંતોમાં આનંદનું મોજુ ફરી વળ્યો હતો છેલ્લા ગણતરીના દિવસોથી ભવનાથ તીર્થ ક્ષેત્રમાં ઉત્સવનો માહોલ છવાયો છે સતત ધુવાડા બંધ ખટ દર્શન સાધુ સમાજના ભંડારા ચાલી રહ્યા છે ત્યારે જયશ્રીકાનંદ ગીરીજી ને શ્રી પંચ દશનામ જૂના અખાડા ગીરનાર ક્ષેત્રના પીઠાધીશ્વર જાહેર કરાતા સાધુ સંતો ભૂદેવો તેમજ ગરીબ ભીક્ષુક વર્ગમાં વિશેષ ખુશી જોવા મળી હતી .
અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જુનાગઢ શ્રી પંચ દસનામ જુના અખાડા ના પ્રેમ ગીરી મહારાજ અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ જુના અખાડાના અન્ય વરિષ્ઠ મહામંડલેશ્વર સરોજિની ગીરીજી સહિતના અનેક વરિષ્ઠ સંતો-મહંતો અને હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિમાં મહામંડલેશ્વર જયશ્રીકાનંદ ગીરીજી ને ગિરનાર ક્ષેત્રના પીઠાધીશ્વર જાહેર કરાતા જુનાગઢ ગીરનાર ક્ષેત્રમાં ઉત્સવનો માહોલ છવાઇ જવા પામ્યો હતો મુખ્યત્વે ગીરનાર ક્ષેત્રમાં શિવરાત્રી તેમજ ગિરનારની લીલી પરિક્રમા દરમ્યાન સાધુ-સંતોના મેળાવડા જોવા મળે છે પરંતુ જુના અખાડાના આ મહામંડલેશ્વર નિયમિત રીતે ગરીબ સંતો-મહંતો ઓછી આવક વાળી ધાર્મિક જગ્યાઓ બીમાર સાધુ-સંતો અને અને ભિક્ષુકો ની મદદ માટે સતત તત્પર રહે છે અને તેમની આ હોદ્દાપર વરણીથી રીતસર સાધુ સંતોનો મોટો સમુહ જૂમી ઉઠ્યા હતા સાથે મહામંડલેશ્વર જયશ્રીકાનંદ ગીરી ના આગમનથી અમુક આંગળીના વેઢે ગણાય તેવા લેભાગુ તત્વોના સીધા પત્તા કપાતા તેમજ અખાડાના પંચ સહિતના અન્ય હોદ્દેદારો પાસે કાય ન ઉપજતા તેમના પેટમાં ઉકળતા તેલ રેડાયા હતા જયશ્રીકાનંદ ગીરીના આગમન સાથે જ ભવનાથ તીર્થ ક્ષેત્રમાં ખટ દર્શન સાધુ સમાજના ધુવાડા બંધ ભંડારા ઓના આયોજન કરવામાં આવ્યા હતા આ ઉપરાંત બેન્ડવાજા ઓ સાથે પાલખીયાત્રા ઓપણ આ ક્ષેત્રમાં ફરી હતી ભારતભરમાંથી સાધુ સમાજનો મોટો સમૂહ હાલ ગીરનાર ક્ષેત્રમાં આવતા સાધુ સંતો નો વધુ એક ઉત્સવ જામ્યો હોય કેવો માહોલ જામ્યો હતો.