૩૧ અને ૧લી સપ્ટેમ્બરનાં રોજ કચ્છ તેમજ સૌરાષ્ટ્રનાં બ્યુટીશીયન બહેનો પોતાનું હુન્નર બતાવશે: આયોજકો અબતકને આંગણે
સુંદર દેખાવું કોને ન ગમે…લેડીઝની સુંદરતાને ચાર ચાંદ લગાડતા બ્યુટી પાર્લર દ્વારા એક ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં સૌપ્રથમવાર બ્યુટી મેલા એકસપો-૨૦૧૯નું આયોજન ૩૧ અને ૧ સપ્ટેમ્બરનાં રોજ કાલાવડ રોડ, નોબલ હાઉસ, જલારામ પેટ્રોલપંપની બાજુમાં કરવામાં આવ્યું છે. આ એકસ્પોનાં ઓર્ગેનાઇઝર બંસી એન્ટરપ્રાઈઝ (લાખાજીરાજ રોડ) નીતીનભાઈ પટેલ અને કુમ-કુમ બ્યુટી પાર્લર અને એકેડેમીનાં પ્રોપરાઈટર અંજુબેન પાડલીયા છે કે જેઓ આ ઈન્ડસ્ટ્રીમાં ૨૦૦૩થી સંકળાયેલા છે.
આ એકસપોમાં રાજકોટનાં કાદંબરી દેવી જાડેજા તેમજ વિખ્યાત ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (જડ્ડુ)નાં ધર્મપત્ની રિવાબા જાડેજા અને ખાસ લખનઉથી પધારેલ મીસ ચૌહાણનાં હસ્તે દિપ પ્રાગટય થશે. આ સિવાય રાજકોટનાં ઘણા મહેમાનો આ બ્યુટીમેલા એકસપોમાં ઉપસ્થિત રહેશે. આ બ્યુટી વેળામાં સમગ્ર ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાંથી બ્યુટીશીયન બહેનો આવી પોતાનું હુન્નર બનાવશે. આ સુંદર એકઝીબીશનમાં બ્યુટીપાર્લરને લગતી તમામ પ્રોડકટસ, જવેલરી અને ચોલીનું વેચાણ પણ થશે અને મનોરંજન માટે પણ ઘણા બધા જાણીતા લોકો ત્યાં આવશે. ફેશન શો તેમજ ગુજરાત લેવલે એવોર્ડ મળશે તો આ પ્રકારનાં સુંદર આયોજનને લઈ આયોજકોએ અબતકની મુલાકાત લીધી હતી.
આ આયોજનમાં સૌરાષ્ટ્ર બ્યુટી કલબનાં ચિરાગભાઈ વાઘેલા, પંકજભાઈ પટેલ, એચ.કે.કલબનાં પારૂલબેન માનવ કલ્યાણ મંડળનાં મુકેશભાઈ મેરજા અને નંદુ એજયુકેશનનાં કિરણભાઈ પટેલ કે જેઓ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. મહત્વનું છે કે, આ બ્યુટી મેલા એકસપો સવારે ૧૦ વાગ્યે શરૂ થઈ ૬ વાગ્યે પુરો થશે અને દર એક કલાકે સ્કિનકેર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર કટ, રેમ્બવોક એવોર્ડ એમ જુદા-જુદા પર્ફોમસ સ્ટેજ ઉપરથી નિહાળવા મળશે. આ કાર્યક્રમને ચાર ચાંદ લગાડવા માટે ગુજરાત રાયજીંગ સ્ટાર અંજુ પાડલીયાની સાથે મીસીસ કાવ્યા જેથવા રેમ્પ પર પોતાનું પર્ફોમન્સ મનાવશે. વધુ માહિતી માટે મો.૭૬૯૮૬ ૬૬૮૧૮ ઉપર સંપર્ક કરવા અનુરોધ છે.