સમય અમૂલ્ય ગણવામા આવે છે. વ્યવહાર કુશળ અને ઉદામીલોકો પોતનું કામ સમયસર સમયની સાથે અને ઝડપથી કરવા માટે જાણીતા હોય છે. જે લોકો સમયનો જરાપણ વેડફાટ કરતા નથી તે વિકાસનો સ્વાદ માણી શકે છે. આધુનિકયુગના તમામ આવિષ્કારો માનવશ્રમ અને સમય બચાવી કામ પૂરૂ કરવાના હેતુ સાથે ચાલે છે.ત્યારે વિશ્વમાં જાણીતા અલીબાબા ગ્રંથ ઓફ ફાઉન્ડર ઉદ્યોગપતિ જેકમા એઆઈ ટુલ્સ આર્ટિફીશ્યલ ઈન્ટેલીજીયન્સથી સમયનો બચાવ કરીને સફળ થનારા લોકોમાં મોખરે છે.જેકમાએ ગૂરૂવારે યોજાયેલી વર્લ્ડ આર્ટીફીશિયલ ઈન્ટેલીજીયન્સ કોનફરન્સમાં એઆઈ ટેકનોલોજીથી આખા દિવસનું કામ માત્ર ૪ કલાકમા જ કરી શકાય અને હવે દિવસમાં આખા દિવસ તનતોડ મહેનત કરવાને બદલે આધુનિક ટેકનોલોજી અને શિક્ષણ વ્યવસ્થાથી અઠવાડીયામાં માત્ર ૧૨ કલાક કરી આખા સપ્તાહનું કામ કરી શકાય તેવી વ્યવસ્થા ઉપલબ્ધ બની છે. ત્યારે દરેક ઉધમી લોકોએ ‘એઆઈ’ ટુલ્સના ઉપયોગથી જીવનનો કિંમતી સમય બચાવીને પોતાનો અંગત જીવન અને પારિવારિક જીવન માણવું જોઈએ.વિજળીનું ઉદાહરણ આપીને જેકમાએ જણાવ્યું હતુકે ટેકનીકલ વિકાસથી સમય કેવી રીતે બચાવી શકાય છે. વિજળીની શકિત હવે લાકડા કાપવાવાળાનેણ આખુ ઝાડ કાપવા માટે આખો દિવસ કુહાડા પછાડવા પડતા નથી. કટરથી આ કામ ગણતરીની મીનીટોમાં જ થઈ શકે છે. અને શ્રમજીવી પણ ઓછા દિવસમાં વધુ કામ કરીને રાહત અનુભવી શકે છે. એઆઈથી નોકરીઓ છીનવાશે એ વાતમાં દમ નથી. પરંતુ તે લોકોને મદદ કરી રહ્યું છે. કોમ્પ્યુટરમાં ચીપ હોય છે. પરંતુ માણસ પાસે હૃદય હોય છે. બુધ્ધિ હૃદયમાંથી આવે છે. કોમ્પ્યુટર ભલે ઝડપથી સારૂ અને વિપુલ કામ કરતુ હોય પરંતુ તેને ચલાવવા માટે તો માણસની બુધ્ધિની જ જરૂર પડે છે. જેકની આ વાતને ટેસલાના સીઈઓ પણ સમર્થન આપ્યું છે. અગાઉ જેકમાના અઠવાડીયામાં આઠ કલાક ઓછુ કામ કરવાની વાત કરી ત્યારે તેમની ટીકા થઈ હતી તેમણે જણાવ્યું હતુ કે હવે આઠ કલાક કામ ઠસરડા કરવાની જરૂરીયાત નથી હવે બળના બદલે બુધ્ધિનો યુગ આવ્યો છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા