સમય સમય બલવાન હય નહિ પુરુષ બલવાનની જેમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ પોતાની ધરપકડ અટકાવવા રીતસરનું એડીચોરીનું જોર લગાવી રહ્યા છે. દિલ્હી હાઇકોર્ટે આઇ.એન.એકસ. મીડીયા ગોટાળામાં તેમને મુખ્ય કાવતરા ખોર તરીકે ગણીને અગોતરા જાીમન અરજી ફગાવી દીધી ત્યારે આઇ.એન.એકસ. મીડીયા ગોટાળા ફરી એકવાર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.
અદાલતે ર૪ પાનાના ચુકાદામાં જણાવ્યું હતું કે નાણાકીય ભ્રષ્ટાચારનો આ કેસ નજર અંદાઝ કરી શકાય તેવો નથી અને પૂર્વ કેન્દ્રીય મંત્રીને જો આગોતરા જામીન મળી જાય તો તે ન્યાયતંત્રની તટસ્થ વ્યવસ્થા માટે તે યોગ્ય નહિ હોય આ કેસમાં એવું તે શું છે ? હાઇકોર્ટને આગોતરા નામંજુર કરવાની ફરજ પડી
આગોતરા જામીન આપવા માટે વ્યકિત સાંસદ હોવાનું ઘ્યાને ન લઇ શકાય, આ મુદ્દે જો જામીન મંજુર થાય તો તે અદાલત અને ન્યાયિક જોગવાઇઓનો દુરૂપયોગ થયો ગણાય.
આ કેસમાં સ્પષ્ટ પણે કહી શકાય કે વાદી આ ન્યાયિક પ્રક્રિયામાં પાયા વિહોણા આક્ષેપ કરી રહ્યા છે. અને જે વસ્તુ નથી તે અદાલત સામે મૂકીને અદાલત પાસે આગોતરા મેળવવા કોશીષ કરી રહ્યા છે.
અદાલતને સ્પષ્ટ પણે એવું લાગે છે કે પ્રતિવાદીની પુછપરછ અને તપાસ માટે ધરપકડ જરુરી
નાણાંકીય ભ્રષ્ટાચારના મામલે આવા પ્રકારના કેસમાં ૩૦ લાખની નીચેની રકમ હોય તો વાત અલગ છે અહી આઇ.એન.એકસ. મીડીયામાં ૩૦પ કરોડ અને એરકેલ મેકિસસમાં ૩૫૦૦૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે ત્યારે આગોતરા જામીન આપી ન શકાય.
આ કેસમાં પુરાવા રૂપ મહત્વના દસ્તાવેજો અને મોટી રકમના ટ્રાજેકશનના પુરાવાઓ રજુ થયા છે. ત્યારે આરોપી ની જમીન અરજી સ્વીકાર્ય ન થાય જો કે ચિદમ્બરમે હાઇકોર્ટના આ નિર્ણય સામે સુપ્રિમ કોર્ટમાં કરેલી અરજીની આજે સુનાવણી છે. પરંતુ અત્યારે ચીદમ્બરમ પર જેલવાસના યોગ ધેરાયેલા વાદળોની જેમ હાવી બની ચુકી છે.