જન્માષ્ટમી તહેવારને લઇને રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનારા મલ્હાર લોકમેળાની ઉજવણી શાંતિ અને સુખમય રીતે થાય તે માટે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ તંત્રની 78 અધિકારી તથા 1373 કર્મચારીની ટીમ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તમાં ફરજ બજાવશે.

22 ઓગસ્ટના રોજ સીએમ વિજય રૂપાણીના હસ્તે લોકમેળાનું ઉદઘાટન કરવામાં આવશે. આતંકી હુમલાની શંકાને આધારે મલ્હાર મેળામાં સુરક્ષા વ્યવસ્થાને જાળવી રાખવા 24 કલાક પોલીસ કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.