મેષ (અ,લ,ઈ)
ચિંતા તથા ગુસ્સા પર હળવો કંટ્રોલ રાખવો, પિતની તાસીર વાળા જાતકો એ વિશેષ તકેદારી રાખવી સંભળવું. આડેધડ ખર્ચા કરવાં કાપ મુકવો, તેમજ આ સપ્તાહે ખર્ચા વધી જવાની સંભાવના. દુષિત યોગ વાળા જાતકો એ ખાસ સંભાળવું, તેમ જ કુંડલીમાં વિશિષ્ટ રોગ ધરાવતાં મેષ રાશિના જાતકો માટે સારુ સપ્તાહ. બહારી સંબંધ કે આકર્ષણનો અણધાર્યો અંત થવાની સંભાવના પરંતુ, આગળ જતાં આ સપ્તાહ દરમ્યાન બંધાયેલ આકર્ષણ સંબંધ અપરાધ તરફ લઈ જશે. ૨, ૨૯, ૩૦ ઓગસ્ટના સાનુકુળ દિવસો. આ સપ્તાહ ચતુર્થ વર્ગના નોકરીયાત માટે સારુ નીવડશે
સિંહ (મ,ટ)
આ સપ્તાહ દરમ્યાન કેટલાંક અધુરા રહેલા જુના કાર્યો પુરા થશે. નજીકના મિત્રો, સ્નેહીઓ વચ્ચે નાની નાની વાતે પ્રતિકુળતા સર્જાવા સંભાવના, તેમજ પારિવારીક સંબંધોમાં મનદુ:ખ ન થાય એ માટે તકેદારી લેવી. બજારોમાં વટઘટના કારણે લાભ સાથે હળવું નુકશાન થવા વકી, આ સપ્તાહે થોડો પરિશ્રમ રહેવા સંભાવના. વાહન સંભાળીને ડ્રાઈવ કરવું, દેશ કે પરદેશમાં રહી ઉચ્ચ અભ્યાસ કરતા છાત્રો માટે આ સપ્તાહ પણ સારુ રહેશે. ૨૫, ૨૬, ૨૯ ,૩૦ ઓગસ્ટના દિવસો સાનુકુળ નીવડશે.
મિથુન (ક,છ,ઘ)
આ સપ્તાહ દરમ્યાન સખત પરિશ્રમ રહેવાની શકયતા. બોલીને બગડી ગયેલા સંબંધો સુધરતાં જણાય. નિષ્ઠાવાન અધિકારી/ કર્મચારી માટે સારો સમય. આ સપ્તાહે તેના કાર્ય બદલ નોંધ લેવાય તેવી વકી. બદલી તથા પ્રમોશનના યોગ. હાર્ડ વેર તથા ટ્રક કે ખાનગી બસના માલિકો તથા ગેરેજ વાળા માટે સારો સમય. સ્મોલ સ્કેલ ઉદ્યોગ તથા કુટિર ઉદ્યોગ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. હેવી ઉદ્યોગ ક્ષેત્રે અનેક અડચણો આવવા વકી. મિથુન રાશિના જતકોની નાની ફાઈનાંસ કંપની માટે આ સપ્તાહ થોડુ કઠીન રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
આ સપ્તાહ વૃષભ રાશિ માટે આનંદ, નિજાનંદ, ખુશીઓ થી ભરચક રહેશે. તદુપરાંત પ્રગાઢ શાંતિનો પણ અનુભવ કરાવશે. માથા પર લાગતાં બોજાઓ દુર થતાં દેખાશે. વિદેશ- અથવા દક્ષિણ દિશાથી લાભદાયી સમાચાર આવશે, પરદેશ વસતા જાતકો માટે પણ આ સપ્તાહ સારુ રહેશે. જુના બગડેલા સંબંધો સુધરશે. પબ્લીક ફિગર કે સેલેબલ કે ચલચિત્ર કે નાટય સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલ લોકો માટે આ સપ્તાહ આવક તેમ યશવાન નિવડશે. ઉપરાંત નવા અનેક કાર્યોની દિશા અને અવસર સાંપડશે.
વૃશ્ચિક (ન,ય)
શનિની સાડાસાતિ અર્થાત પન્નોતિનો ઉતરતો તબક્કો આ અઠવાડીયા દરમ્યાન અનેક પ્રકારે લાભ તથા વિત લાભના અવસરો આપશે. સાથો સાથ માનસિક તનાવમાં ઘટાડો થવા શકયતા. થોડુ ઘણો શારીરિક શ્રમ તો રહેશે. દિનાંક ૨૫, ૨૬,૨૮ ઓગસ્ટ આ દિવસે ધન પ્રાપ્તિની નવી તકો મળવાની શકયતા. યથામતિ નિર્ણય લેવો. પન્નોતિના કાળમાં પ્રકૃતિ પૂજન શ્રેષ્ઠ ફળ કર્તા મનાય છે, આથી રાશિ અનુસાર વૃક્ષારોપણ હાથવગો ને સરળ ઉપાય હોતાં યથા સ્થિતી વૃક્ષના રોપની ભેટ કરવી તથા આરોપણ કરવું, છાત્રો માટે સારુ અને સુંદર સપ્તાહ.
તુલા (ર,ત)
આકસ્મિક ખર્ચાઓ આવી પડવાંની વકી, કોઈ ના કોઈ બહાને કે કોઈ પણ માર્ગે ધન હાની થવાં સંભાવના, આથી યથામતિ ખર્ચા કરવા. પારીવારીક સંબંધોમાં સુમેળ સાથે સંવાદિતા સંભાવના. અંગત કામમાં આવતા નાનાં અવરોધથી મુક્તિ મળશે માટે, ૨૭, ૨૮, ૨૯ તથા ૩૧ ઓગસ્ટ ના દિવસો ઉતમ રહેશે. ધંધા વ્યવસાયમાં હળવી હળવી સ્થિરતા. જાહેર સાહસ કે નવા ઉદ્યોગ ધંધા માટે પ્રતિકુળ સમય ગાળો. લાલચ અને કપટથી ચેતવું.
કન્યા (પ,ઠ,ણ)
યુવાન વર્ગ તથા હાઈસ્કુલ -કોલેજના સ્ટુડેંટ્સ, સ્કોલર્સ તથા ગૃહિણી માટે આ સપ્તાહ આવકવાળુ તથા ફળદાયી નિવડશે. આ સપ્તાહે પરિજનો-સ્વજનો વચ્ચે સુમેળ વધવાની સંભાવના. સગાં તથા પરિજનો દ્વારા ધન લાભ, ઉપરાંત અન્ય વ્યવસાયિક અવસરો મળવાની શકયતા. આ સપ્તાહ માટે, ઉતાવળે બોલવાની ટેવ વાળા જાતકોએ થોડું સંભાળવું. તેમજ ખુબ વિચારી બોલવું. એક્સપોર્ટ- ઈમ્પોર્ટ બિઝ્નેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે, આથી સંભાળીને નવા નવા વ્યવહાર કરવાં. વિદેશ ફરવાં જવાનો સાનુકુળ સમય.
કુંભ (ગ,શ,ષ)
યોગ -દર્શન કે આયુર્વેદ સાથે સંકળાયેલ લોકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે, અનેક માર્ગે લાભ- સાનુકુળતાની સાથે પરિણામ લક્ષી પણ રહેવાની સંભાવના. શક્ય હોય તો આ સપ્તાહે બોલીને ન બગાડવું. વિદેશાગમન માટે સારુ સપ્તાહ. હેવી બિઝ્નેશ સાથે જોડાયેલ કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ ઉપકારક નિવડશે. તેમજ જુના પેંડીગ કાર્યો પણ પૂર્ણ થવાની શકયતા. વાત તાસીર વાળા જાતકોએ થોડુ જાળવવું. તેમજ લાલચ તથા કપટથી સંભાળવું. અંગત કામકાજને આડે આવતાં અવરોધ દુર થઈ જવાની સંભાવના. ૨૫, ૨૭, ૨૮, ૩૦ ઓગસ્ટના દિવસો લાભદાયી રહેશે. અન્ય દિવસો સરેરાશ રહેશે.
મીન (દ,ચ,ઝ,થ)
પેન્ડીંગ કાર્યો સફળ થવાની શકયતા. યુવાન વર્ગ તથા કોલેજના છાત્રો -અધ્યાપકો તથા ગૃહિણી માટે આ સપ્તાહ સાનુકુળ તથા ફળદાયી નિવડશે. જુની પડતર ગેર સમજો દુર થવાની શકયતા, દુર વસતા સગા વહાલા સાથે મુલાકાત થવાના યોગો. પૈતૃક પક્ષેથી લાભના અવસરો મળવાની સંભાવના. નાના નાના પ્રવાસ રહેશે. આ સપ્તાહ દરમ્યાન કોઈ પણ કાર્ય ઉતાવળે ન કરવું. સાથે અધુરા રહેલા કાર્યને પૂર્ણ કરવા માટે સારો સમય. નવા વાહનના યોગ સર્જાશે, આરોગ્યમાં સુધારો જણાશે, શેર, સટ્ટો, લોટરી માં ધન હાનીની શક્યતા.
મકર (ખ,જ)
વિદ્યાર્થીઓ માટે તથા અભ્યાસુ છાત્રોમાં આ અઠવાડીયું સારુ નિવડશે. સાથે શૈક્ષણિક પ્રવાસ માટે અવસરો પ્રાપ્ત થશે. જુના, કરજમાંથી મુક્ત થવાશે. ગૃહિણીઓ માટે આ સપ્તાહ અનુકુળ રહેશે. પારિવારીક નાના કલેશમાંથી નિરાંત મળવાની સંભાવના, લાગણી તથા સ્નેહના સંબંધોમાં થોડો ગરમાવો તેમજ સ્વાર્થ જોવા મળે. આ સપ્તાહ માટે, જમીન મકાનમાં ટૂંકા ગાળાનું રોકાણ શક્ય હોય તો ન કરવું, તેમજ, ઉછીના પૈસા ન પણ આપવાં. આ સપ્તાહ દરમ્યાન માનસિક તનાવ લાગે તો સુતાં પહેલા વાંસળીનુ સંગીત ખાસ સાંભળવું
ધન (ભ,ફ,ધ,ઢ)
આ સપ્તાહે પણ શારિરીક પરિશ્રમ સાથે માનસિક તનાવ હળવો થવાની શકયતા નકારી શકાતી નથી. આ અઠવાડીયે કેટલાંક અધુરા રહેલા જુના કાર્યો સંપન્ન થવાની શકયતા. નજીકના મિત્રો, સ્નેહીઓ વચ્ચે સુમેળ સધાવાની સંભાવના, શેરબજારના રોકાણકાર માટેઽઅ સપ્તાહ સરેરાશ રહેશે. ફોર વ્હીલર સંભાળીને ડ્રાઈવ કરવું, ભક્તિ, આરાધના અર્ચનામાં વધારો સાથે ધાર્મિક યાત્રાના યોગો પણ બની રહ્યા છે.૨૭ ઓગસ્ટ તથા ૨૮ ઓગસ્ટ વિશેષ સાનુકુળ નીવડશે. અન્ય દિવસો સરેરાશ રહેશે.
કર્ક (ડ,હ)
બોલીને બગડેલા તમામ સંબંધોમાં અચાનક સુધારો જણાશે, ઉતાવળીયા લોકો એ આ સપ્તાહ માટે ઉતાવળ ત્યાગ કરવી. કર્ક રાશિના જાતકો આ સપ્તાહ માટે શેર બજારને પોસ્ટપોન કરવી. (હાની થવાની સંભાવના.) મોસાળ તથા સાસરા પક્ષ તરફની ઘરેલુ બાબતોમાં સન્માન મળવાની સંભાવના. મૈત્રી સંબંધોથી લાભ થવા સંભવ. અધુરા રહેલા ધંધાદારી કાર્ય પૂર્ણ કરવા પ્રયાસ કરવો. તેમજ, ઈંટરનેટ કે જાહેર ખબર ક્ષેત્રે સંકળાયેલ લોકો માટે આ સપ્તાહ સારું નીવડશે. તેમજ વિજ્ઞાપન દ્વારા પુષ્કળ લાભ થવાની શકયતા.