સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રની રજુઆત ધ્યાને લઈ એસટી દ્વારા ભાવનગર અને અમદાવાદ વચ્ચે રોજની એક ટ્રીપ વોલ્વો બસની ચાલુ કરેલ છે. જે ભાવનગર એસ.ટી. થી સવારે અમદાવાદ જવા ૬.૧પ કલાકે ઉપડશે અને તેવી જ રીતે અમદાવાદાથી ભાવનગર આવવા સાંજે પ.૩૦ કલાકે ઉપડશે.
બસનું ભાડુ ૩ર૪ રૂપિયા છે. જીએકઆરટીસીની એપ એન્ડ્રોઈડ ફોનમાં ડાઉનલોડ કરી બુક કરાવવાથી ૧૦ ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ સુવિધાનો ભાવનગરની જનતાને લાભ લેવા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી જણાવવામાં આવ્યું છે. આ માટે ચેમ્બરે વાઈસચેરમેન અને મેનેજીંગ ડિરેકટર, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનો આભાર વ્યકત કરેલ.