રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે જ્યારે સોમવારે ઉઘડતી બજારે ખાંડ, ગોળ અને સિંગતેલ ત્રણેયમાં ભાવ વધારો નોંધાયો હતો. મહારાષ્ટ્રમાં વધુ વરસાદથી ખાંડના ભાવ વધી ગયા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર વરસાદ થતા ગોળના ભાવ વધ્યા છે. ભારે વરસાદને કારણે રસ્તામાં જોખમ વધી જતુ હોવાથી ટ્રકચાલકો 100 ગુણીએ રૂ. 25 વધુ વસૂલે છે. તેને કારણે ખાંડના ભાવમાં 100 કિલોએ રૂ. 20નો વધારો થયો છે.
જ્યારે કોડીનાર, તાલાલા અને સાણથલી તરફથી ગોળની આવક થતી હોય છે પણ ભારે વરસાદને કારણે કોલ્ડ સ્ટોરેજમાં પડેલો માલ બજાર સુધી સમયસર પહોંચી નથી શક્યો. હાલ સૌરાષ્ટ્રના શહેરોમાંથી ગોળ અહીંથી જાય છે. હાલ 100 ટનની જાવક છે, જ્યારે સામાન્ય દિવસોમાં 35 ટનની જાવક થતી હોય છે. બજારમાં મગફળીની અછત હોવાથી ઓઈલ મિલરોએ ઊંચા ભાવે ભાવ બોલ્યા હતા.જ્યારે સિંગતેલ લૂઝના ભાવ રૂ. 1150 રહ્યા હતા.જેમાં કોઈ કામકાજ નોંધાયા ન હતા.