રેસકોર્ષ મેદાનમાં જન્માષ્ટમી નિમિતે યોજાતા મલ્હાર લોકમેળામાં સુરક્ષા વ્યવસ્થાને પહોચી વળવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે દેશમાં સૌ પ્રથમ વખત ૪-જી એલઇટી સોલ્યુશન ટેકનોલોજીની મદદ લીધી છે. મોબાઇલ જેવા ૪-જી એલઇટી સોલ્યુશન ઇસ્ટમેન્ટની મદદથી પોલીસ સ્ટાફ કયાં બંદોબસ્તમાં છે અને ત્યાંની સ્થિતી શું છે તે અંગેની રઝેરઝની માહિતી પોલીસ કંટ્રોલ રૂમમાં મળી રહેશે ૪-જી એલઇટી ઇસ્ટુમેન્ટનું ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈનીએ નિરિક્ષણ કર્યુ હતુ. આધૂનિક ટેકનોલોજી સભર ઇસ્ટુમેન્ટ અંગેની ટેકનિકલ સ્ટાફ દ્વારા સમજ આપવામાં આવી હતી. પોલીસ દ્વારા લોકમેળામાં આધૂનિક હથિયાર અને સાઇબર ક્રાઇમ અંગે જાગૃતિ માટેની માહિતી આપતા સ્ટોલ બનાવવામાં આવ્યો છે.