ફ‘કર લો દુનિયા મુઠ્ઠી મેં…’ !!!
ડિજિટલ ઈન્ડિયાને પ્રમોદ કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ લાભાન્વિત યોજનાઓ લાગુ કરવામાં આવી રહી છે ત્યારે રિલાયન્સ દ્વારા જીયોને લાગુ કર્યા બાદ દેશ આખામાં પ્રસ્થાપિત થવા માટે અનેક નવી સ્કિમો કંપની દ્વારા લાગુ કરવામાં આવી રહી છે ત્યારે જીયો ગીગા ફાયબર નોંધાવવા માટે લોકોએ શું કરવું જોઈએ તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. રિલાયન્સ દ્વારા ૫ સપ્ટેમ્બરનાં રોજ રિલાયન્સ જીયો ગીગા ફાયબરને લોન્ચ કરવામાં આવશે કારણકે આ દિવસે રિલાયન્સ તેનાં જીયોની ત્રીજી એનીવર્સરીને ધામધુમથી ઉજવશે.
રિલાયન્સ જીયો ગીગા ફાયબર લોન્ચ થતા જ ગ્રાહકોને આકર્ષક સ્કિમોની સાથે અનેક ચીજ-વસ્તુઓ આપવામાં આવશે જેમાં ફ્રિ એલઈડી ટીવી, ફોર-કે સેટઅપ બોકસ સહિત અનેકવિધ ચીજવસ્તુઓ દેશને રિલાયન્સ દ્વારા ભેટ સ્વરૂપે અપાશે ત્યારે રિલાયન્સની જીયો ગીગા ફાયબર સર્વિસને માણવા માટે શું કરવું જોઈએ તે વિશે હવે ચર્ચા કરીએ. પ્રથમ પગલામાં લોકોએ નોંધણી કરવા માટે વેબસાઈટ https://gigafiber.jio.com/registration પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ બીજા ચરણમાં તેમાં લાભ લેનાર ગ્રાહકોએ તેમનું નામ, સરનામું અને અન્ય વિગતો આપવાની રહેશે. વિગતો આપ્યા બાદ તેઓને તેમનાં રજીસ્ટ્રર થયેલા મોબાઈલ નંબર પર ઓટીપી આપવામાં આવશે ત્યારબાદનાં જો પગલાની વાત કરવામાં આવે તો જે કોઈ ગ્રાહક સેવાનો લાભ ઈચ્છતું હોય અને તેમનાં નિવાસસ્થાન પાસેનાં વિસ્તારમાં ગીગા ફાયબર કનેકશન ઉપલબ્ધ હોય તો જીયોનાં એકઝીકયુટીવ દ્વારા તેઓને ફોન કરવામાં આવશે અને તેમની તમામ વિગતોની ખરાઈ પણ કરાશે. વિગતોની ખરાઈ કર્યા બાદ માત્ર એક જ દિવસમાં બ્રોડબેન્ડ કનેકશન એકટીવેટ કરી દેવામાં આવશે.
લોકોને એ પ્રશ્ર્ન વારંવાર ઉદભવિત થાય છે કે, જીયો ફાયબર કનેકશન મેળવવા માટે કયાં-કયાં દસ્તાવેજોની જરૂર છે તો તેમાં કોઈપણ રહેઠાણનો પુરાવો જેવું કે ડ્રાઈવીંગ લાયસન્સ, આધારકાર્ડ કે પછી અન્ય કોઈ. ત્યારબાદ જીયોનાં પ્રતિનિધિ દ્વારા જે કોઈ વ્યકિત કે જે સેવાનો લાભ લઈ રહ્યું છે તેનો ફોટો પાડવામાં આવશે અને વેરીફીકેશન પ્રોસેસ ચાલુ કરાશે. ગ્રાહકોએ ડિપોઝીટ પેટે રાઉટર માટે ૨૫૦૦ રૂપિયાની રિફંડેબલ ડિપોઝીટ આપવાની રહેશે અને તેઓને આ ડિપોઝીટ પેટીએમ, યુપીઆઈ, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ મારફતે પરત પણ આપવામાં આવશે. પ્રારંભિક સમય સુધી ગ્રાહકોને કોઈપણ ગીગા ફાયબરનાં ઈનસ્ટોલેશન ચાર્જની ચુકવણી નહીં કરવાની રહે.
જીયો ગીગા ફાયબર પ્લાન ન્યુતમ ૭૦૦ રૂા. પ્રતિ માસથી શરૂ થઈ ૧૦,૦૦૦ રૂપિયા સુધી રાખવામાં આવ્યો છે. પ્રારંભિક ધોરણે રિલાયન્સ જીયો ગીગા ફાયબર ૧૦૦ એમબીપીએસની સ્પીડ આપશે જે વધીને ૧ જીબીપીએસ એટલે કે ૧૦૦૦ એમબીપીએસની સ્પીડ ગ્રાહકોને આપશે. ૫ સપ્ટેમ્બરનાં રોજ જીયો ગીગા ફાયબર પ્લાન વિશેની માહિતી જીયો.કોમ અને માય જીયો એપ પર ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. વિશેષરૂપથી જીયો ગીગા ફાયબર તેનાં ગ્રાહકો માટે કેનેડા અને યુએસમાં રહેતા તેના સગા-સંબંધીઓ કે કોઈપણ વ્યકિત માટે અનલિમીટેડ ઈન્ટરનેશનલ કોલીંગ પેક પ્રતિમાસ માત્ર ૫૦૦ રૂપિયામાં જ આપશે. રિલાયન્સ જીયો ગીગા ફાયબરની સેવાનો લાભ લેનાર ગ્રાહકોને નિ:શુલ્ક લેન્ડલાઈન ફોન કનેકશન આપવામાં આવશે જેનો કોઈ અતિરેક ચાર્જ ગ્રાહકોએ દેવાનો રહેશે નહીં. જીયો ફોરેવર પ્લાનનાં ગ્રાહકોને ફોર-કે એલઈડી ટીવી થોડા નિ:શુલ્ક પ્લાન પર મળવાપાત્ર રહેશે જે હજુ સુધી તે અંગેની કોઈ વિગતો બહાર પાડવામાં આવી નથી. જીયો ફોરેવર પ્લાનનાં ગ્રાહકોને ફોર-કે સેટઅપ બોકસ પણ નિ:શુલ્ક આપવામાં આવશે.