મહાદેવળી નદીનાં કાઠે બિરાજતા ખીરેશ્ર્વર મહાદેવનો મહિમા અપરંપાર રાજકોટથી દુર 18 કિલોમીટર રાજકોટ કાલાવડ હાઇવે ઉપર આવેલ ખીરસરા ગામે પૌરાણીક ખીરેશ્ર્વર મહાદેવ નુ શિવ મંદિર આવેલ છે.જેનો જીર્ણોધ્ધાર 1948 કરવામાં આવેલ ત્યાર બાદ 2011મા નવુ મંદિર બનાવવામાં આવેલ છે.
આશિવ મંદિર મા શ્રાવણ માસ ના ચાર સોમવાર ના 108 દિવડાની દિપમાળા કરવામાં આવેછે દર સોમવારે દશઁન માટે ભકતો ની ભિળ જોવા મળે છે અને શ્રાવણ માસ ના છેલ્લા દિવસો એટલે બારસ તેમજ તેરસ ના ગામની તમામ મહિલાઓ પીપળા ને પાણી રેડવા આવેછે તેમજ મહિલાઓ દ્વારા ધુન કિર્તન તેમજ વારતા કરવામાં આવે છે.
અમાસના દિવસે એટલે કે શ્રાવણ માસ ના છેલ્લા દિવસે પુરૂષોપિપળાને પાણી પાવા આવેછે આમ પવિત્ર શ્રાવણ માસ મા ભક્તો ની સારી એવી ભીડ જોવા મળે છે