મહાત્મા ગાંધીએ જેમને `રાષ્ટ્રીય શાયર’ના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યકાર, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની 123મી જન્મજયંતી 28 ઑગસ્ટ 2019ને બુધવારે એમની જન્મભૂમિ ચોટીલા ખાતે ત્રિવિધ કાર્યક્ર્મનું ભવ્ય આયોજન થયું છે.
સવારે 9 કલાકે ચોટીલા સ્થિત એન. એન. શાહ સ્કૂલ (મનહર પાર્કની આગળ, જૂની રેલ્વે-લાઈન પાસે) ખાતે `મેઘાણી વંદના’ (કસુંબલ લોકડાયરા)નું આયોજન કરાયું છે. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-લોકસાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય એ આશયથી રાજ્ય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આયોજન કરાયું છે. ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરીટી ટ્રસ્ટનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.