મોરબીનો સીરમીક ઉઘોગકારોને મહત્વપૂર્ણ ટીપ્સ આપતા મોરીવેશન ગુરુ સંતોષ નાયર
જો ઉદ્યોગ ધંધાનો વિકાસ કરવો હોય અને માર્કેટમાં અવ્વલ નંબરે આવવું હોય તો બે નંબરના ધંધાથી દુર રહેવા મોરીવેશન ગુરુ સંતોષ નાયરે મોરબીના સીરામીક ઉઘોગકારોને મહત્વપૂર્ણ ટીપ્સ આપી હતી.
મોરબી સીરામીક એસોસીએશન દ્વારા મોરબીના સીરામીક ઉઘોગકારો તથા વેપારીઓ માટે મોરીવેશન અને કોન્ફીડન્સ ગુરુ તરીકે ભારત જ નહીં બલ્કે વિશ્ર્વભરમાં જાણીતા બનેલા સંતોષ નાયરનો ખાસ સેમીનાર યોજાયો હતો જેમાં ઉઘોગકારો અને વેપારીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.
ઉઘોગ-ધંધાને વર્તમાન સમયમાં ટકાવી રાખવા અને વિકસાવવા માટે મહત્વપૂર્ણ જાણકારી આપતા તેમણે જણાવાયું હતું કે આજકાલ ઉઘોગ ધંધામાં શોર્ટ કટ અને બે નંબરના વ્યવહારોનું પ્રમાણ વધતું જાય છે. જે એકદરે ઉઘોગકાર, ધંધાર્થી માટે નુકશાન કારક છે તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું હતું. બે નંબરના વ્યવહારો કરવાથી જે આર્થિક ઉપાર્જન થાય છે. એ આર્થિક ઉપાર્જન નોટબંધ જેવા સરકારી પગલાથી કયાં છુપાવવું ને રસ્તો જળતો નથી.
જો વ્યાપાર ધંધામાં ૧ નંબરના વ્યવહારો હોય અને પારદર્શિતા હોય તો સરકારના નોટબંધી જેવા પગલાથી ઉઘોગકાર કે ધંધાર્થીને કોઇ મુશ્કેલી પડતી નથી.
એજ રીતે મોરીવેશનગુ‚ સંતોષ નાયરે ઉઘોગકારોને ઇન્ડીવીઝયુબ વેપાર-ધંધાને બદલે એન્ટરપ્રાઇઝ થકી વ્યવસાય ચલાવવા સલાહ આપી ઉઘોગ ધંધાના વિકાસ માટે ટીમ વર્કને વધારે મહત્વ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પોતાની આગવી છટામાં સચોટ વકતવ્ય આપવા માટે જાણીતા મોરીવેશન ગુરુએ સ્કાય મોલ ખાતે સ્ટેજ પરથી સ્લાઇડ શોની સાથે સાથે શ્રોતાઓની વચ્ચે જઇ ઉઘોગ ધંધાના વિકાસ માટે ર૧મી સદીના આતંર પ્રિન્યોરશીપ વિશે સરળ ભાષામાં સમજ આપતા ઉપસ્થિત ઉઘોગકારો વેપારીઓમાં આફરીન પોકારી ઉઠયા હતા.મોરીવેશન ગુરુના સેમીનારથી ઉઘોગકારોને ખુબ જ મહત્વની જાણકારી પ્રાપ્ત થઇ હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.