શોભાયાત્રાના મુખ્યરથનું સ્વાગત કરી ૧૦,૦૦૦ જેટલા ભકતોને પ્રસાદીરૂપે રવાનો ડ્રાયફુટ શીરો અપાશે: આયોજકો અબતકના આંગણે
જન્માષ્ટમીના દિવસે સવારે ૧૦.૩૦ કલાકે લોધાવાડ ચોક વિજય પ્લોટ -ર૧ ના ખુણે કોળી સેના રાજકોટ જીલ્લા દ્વારા જન્માષ્ટમી મહોત્સવ દિવસે રાજકોટ શહેરમાં શ્રીકૃષ્ણ જન્મ મહોત્સવ નીમીતે શોભાયાત્રાના મુખ્ય રથનું સ્વાગત અને અભિવાદન ફુલહાર દ્વારા કોળી સેના રાજકોટ જીલ્લા દ્વારા લોધાવાડ ચોક વિજય પ્લોટ ર૧ ના ખુણે સ્વાગત કરવામાં આવશે. આ તકે આયોજકો અબતકને આંગણે શોભાયાત્રામાં જોડાયેલ સર્વે હિન્દુ ધર્મપ્રેમી ભાવીભકતો માટે પ્રસાદ વિતરણનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનમાં પ્રસાદરુપે ડ્રાયફુટ રવાનો શીરો આશરે ૧૦,૦૦૦ જેટલા ભાવી ભકતો આ પ્રસાદનો લાભ લેશે.
આ આયોજનને સફળ બનાવવા પ્રમુખ અજયભાઇ એન. ડાભી અને રાકેશભાઇ ડાભી, વિજયભાઇ જીજવાડીયા, જીજ્ઞેશભાઇ માલકીયા, પ્રજ્ઞેશભાઇ ગોહેલ, વિપુલભાઇ સોલંકી, સુમીતભાઇ પરમાર, હિતેશભાઇ જાદવ, વિરલભાઇ મકવાણા, શનિભાઇ જીંજવાડીયા, નિલેશભાઇ ડાભી તથા રાજકોટ જીલ્લા કોળી સેનાની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.