૨૦,૩૦,૪૦, કે ૯૦ વર્ષ જુના આંબાવાડીયા નવીનીકરણ કરી ઊત્પાદન વધારાશે. કેસર કેરીના ઊત્પાદક ખેડૂતો માટે તાલાળાનું ૫૦ વિઘામાં પરાયેલુ આંબા પાક ઊત્કૃષ્ટતા કેન્દ્રનું આશાનું કિરણ

ફળનો રાજા કેરી અને કેરીમાં આપણા માટે તો કેસર શ્રેષ્ઠ, ઉનાળો આવતા સૈારાષ્ટ્ર  ગુજરાતનાં અમીર કે ગરીબ ઘરમાં કેરી અચુક આવશે. પરંતુ આંબા પાકની ખેતીમાં ખાખડી કેરી, આણાની કેરી અને છેલ્લે સોડમયુક્ત પાકી કેસર કેરી તમારી  જઠરાગ્ની તૃપ્ત કરે ત્યાં સુધીમાં ખેડૂતોએ કેટલી મહેનત કરવી પડે એનો આપણે અંદાજ ની.

આંબા પાકની ખેતી માટે વિશીષ્ટ રીતે તૈયાર કરાયેલ કલમનું આગવું મહત્વ છે. કલમ તૈયાર કરવાની પણ ઘણી પધ્ધતિઓ છે. કલમ બનાવવાં અનુભવી માણસ સો વૈજ્ઞાનિક માર્ગદર્શની શ્રેષ્ઠ કલમનું નિર્માણ ાય છે. જો કલમ શ્રેષ્ઠ ના હોય તો પાંચ કે સાત વર્ષે ફળ આપતું ઝાડ યોગ્ય વળતર આપશે નહિં અને ખેડૂતોની બધી મહેનત એળે જશે. આ બધી બાબતોને ધ્યાને લઇ ઇઝરાયલ સરકારના ટેકનીકલ સહયોગી તાલાળા ખાતે સાસણ રોડ પર રાજ્ય સરકારનાં બાગાયત વિભાગ દ્વારા ૫૦ વિઘા જમીનમાં આંબા પાક ઉત્કૃષ્ટતા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. અહિં ગત વર્ષે ૨ હજાર, ચાલુ વર્ષે ૭ હજાર અને આવતા વર્ષે રોગ અને જીવાતમુક્ત તંદુરસ્ત ૨૦ હજાર શ્રેષ્ઠ કલમ તૈયાર કરી ખેડૂતોને વિતરણ કરાશે. તેમ કેન્દ્રનાં વડા એ.એમ.કરમુરે જણાવ્યું હતું. આંબા પાક ઉત્કૃષ્ટતા કેન્દ્ર એક વિશેષ જવાબદારી સો કેસર કેરી પકવતા ખેડૂત માટે નવી આશાનું કિરણ બની આવ્યું છે. ઉપરાંત અહિં ક્ષારયુકત પાણી સામે ઝીંક ઝીલી શકે તેવા ઇઝરાયેલનાં રૂટસ્ટોક(મુલકાંડ) એમ-૧૩-૧(ઇઝરાયલ), સીવર(ઇઝરાયલ) અને ૪/૯(ઇઝરાયલ),  લાવી આંબાની કલમ કરાશે. ર્આત ઇઝરાયેલનાં મુલકાંડ (રૂટસ્ટોક) પર આધારિત આંબાની કલમ તૈયાર કરાશે.  આંબા પાકની કલમ તૈયાર કરવા ઉપરાંત તાલાળા પંક સહિત ગીર-સોમના જિલ્લામાં ૧૬૭૫૦ હેકટરમાં આંબાવાડીયા ઝુલે છે. આ આંબાવાડીયા ૨૦, ૩૦, ૪૦ કે ૯૦ વર્ષ જુના પણ હોય શકે છે. જેની ઉત્પાદન ક્ષમતા ઓછી ઇ હોય તેવા આંબાવાડીયાનું નવીનીકરણ નવપલ્લવીત કરી ઉત્પાદન ક્ષમતા વધારી શકાય છે. તેનાં માટે અહિં ખેડૂતોને ખાસ તાલીમ આપવાની સો સંશોધન કરી નિદર્શન કરાશે અને ખેડૂત મુલાકાતો યોજાશે. જેનાી ખેડૂતો પ્રેરણા લઇ પોતાનાં જુના આંબાવાડીયાનું નવિનીકરણ કરી શકશે. એટલું જ નહિં જુના આંબાનુ પ્રુનીંગ કે યોગ્ય છટણી કરી તેમાં નવી કલમનું પણ વાવેતર કરી શકશે. ખેડૂતોને આંબાપાકની ઉત્પાદકતાની કાયમ ચિંતા રહે છે અને ઘણી વખત આપણે અખબારોનાં માધ્યમી ખેડૂતો આંબા કાપીને બીજા પાક તરફ વળતા હોવાનાં પણ સમાચાર મળે છે. ખેડૂતો ખરેખર જો તેમાં ોડું પરિવર્તન લાવે વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તો ચોક્કસ ઉત્પાદન વધી શકે છે. તે માટે ગમે તેટલા જુના આંબાવાડીયા હોય તે સંશોધનો અને અખતરા પરી પુરવાર ઇ ગયુ છે અને આી જ ગીર-સોમના જિલ્લામાં વર્ષ ૨૦૦૫-૬માં આંબાનું વાવેતર ૯૧૫૦ હેકટરમાં ઉત્પાદન ૪૬૦૪૯ મેટ્રીક ટન અને ઉત્પાદક પર હેકટર ૫.૦૩ મે.ટન હતી. તેની સો ૨૦૧૬-૧૭માં વાવેતર વિસ્તાર વધીને ૧૬૭૫૦ હેકટર ઉત્પાદન ૧,૦૧,૩૩૭ મે.ટન અને ઉત્પાદક વધીની ૫૨ હેકટર ૬.૦૫ મે.ટન ઇ છે. જે ખેડૂતોએ પરિવર્તન નવી ટેકનીકો, સંશોધનો સ્વીકારવાની બાબત પુરવાર કરે છે.

વર્ષોી આંબા પાકની ખેતી કરતા ખેડૂતો માટે ઇઝરાયેલની ટેકનોલોજી તાલાળાનાં આંગણે આવવાી અનેક ફાયદા શે. જુના આંબાવાડીયામાં પર હેકટર ૮ ટન ઉત્પાદન હતું. જેની યોગ્ય માવજત અને આંબાની યોગ્ય માવજતી ૧૮ ી ૨૦ ટન કરી શકાય છે. ઉપરાંત નવા વાવેતર માટે ટુંકા અંતરે વાવેતર કરવાી પણ ક્ષમતા વધે છે.

તાલાળા ખાતેનાં કેન્દ્ર ઉપર આંબાપાકની ઉત્પાદકતા વધારવા માટે સારી ખેત પધ્ધતિ વિકસાવવી જેવી કે, ઘનિષ્ટ વાવેતર તા જુની વાડીનું નવિનીકરણ પધ્ધતિઓ, રોગ જીવાત મુક્ત તંદુરસ્ત આંબાની કલમોનું ઉત્પાદન કરવું. આંબાપાકનું ઉત્પાદન તા તેની ગુણવત્તા વધે તે માટે ખેડૂતોને તાલીમ આપવી અને પાક નિદર્શનનું આયોજન અમલી બનાવવું આંબાપાકની નીકાસ તા ખેડૂતોની આવક વધારવી. ઉપરાંત આ કેન્દ્ર ઉપર જુની વાડીનાં નવિનીકરણ પધ્ધતિનું નિદર્શન કરવું. જેમાં સેન્ટર ઓપનીંગ પધ્ધતિ, હેકીંગ બેક પધ્ધતિ અને ટર્શરી પ્રુનિંગ પધ્ધતિ છે. કાપણી પછીનાં વ્યવસપન નિદર્શન ખેડૂતો માટે તાલીમ અને નિદર્શન તેમજ પ્રગતિશીલ ખેડૂતોનાં ખેતર ઉપર ઘનિષ્ટ વાવેતર તા જુની વાડીનું નવિનીકરણ અને ફાર્મ શિબિર તેમજ વર્કશોપનું આયોજન કરી આંબા પાકની ખેતી કરતા ખેડૂતોને મહત્તમ લાભ આ કેન્દ્રી મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.