મહાપાલિકા અને ઈન્ટરનેશનલ એજન્સી વચ્ચે ૩ પ્રોજેકટ પર એમઓયુ કરી મ્યુનિસિપલ કમિશનર તરીકેની કામગીરી શરૂ કરી જે નેશનલ સ્પોર્ટસ ડેમાં ફિટ ઈન્ડિયા મુવમેન્ટનાં લોન્ચિંગ સુધી સતત ધમધમતી રહી: રાજકોટની પસંદગી સ્માર્ટ સિટી તરીકે થવી તે સૌથી મોટી ઉપલબ્ધી
રાજકોટનાં ૨૯માં મ્યુનિસિપલ કમિશનર તરીકે બંછાનિધી પાનીએ ૨૯/૯/૨૦૧૬નાં રોજ ચાર્જ સંભાળ્યો હતો. ૩ વર્ષનાં કાર્યકાળમાં તેઓએ રંગીલા રાજકોટને ૧૪૯ અવનવા પ્રોજેકટોની ભેટ આપી હતી હવે જયારે તેઓની નિમણુક સુરતનાં મ્યુનિસિપલ કમિશનર તરીકે કરવામાં આવી છે ત્યારે તેઓને રાજકોટવાસીઓ ખરાદિલથી શુભેચ્છા પાઠવી રહ્યા છે અને પાનીને હંમેશા રાજકોટ યાદ રાખશે તેવી લાગણી વ્યકત કરી રહ્યા છે. મહાપાલિકા અને ૩ ઈન્ટરનેશનલ એજન્સી વચ્ચે ૩ પ્રોજેકટ પર એમઓયુ સાઈન કરી શરૂ કરવામાં આવેલી કામગીરી નેશનલ સ્પોર્ટસ ડેનાં દિવસે રાજયકક્ષાની ફિટ ઈન્ડિયા મુમેન્ટનાં લોન્ચિંગ સુધી સતત ધમધમતી રહી હતી.
મ્યુનિસિપલ કમિશનર તરીકેનાં ૩ વર્ષનાં કાર્યકાળમાં તેઓએ ગરીબ કલ્યાણ મેળા યોજી હજારો લાભાર્થીઓને લાખો રૂપિયાની હાથોહાથ સહાય આપી ૨૦૧૬માં રાજકોટમાં ૪૨ કિલોમીટરની ફુલ મેરેથોન યોજાય હતી. જાહેરમાં શૌચક્રિયા અટકાવવા માટે ખાસ અભિયાન હાથ ધરાયું, બિલ્ડીંગમાં ઉર્જા બચાવવા માટે યુનોનાં બિલ્ડીંગ એફીશીયન્સી એકસેલેન્ટ પ્રોજેકટ વિશે વર્કશોપ યોજાયો, સૌની યોજના હેઠળ આજીડેમમાં નર્મદાનાં નીર ઠાલવવા માટે પાઈપલાઈન પાથરવાનું કામ પાંચ વર્ષમાં પૂર્ણ થયું, રેસકોર્સને ડિજિટલ સ્ટ્રીટની ઓળખ અપાઈ અને ફ્રી વાઈફાઈ સુવિધા શરૂ કરવામાં આવી, સફાઈ કે સિતારે અંતર્ગત સફાઈ કામદારો સાથે સેલ્ફી લેવાથી તેઓનાં ઉત્સાહમાં વધારો થયો, પેવરકામમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ થયો, ૫૩,૫૦૦થી વધુ સ્ટ્રીટ લાઈટને એલઈડીમાં પરીવર્તીત કરાઈ, બીઆરટીએસનાં પ્રવાસીઓ માટે ફ્રી વાઈફાઈ સુવિધાનો પ્રારંભ કરાયો, એકસપ્રેસ ફીડર લાઈન સાથે ન્યારીથી વધારાની એક પાઈપલાઈનનું જોડાણ, આજી નદી શુદ્ધિકરણ અભિયાન, હેકેથોન-૨૦૧૭નું આયોજન, સૌની યોજના અંતર્ગત આજીમાં નર્મદાનાં નીર વધાવવા માટે વડાપ્રધાનને બોલાવવા, દિવાળી કાર્નિવલમાં ૭૦૦થી વધુ રંગોળીઓની સ્પર્ધાનો વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં સ્થાન મળ્યું, ઓર્ગેનિક વેસ્ટમાંથી ખાતર બનાવવાની માહિતી અપાઈ, બેસ્ટ મોબેલિટી માટે રાજકોટને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ દિલ્હી ખાતે રાજકોટ આઈવે પ્રોજેકટનું સચોટ પ્રેઝન્ટેશન, આલ્ફેડ હાઈસ્કુલમાં મહાત્મા મ્યુઝિયમનું નિર્માણ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે વિવિધ શ્રેષ્ઠ કામગીરી માટે રાજકોટને એવોર્ડ ગાર્ડન એકઝીબીશન કમ ફલાવર શો, આજી રીવરફ્રન્ટ પ્રોજેકટને આગળ ધપાવ્યો, સ્વચ્છતાની થીમ પર ૨૦૧૮માં અદભુત મેરેથોનનું આયોજન, કરદાતાઓની સુગમતા માટે કાર્પેટ એરિયા કેલ્યુકેશન નામની વેબસાઈટ, નેશનલ અર્થ ઓવર કેપીટલ બનવા માત્ર રાજકોટ સહિત ૩ શહેરોની પસંદગી, ૫૦ ઈલેકટ્રીક બસ ખરીદવા માટેનો નિર્ણય, એરપોર્ટ ઓથોરીટી દ્વારા રાજકોટને ૫ બસ ફાળવવામાં આવી, વિરાટ જળસંચય અભિયાન, સુજલામ-સુફલામ યોજના, ઓનલાઈન બિલ્ડીંગ પરમિશનમાં રાજકોટ પ્રથમ ક્રમે, સ્માર્ટ સિટીનાં ત્રીજા રાઉન્ડમાં રાજકોટ પ્રથમ ક્રમે, એકવા યોગ, રેસકોર્સમાં અદ્યતન મ્યુઝિક સિસ્ટમ, આજીડેમ ખાતે ૧૪૫ કિલોવોલ્ટની સોલાર સિસ્ટમ, મીની ટીપર દ્વારા ગાર્બેજ કલેકશનની કામગીરીમાં ટ્રેક સિસ્ટમ વસાવવામાં આવી.
આ ઉપરાંત ગોંડલ ચોકડીએ ટ્રાફિકની સમસ્યા હલ કરવા ફલાય ઓવરબ્રીજની સાથે ૪ કરોડનાં ખર્ચે નવા એલીવેટેડ રેમ્પનું નિર્માણ, સ્માર્ટ સિટી સમિટનું આયોજન, વોટર બીલમાં ૨૨ કરોડની બચત, રેસકોર્સ-૨ અને અટલ સરોવર આસપાસ ધનિષ્ઠ વૃક્ષારોપણ, અમૃત યોજના અંતર્ગત ૪૪૪ કરોડનાં પ્રોજેકટને મંજુરી, કલાયમેન્ટ ચેન્જ માટેનાં એવોર્ડ માટે રાજકોટની પસંદગી, શહેરને નર્મદાનાં નીર અવિરત મળી રહે તે માટે માળીયા કેનાલનાં પમ્પીંગ સ્ટેશન ચાલુ કરાવ્યા, નેશનલ કેપીટલ ઓફ ઈન્ડિયા એવોર્ડ, ૧૮ જાહેર ટોઈલેટને મોર્ડન બનાવાયા, શ્રેષ્ઠ સફાઈ કામદારોને સન્માન કરવાની મહાપાલિકાની પહેલને કેન્દ્ર સરકારે બિરદાવી. સુકો-ભીનો કચરો અલગ-અલગ કરવાની લાખો પિયાની બચત થઈ જેવા પ્રોજેકટો તેઓએ હાથ ધર્યા હતા.
આ ઉપરાંત ચિત્રનગરીથી રાજકોટનાં સ્લમ વિસ્તારની સકલ બદલી, ટ્રાફિક સર્કલ અને સ્કલચપથી શહેરની સુંદરતામાં વધારો થયો, કલાયમેન્ટ ચેન્જ પ્રોજેકટમાં રાજકોટ ૪ અબજ ડોલરનું જંગી મુડી રોકાણ આકર્ષી શકે છે તેવા વર્લ્ડ બેંકનાં ઈન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશનનો રીપોર્ટ, ગુજરાતમાં સૌપ્રથમ ઘેર-ઘેર પાનીનાં મીટર મુકવાનો આરંભ, ત્રિકોણબાગ ખાતે ઈલેકટ્રીક જાહેર શૌચાલય, ઓડીએફ પ્લસ પ્લસનો દરજજો, ૫૧ મોસ્ટ પાવરફુલ સ્માર્ટ સિટી લીડર એવોર્ડ માટે રાજકોટની પસંદગી, કાર્પેટ એરિયા આધારીત મિલકત વેરાની આકારણી, એર્ફોડેબલ હાઉસીંગ માટે રાજકોટને પસંદગી, ન્યારી ડેમમાં નર્મદાનાં નીરની ઠાલવણી, સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં ૯મું સ્થાન પ્રાપ્ત કર્યું, સ્માર્ટ સિટી ૧૯ માટે રાજકોટનું કવોલીફાય થવું, સ્માર્ટ સિટીનાં ૩ તળાવ ઉંડા ઉતાર્યા, ૨૪ કલાક દુકાન ખુલ્લી રાખવાનો પરીપત્ર પ્રસિઘ્ધ કર્યો, જાહેરમાં ચાલુ વાહને પાન-માવા-ગુટખા થુકવા પર ઈ-મેમો મોકલવાનું શરૂ કરાયું, લોકોનાં સાથ-સહકારથી ૨ લાખ વૃક્ષોનું વાવેતર સહિતનાં ૧૪૯ અવનવા પ્રોજેકટ અને યોજનાઓની ભેટ મ્યુનિસિપલ કમિશનર તરીકેનાં ૩ વર્ષનાં કાર્યકાળ દરમિયાન બંછાનિધી પાનીએ રાજકોટને આપી છે.