નાગપંચમીએ શ્રીરામ ચેરી. ટ્રસ્ટ દ્વારા પદયાત્રિકો માટે ચા-પાણી ફળાહારની વ્યવસ્થા કરાઈ
રાજુલા જાફરાબાદમાં નાગપંચમી નિમિતે લુણસાપૂરમાં ભાવિકો ઉમટી પડયા હતા હજારો ભાવિકો પદયાત્રા કરી ઉમટી પડતા મેળા જેવો માહોલ સર્જાયો હતો.
રાજુલા તાલુકામાંથી તેમજ જાફરાબાદ તાલુકામાંથી લોકો ખુબ આસ્થાભેર નાગપંચમીના દિવસે લુણાસાપુરીયા દાદાએ દર્શન કરવા ઉમટી પડે છે. જેમાં પદયાત્રા કરીને આવતા ભાવિકો માટે ઠેર ઠેર ચા પાણીના વિસામો લેવાના સ્ટોલ પણ શ કરવામાં આવેલ હતા. જેમાં પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકી દ્વારા તેમજ બીજા પણ યુવા ગ્રુપો જેવા કે શ્રી રામ ચેરી. ટ્રસ્ટ દ્વારા પણ ચા પાણી અને ફળાહાર માટે સ્ટોલ બનાવવામાં આવેલ હતા જેથી ભાવિકોએ ખૂબ આનંદ સાથે નાગદેવતાના નાગપંચમીએ દર્શન કર્યા હતા. અને ભારે ઉમંગ ઉત્સાહથી નાગ પંચમીની ઉજવણી કરી હતી.