ફોજદાર જયદેવે જમાદાર સો ખાનગીમાં ચેમ્બરમાં એવી જ વર્તણુંક કરી જેવી સરપંચપતિએ તલાટી મંત્રી અને પટ્ટાવાળા સો જાહેરમાં કરી હતી !

સરપંચપતિ-૨

તળાજા ફોજદાર જયદેવે દિહોરના તલાટીકમ મંત્રી ને કહ્યુ મને અમે લાગે છે કે સરપંચપતિએ પટ્ટાવાળાને માર માર્યો છે આથી પટ્ટાવાળાની જ ફરીયાદ લઈ એ તો સારૂ રહેશે. ફરીયાદ દસ્તાવેજી પુરાવો થાય અને એક સાક્ષી પોલીસ જમાદાર ગુન્હો દાખલ કરનાર વધે, તમે દાર્શનીક સાહેબ બનો. પરંતુ તલાટીએ પોતાની ફીલોસોફી રજુ કરી કહ્યુ ” સાહેબ બુંંદ સે ગઈ વો હોજ સે વાપસ નહિ આતી હવે ફરીયાદ કરવાનો કોઈ અર્થ નથી કેમ કે સાચા, સજજન અને સ્વમાની વ્યકિતને માર કરતા પણ અપમાન વધુ અસહ્ય છે. તેના માટે આવા દુષ્ટ લોકો દ્વારા થયેલૂ આવા અપમાન પછી જીવવા કરતા તો મૃત્યુ વધુ સારૂ છે. જયદેવે કહ્યુ અરે યાર “કુતરાઓને થોડી ખબર હોય છે કે વ્યકિત સાચી, સજજન અને સ્વમાની છે ? તેનો સ્વભાવ તો ગમે તેને ભસવાનો હોય છે તેનું થોડુ અપમાન લગાડાય ? આ સાંભળી તલાટીને કાંઈક માનસીક રાહત થઈ હોય તેમ લાગ્યુ અને તેઓ પટ્ટાવાળાને ચેમ્બરમાં લઈ આવ્યા.

જયદેવે પટ્ટાવાળાને પુછી પુછીને વિગતવારની ફરીયાદ બનાવ જે રીતે બન્યો હતો તે પ્રમાણે નોંધી લીધી અને સરપંચપતિ વિરૂધ્ધ ભારતીયદંડ સહિતાની કલમ ૩૩૨, ૫૦૪ મુજબ ગુન્હો દાખલ કરવા પી.એસ.ઓ. ને આપી દીધી. જયદેવનો એવો અનુભવ હતો કે જો પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અધિકારી પોલીસ સ્ટેશનમાં આવતા તમામ અરજદારોને થોડા ઘણા પણ સાંભળે અને જરૂરી હોય તેવી ફરીયાદો જાતે જ નોંધી લઈ પી.એસ.ઓ.ને ગુન્હા દાખલ કરવા આપે તો તે પોલીસ સ્ટેશન વિસ્તારની કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતી અરધી તો એમ ને એમ જ શાંત થઈ જાય કેમ કે અરજદારો અલગ અલગ વિસ્તારોમાંથી આવતા હોય જે તે વિસ્તારની વાસ્વીક પરિસ્થિતીથી અમલદાર વાકેફ થાય , બનાવથી વાકેફ થાય, ત્યાંના લોકોની મુશ્કેલી સમજી શકે અને પોતે તેમાં સામેલ થતા ખરેખર ગુનેગારો કોણ કોણ છે તે ગુન્હામાં પડદા પાછળના કલાકારો કોણ છે તે જાણી શકે છે અને તે નકકી કરી શકે કે ખરેખર કોને કોને કેવો બોધપાઠ આપવાની જરૂરત છે કે જેથી ભવિષ્યે કોઈ ગુનેગાર, કોઈ સંગઠન કે કોઈ જુથ આવી ગુન્હાકીય પ્રવૃતિ કરી આમ જનતા ને ત્રાસ આપતા પહેલા સો વખત વિચાર કરે કે આ પોલીસ મુકશે નહિ. આથી જનતાને તો શાંતિ થાય જ પણ ભવિષ્યે પોલીસને તેની અનેક પ્રકારની કાર્યવાહીમાં પણ એટલી જ સરળતા થાય છે.

પીએસઓ એ ગુન્હો દાખલ કરી જયદેવેને પુછયુ આ તપાસ દીહોર આઉટ પોસ્ટના જમાદાર તરફ મોકલી આપુ ? જયદેવે પુછયુ કેમ જમાદાર તરફ ? પીએસઓ એ જવાબ આપ્યો “સાહેબ અહિ આવી તપાસો જમાદાર જ કરે તેવી પ્રથા છે વળી આ માં રાજકારણ કુદી પડવાનું છે તમારા સ્વભાવ મુજબ તમે બાંધછોડ કરશો નહિ અને રાજકીય ખટપટ થશે. જયદેવને નવાઈ લાગી આથી પીએસઓને કહ્યુ ” જમાદાર આ રાજકીય ખટપટ નથી આ કાયદેસરની કાર્યવાહી કરતા સરકારી કર્મચારી ઉપરનો હુમલો એટલે કે સરકારના પ્રતિનીધી એટલે સરકાર ઉપરનો જ હુમલો તે બહુ ગંભીર બનાવ છે જે ભવિષ્યની કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ માટે બહુ મોટો પડકારજનક ગુન્હો છે. જો આવી બાબત ઉપર અત્યારથી જ બરાબર ધ્યાન આપવામાં નહિ આવે તો ભવિષ્યે પોલીસ સ્ટેશનમાં તમારી પણ આ હાલત મને તો દૃષ્ટિગોચર થાય છે જો સરકારી કર્મચારી કાયદેસરની કાર્યવાહી જ ન કરી શકે તો તે લોકશાહી નહિ મધ્યયુગીન મારે તેની તલવાર તેવી પીંઢારા શાહિ કહેવાય, તલાટીતંત્રી તે ગામડાના કલેકટર અને આઉટપોસ્ટના જમાદાર તે વિસ્તારના પોલીસવડા છે જો તેઓ જ સલામત ન હોય તો જનતા નું શું વિચારવા નું ? આમ કહી જયદેવે તે તપાસ જાતેથી સંભાળી જીપમાં તલાટી તથા પટ્ટાવાળાને બેસાડી દીહોર ગામ તરફ પ્રયાણ કર્યુ.

આમ તો તપાસમાં દીહોર ખાતે ખાસ કાંઈ કરવાનું ન હતુ. નજરના સાક્ષી તલાટીમંત્રી તો સાથે જ હતા પરંતુ ગ્રામપંચાયત કચેરીનું બનાવવાળી જગ્યા તરીકે પંચનામું કર્યુે તથા જે સજજન આગેવાને તલાટીમંત્રીને આશ્ર્વાસન આપી હિંમત તથા ઉત્સાહ વધારેલ અને આઘાતમાંથી બહાર લાવી તળાજા પોલીસ સ્ટેશને મોકલનાર સાહેદનું નિવેદન નોંધ્યુ આમ પુરાવાકિય રીતે તો તપાસ પુરી થઈ પરંતુ આરોપી સરપંચપતિની તપાસ કરતા તે હજુ ગાંધીનગર બંગલે જ મુકામ કરી રહ્યો હતો. વધુમાં હવે પોલીસ અને તેમાંય ફોજદાર જયદેવ જાતે દીહોર તપાસમાં આવ્યાનું જાણ્યા પછી તેના માટે દુ:સ્વપ્ન જેવા સંજોગો ઉભા થવાના હતા તે નક્કિ હતુ. તેથી તેના પડનાર પ્રત્યાધાતો માટે જયદેવે પણ વાસ્તવીક અને માનસીક તૈયારીઓ શરૂ કરી દીધી. તપાસ તળાજા પોલીસ પાસેથી લઈને અન્ય કોઈને સોંપાઈ જાય અને સરપંચપતિ કોઈ અઘરી કાયદેસરની કાર્યવાહી વગર મોજથી ચાલ્યો જાય તો દીહોર ગામમાં તો તેની દાદાગીરીનો વટ પડી જાય અને નબળા પોચા લોકો તેનાથી વધારે ડરવા લાગે અને તેના નાટકો વધી પડે તેથી તપાસ ના કેસ પેપર્સ પુરાવાકીય રીતે સજજડ તૈયાર કરી કેસ ડાયરીમાં પણ ભવિષ્યે પડનાર કાયદો અને વ્યવસ્થા ઉપરની છાપ વિગેરે જાહેરહિતના વાકય પ્રયોગો કરી લખી નાખી.

એક પછી એક દિવસો વિતતા જતા હતા પરંતુ આરોપીનો કોઈ પતો ન હતો. જયદેવે દિહોર જમાદારને બરાબર દમ-મારી સુચના કરી હતી કે આરોપીની અરધી રાત્રે પણ અવશ્ય તપાસ કરવી આ દમ ના પ્રત્યાધાત બરાબર પડયા પોલીસ વડાએ જયદેવને ટેલીફોનથી પુછયુ કે દિહોરની શું બબાલ છે ? આથી જયદેવે વિગતવારની બનાવ અને તેના પ્રત્યાધાતો સબંધે ની વાત પોલીસવડાને કરી દીધી કે આ તો ” ડોશી મરે તેનો વાંધો નહિ પણ જમ ખોરડા ભાળી જાય તેનો વાંધો છે આથી પોલીસ વડાએ કહ્યુ તે વાત તો ખરી જ છે ને ? તમે સાચા છો સંકોચ રાખ્યા વગર ઉદાહરણરૂપ કાર્યવાહી અને તપાસ કરો છો તે બરાબર છે.

આ સમય દરમ્યાન બીજા એક અગત્યના ગંભીર ગુન્હાની તપાસ જયદેવ પાસે આવી જતા જયદેવે દીહોર જમાદારને જરૂરી તાકીદ કરી આ તપાસ હંગામી ધોરણે સોંપી અને તેના માર્ગદર્શન મુજબ જ આગળ કાર્યવાહી કરવા જણાવ્યુ. જમાદાર આમેય નબળા અને કાગળ કામના તો નબળા ઉપરાંત કાયર પણ હતા આ તો કોઈ રાજકીય વગથી દીહોર આઉટ પોસ્ટમાં નિમણુંક મેળવી મોજ કરતા હતા.

બે ચાર દિવસ પછી એક વખત જયદેવની નાઈટ રાઉન્ડ ડયુટી હોય બપોરના બાર વાગ્યે પોલીસ સ્ટેશનમાં આવ્યો એટલે પી.એસ.ઓ. એ કહ્યુ “સાહેબ ગાંધીનગરથી માનનીય મંત્રીશ્રીનો ફોન આપના માટે હતો. જયદેેવને થયુ હતું “અબ આયા ઉંટ પહાડ કે નીચે સામાન્ય રીતે જયદેવનો નિયમ હતો કે તે જયારે ચેમ્બરમાં બેઠો હોય ત્યારે બીજા કોઈએ વચ્ચે ટેલીફોન ઉપાડવા નો જ નહિ. પોતે જાતે જ તમામ ટેલીફોન લેતો કેમ કે સમગ્ર વિસ્તાર ની જીવંત માહિતી તેનાથી મળી રહેતી. પરંતુ આ વાત સાંભળી ને તેણે પી.એસ.ઓ.ને કહી દીધુ હવે તમામ ટેલીફોનો તમારે જ ઉપાડવાના અને પોતાનું કોઈ પુછે તો કહેવાનું સાહેબ તપાસમાં બહાર છે આમ ને આમ બીજા ત્રણેક દિવસ નીકળી ગયા. દરરોજ ગાંધીનગર થી જયદેવ માટે ટેલીફોન આવે પણ પી.એસ.ઓ. પઢાવેલ પોપટ જેમ જવાબ આપી દે કે સાહેબ બહાર તપાસમાં છે.

આથી સત્તાધારી પક્ષના તાલુકા કક્ષાના એક અગ્રગણીએ પોલીસ સ્ટેશનમાં આવી ને જયદેવ થી મુલાકાત કરી અને નમ્રતા થી કહ્યુ “સાહેબ, દીહોરની આવી નાની અમથી વાતનું તમે ખુબ જાડુ કાંતી નાખ્યુ ! જયદેવે તેમને કહ્યુ “અરે તમારૂ નામ તો તટસ્થ અને ન્યાયીક બાબતોમાં તાલુકા આખામાં અગ્રેસર છે અને તમે આવી વાત કરો છો ? આથી તેઓ જરા સંકોચાયા અને કહ્યુ “ખરી વાત છે સરકારી કર્મચારીની કાયદેસરની કાર્યવાહીમાં આવી દાદાગીરી અને ગુંડાગીરી તો ચલાવી લેવાય નહી પણ આ તો રાજકારણ છે અમારે આવવુ પડે તેથી આવ્યો છુ. પરંતુ હવે જયારે હું આવ્યો જ છુ તો મારૂ કાંઈક રાખો. “જયદેવે તેમને કહ્યુ તલાટી અને પટ્ટાવાળા સાથે સરપંચપતિ એ જે વર્તન કર્યુ તેવું વર્તન હું તમારી સાથે એક જ મીનીટ કરીને તમારી માફી માંગી લઉ તો તમને ન્યાય મળ્યાનો સંતોષ થાય? ઉદાહરણ રૂપ વ્યવહાર કહેવાય ? તેનો જનતામાં સંદેશો કેવો જાય ? આથી આ અગ્રગણી બોલ્યા “સાહેબ સાવ સાચી વાત પણ અમારે તો આવવું જ પડે ને ? “જયદેવે કહ્યુ તમે તમારી રાજકીય ફરજ અદા કરો પરંતુ આ બાબત એક વ્યકિતની પ્રતિષ્ઠાની છે, જીંદગી ની છે અને તમે સત્તાધીશો જે કાયદા અને નિયમો બનાવો છો તેની અમલવારી કરનાર કર્મચારી માટે જો હું કાંઈ કાર્યવાહી ન કરૂ તો તેની મનોદશા શું થાય ? દરેક કર્મચારી કાયદો અને નિયમોના ઉલ્લંધન જોયા જ કરે અરે તે પણ આવા લોકોને ઉલ્લંધન કરવામાં મદદરૂપ પણ લાગે તો કાયદાનું શાસન કયાં રહ્યુ ? આથી તેઓ એ કહ્યુ “મારે તે બાબત હવે કાંઈ ભલામણ કરવી નથી પરંતુ મારે ઉપર જવાબ શુ આપવો ? આથી જયદેવે કહ્યુ ” મેં જે તમને આ સઘળું કહ્યુ તે જ લોકશાહીના હીતમાં અને “સર્વજન સુખાય સર્વજન હિતાય છે આથી આ જ સંદેશો ઉપર પહોંચાડો અને રાજકીય ગંદકી પણ સાફ કરો. “ચા-પાણી પીને અગ્રગણી તો હંસતા ચહેરે ગયા પણ મનમાં ઘણો વિષાદ હશે કેમ કે સમગ્ર તળાજા તાલુકામાં આ સરપંચપતિના કિસ્સાથી ચકચાર મચી હતી અને આ અગ્રગણી શુ કરીને આવે છે તેના પર સમગ્ર જનતાથી નજર હતી કે પટ્ટાવાળા તલાટીને ન્યાય મળે છે કે રાજકારણનો વિજય થાય છે ખાસ તો વિપક્ષના રાજકારણીઓ તો દુરબીન રડાર વિગેરે ગોઠવીને બેઠા હતા કે ફોજદાર જયદેવ ન્યાય કરે છે કે એક ને ગોળ અને એક ને ખોળ વાળી નિતી અખત્યાર કરે છે.

તે પછી બે દિવસ બાદ જયદેવ સાડા અગીયારેક વાગ્યે પોતાની ચેમ્બરમાં કામ કરી રહ્યો હતો. તેવામાં ગજકેસરી ઉતાવળે ઉતાવળે ચેમ્બરમાં ઘસી આવ્યા અને કહ્યુ “શું સાહેબ સરપંચપતિને પોલીસ સ્ટેશનનો ઉંબરો પણ દેખાડયા વગર સીધો કોર્ટમાં રજુ કરી દીધો ? જયદેવ ને પણ નવાઈ લાગી તેથી પુછયુ ” શું વાત કરો છો ? આ સાંભળીને જયદેવને આઘાતનો ઠીક પણ કરેલ તમામ ગોઠવણ પાણીમાં ડુબતી દેખાઈ અને તલાટીને ન્યાય માટે આપેલુ વચન ફોક થતુ જણાયુ આથી તે ઉશ્કેરાટમાં આવી ગયો અને સમજી ગયો કે નકિક દીહોરના જમાદારે કાંઈક લોચો માર્યો લાગે છે.

તે સમયે તળાજાનું પોલીસ સ્ટેશન અને કોર્ટ બિલ્ડીંગ શેત્રુંજી નદીના કાંઠે જુના ગામમાં કોટની રાંગ પાસે હતું. તળાજાની સાંકડી ગલીઓમાંથી પસાર થઈ તળાજીયા ડુંગરની એક દમ નજીક બરાબર નદી કાંઠે આવતા પ્રથમ પુર્વાભિમુખ જુનવાણી ગઢ જેવો મોટો ડેલો આવે ઉતરે આશરે ત્રિસેક ફુટ ઉંડી શેત્રુંજી નદીના કિનારા ઉપર ગઢની જુની રાંગ હતી ડેલામાં પ્રવેશ કરતા જ દક્ષિણ બાજુ ગડેરો અને પછી વકીલોનો રૂમ અને પછી કોર્ટની કચેરી તથા ડેલાની બરાબર ઉપર જ અને વકીલરૂમની ઉપર બીજા માળે કોર્ટ બેસતી કોર્ટની દક્ષિણે મામલતદાર કચેરી અને ટ્રેઝરી ગાર્ડ સબ જેલ હતી આ તમામ મકાનો ડેલામાં એક કપાઉન્ડમાં જ હતા બીજો કોઈ રસ્તો ન હતો. આ મકાનો પુરા થતા ચાલવાના માર્ગ પછી પશ્ર્વિમ દિશાએ ઉંચા પડથારનું મકાન અને જગ્યા પોલીસ સ્ટેશનની હતી. પરંતુ પોલીસ સ્ટેશનનું ફળીયુ પુરૂ થતા જ ઉતરે ગઢની જુની રાંગ પુરી થતા જ ત્રીસ ફુટ ઉંડી શેત્રુંજી નદીનો પટ હતો. આખા સંકુલની દક્ષિણે બે ત્રણ મકાનો મુકીને સીધા ચઢાણ વાળો તળાજીયો ડુંગર હતો. આથી આ ડેલામાં એક વખત દાખલ થયેલો આરોપી નાસી જઈ શકે તેવી કોઈ શકયતા જ ન હતી. આથી કોન્સ્ટેબલ ગજકેસરીને તાત્કાલીક ડેલા ઉપર જઈ ઉભા રહી આરોપી કોઈ પણ સંજોગો ચાલ્યો ન જાય તે માટે મોકલી આપ્યો. રાયટર અડેલાજીને પોલીસ સ્ટેશનનું એરેસ્ટ રજીસ્ટર લઈ આવવા જણાવ્યુ. એરેસ્ટ રજીસ્ટરમાં જોતા તેમાં આરોપી સરપંચપતિની કોઈ નોંધ હતી નહિ. આથી અડેલાજી તથા કોન્સ્ટેબલવાળાને સમજાવીને તાત્કાલીક કોર્ટમાં મોકલીને દીહોર જમાદાર તથા આરોપીને પોલીસ સ્ટેશને લઈ આવવા રવાના કર્યા.

નસિબ જોગે(કોના ? કેવા ?) આરોપી સરપંચપતિને કોર્ટમાં રજુ કરવાનો રીપોર્ટ હજુ કલાર્કના ટેબલ ઉપર જ પડયો હતો. જો કે જમાદાર તથા આરોપીના વકીલ કલાર્કને જલ્દી આ રીપોર્ટ ઈન્વર્ડ કરી મેજીસ્ટ્રેટ સાહેબ પાસે મોકલવા જણાવતા હતા પરંતુ કલાર્ક ને આવી ઉતાવળથી શંકા જતા તેણે રીપોર્ટ ઈરાદાપુર્વક બાજુ ઉપર રાખીને અન્ય કામ કરતા હતા તે સમયે જ વાળા અને અડેલાજી તે ટેલબ ઉપર પહોંચી ગયા અને દીહોર જમાદારને પુછયુ કે તમે આરોપીની પોલીસ સ્ટેશનમાં કરવાની કાયદેસરની કાર્યવાહી કર્યા સિવાય જ રજુ કર્યો તેનું કાંઈ કારણ ? જમાદાર ગલ્લા તલ્લા કરતા હતા. ત્યાં કલાર્કે જ કહ્યુ હજુ રીપોર્ટ ક્યાં રજૂ યો છે લ્યો આ પાછો. આી વાળા એ તે રીપોર્ટ આરોપી અને દીહોરના ના જમાદારને લઈને પોલીસ સ્ટેશનમાં લાવી ફોજદાર જયદેવ સમક્ષ રજુ કરી દીધા !

જયદેવે પ્રથમ વાળા અને ગજકેસરીને સરપંચપતિને પી.એસ.ઓ. પાસે લઈ જવાનું કહીને ચેમ્બરનો દરવાજો બંધ કરી દીહોર જમાદરની પુછપચ્છ ચાલુ કરી કે શું કોઈ નવો ક્રીમીનલ પ્રોસીજર કોડ કાયદો અમલમાં આવ્યો છે કે આરોપીની કોઈ કાયદેસરની નોંધ કે કાર્યવાહી કર્યા સિવાય અને મેં ખાસ સુચના કરી હોવા છતા સીધો જ કોર્ટમાં રજુ કરવો ? જમાદાર ગળગળા થઈ ગયા અને બોલ્યા ના સાહેબ પણ મને એવો શરમાવ્યો કે મારે આ કરવુ પડયુ હું કોર્ટમાં આરોપીને રજુ કરી ને અટક કરવાની નોંધ પાછળથી પોલીસ સ્ટેશનમાં કરવા આવવાનો હતો અને ફીંગર પ્રિન્ટ, ફોટો, વિગેરે અમે અમારી રીતે દીહોર ખાતે લેવાના હતા. જયદેવે જમાદારને પુછયુ કે સરપંચપતિએ તલાટી અને પટ્ટાવાલા સાથે આવુ વર્તન કર્યુ તેવુ ભવિષ્યે તે તમારી સાથે કરી શકે ખરો ? આથી જમાદારે કહ્યુ હા સાહેબ. આ સરપંચપતિ આવો જ છે તેણે આ અગાઉ કેટલીય વ્યકિત સાથે આવુ કર્યુ છે આથી જયદેવે જમાદારને કહ્યુ તમને નથી લાગતુ કે આ આરોપી ભવિષ્યે આવુ વર્તન કરતા પહેલા સો વખત વિચાર કરે તે માટે બરાબર પાઠ ભણાવવો જોઈએ ? જમાદારે કહ્યુ હા સાહેબ જયદેવે કહ્યું તો તમે મારા કહ્યાં મુજબ કેમ ન કર્યુ ? શું ઠાકુર ને હીજડો કી ફોજ બનાઈ હૈ ? અને ખુરશીમાંની ઉભા થઈ જમાદાર પાસે જઈ સરપંચ પતિએ જેવુ વર્તન તલાટી અને પટ્ટાવાળા સાથે કર્યુ હતુ તેની એક ઝલક તેને પણ દેખાડી દીધી અને સ્ટેશન ડાયરીમાં જમાદારની આવી ગેરકાયદેસર કાર્યવાહી સબબ નોંધ કરવા જતા જ અડેલાજી દોડયા અને બોલ્યા રહેવા દયો સાહેબ પોલીસ વડા બહુ કડક છે આને સસ્પેન્ડ જ કરી નાખશે. જમાદાર કરગરી પડયા અને હવે ભવિષ્યે ભુલ નહિ થાય તેમ જણાવતા આ સરપંચ-પતિ વિ‚ધ્ધની તપાસ પાછી સંભાળી લીધી અને આરોપી સરપંચપતિને ચેમ્બરમાં બોલાવી સરકારી-વાના-ખાત્રી કરીને બાબા સુટ સ્થિતીમાં કસ્ટીમાં બેસાડી તેની જમવા વિગેરેની વ્યવસ્થા કરી દીધી.આ એપીસોડના સમાચાર વિજળી વેગે ચારેય તરફ ફેલાઈ ગયા. લોકો હંસતા હતા કે યે તો હોના હી થા રાજકીય ટેકેદારો થાકી ગયા પણ જયદેવની આરોપી સરપંચપતિની પુછપચ્છ બે દિવસે પણ પુરી ન થઈ. પરંતુ આ સમય દરમ્યાન કોઈ મિત્રો કે સગા સંબંધી પણ સરપંચપતિ ને મળવા પોલીસ સ્ટેશન તરફ ગયા જ નહિ કેમ કરીને જાય ? લોકશાહીનું વસ્ત્રાહરણ એમ કરાય ?

આખરે એક સજજન અને મજબુત મનના નાગરીક આરોપી સરપંચપતિને મળ્યા. સરપંચપતિને સમજાવ્યુ કે સરકારી કર્મચારીઓ સરકાર વતી કામ કરતા હોય છે. તે સરકારી સતા આગળ આવૂં ગાંડુ શાણપણ ન કરાય અને ભવિષ્યે ભુલ નહિ થાય તેમ માફી માગી સુધરી જવાની બાહેધરી આપવા સમજાવ્યો. આથી સરંપચપતિએ જયદેવ પાસે માફી માંગી ભવિષ્યે સરકારી કર્મચારી તો શું કોઈ આમ જનતામાં પણ આવું વર્તન નહિ કરવાની બાહેધરી આપી અને કાયદા પાલનની પ્રતિજ્ઞા લઈને વિનંતી કરી કેમને હવે જાહેરમાં આર રીતે બાબા શુટમાં ન લઈ જાવ તો તમારી ભલાઈ. આથી જયદેેવે ત્રિજે દિવસે સરપંચપતિને કોર્ટમાં રજુ કર્યો. આરોપી એ જામીન ઉપર છુટીને સીધા દિહોર જઈ તલાટી, પટ્ટાવાળા અને જમાદારને પોતાના કારણે જે સહન કરવાનું આવ્યુ તે બદલ માફી માંગી લીધી.

તે પછી ના દિવસે દીહોર જમાદાર, તલાટી અને ગ્રામપંચાયતનો પટ્ટાવાળો તળાજા આવ્યા અને જયદેવ ને મળ્યા. આજે તલાટીના ચહેરાની ચમક કાંઈક જુદી જ હતી મોઢા ઉપર ગૌરવની આભા છવાઈ ગઈ હતી. તેણે જયદેવનો આભાર માન્યો કે સાહેબ તમે મને બચાવી લીધો હવે હું કદી આત્મહત્યાનો વિચાર નહિ કરુ પટ્ટાવાળો તલાટી આભાર વશ થઈને રવાના થયા. બાદ જમાદારે પોલીસના જવાનોને કહ્યુ સાહેબે મને તો અધોગતિમાં જતો રોકયો ઉપરાંત ખાતાની લાજ પણ રાખી લીધી. હવે દીહોરમાં તમામ લોકો અમો કર્મચારીઓને માનની નજરે જોવા લાગ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.