એકશન ફિલ્મ વિજયપથ, ડ્રામાથી ભરપુર ‘કુટુંબ’ અને લવ, રોમાન્સ, ઇમોશનથી ભરપુર ફિલ્મ મોન્ટુની બિટ્ટુ ઓગષ્ટમાં થઇ હતી રિલીઝ
ઓગષ્ટ મહિનામાં ત્રણ અર્બન ગુજરાતી ફિલ્મો રીલીઝ થઇ જેમાં વિજય પથ, કુટુંબ અને મોન્ટુ ની બિટ્ટુનો સમાવેશ થાય છે. આ ત્રણે ફિલ્મો અલગ અલગ કેટેગરીની છે જેમાં બે ઓગષ્ટે રીલીઝ થયેલી ફિલ્મ વિજયપથ જેના પ્રોડયુસર શૈલેષ શાહ ડીરેકટર જયેશ ત્રિવેદી છે અને સ્ટાર કાસ્ટમા પ્રતિશ વોરા, હેમાંગીની કાજ, નિરાલી જોષી, દિલીપ દરબાર, ચેતન દહીયા છે આ ફિલ્મ બોલીવુડ મુવી સિંધમ જેવી છે જેમાં પોલીસ સિસ્ટમની મોહતાજ નથી જેવા ડાયલોક છે ખુબ જ સારી એકશન મુવી છે જો કે આ મુવીને દર્શકોએ ઓછો પ્રતિસાદ આપ્યો જયારે ૧૬ ઓગષ્ટે રીલીઝ થયેલી કુટુંબ ફિલ્મ તેના નામ જેવી જ ડ્રામા ફિલ્મ છે આ ફિલ્મમાં પોતાની કેરીયર બનાવવા ગયેલા પિતાને પાછા લાવવા જતી એક દીકરીની વાર્તા છે. આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર, આકાશ શાહ, પ્રિતલ ઓબેરોય મુખ્ય ભુમિકામાં છે જો કે ફિલ્મમાં ડ્રામાં વધુ હોવાથી ઓછો પ્રતિસાદ આપ્યો.
જયારે ૨૩ ઓગષ્ટે રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ મોન્યુ ની બિટ્ટુ ને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મના ડીરેકટર વિજયગીરી બાવા છે જયારે સ્ટાર કાસ્ટમાં આરોહી પટેલ, મૌલિક નાયક, મેહુલ સોલંકી અને હેમાંગ શાહ છે. જયારે ફિલ્મના લેખક રામ મોરી છે. આ ફિલ્મનું શુટીંગ અમદાવાદની પોળમાં કરવામાં આવ્યું છે. સંપૂર્ણ પારિવાહિક ફિલ્મ અને ખુબ જ મજા પડે તેવી આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
આ અંગે ફિલ્મના ડિરેકટર વિજગીરી બાવા જણાવે છેે કે ફિલ્મને અમદાવાદ સહીત સૌરાષ્ટ્રમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેથી અમને ખુબ જ આનંદ આવી રહ્યો છે અને એવું લાગી રહ્યું છે કે અત્યાર સુધીની તમામ મહેનત ફળી છે ફિલ્મના ગીતો, મ્યુઝીક અને ડાયલોગ ડીલીવરીએ લોકોને જકડી રાખ્યા.