૧૧ સેક્ધડમાં ૧૦૦ મીટર દોડનાર ૧૯ વર્ષીય યુવાને યોગ્ય પ્રશિક્ષણ મળે તેવી ઈચ્છા દાખવી
ભોપાલ ખાતે રહેતા ૧૯ વર્ષીય રમેશશ્ર્વર ગુર્જર નામનાં વ્યકિતનો સોશિયલ મિડીયા પર વિડીયો વાયરલ થયો છે કે જે ૧૧ સેક્ધડમાં ૧૦૦ મીટર દોડ પુરી કરે છે તેની સાથે વાત કરવામાં આવતા દોડવીરે જણાવ્યું હતું કે, તે વિશ્ર્વનાં ઝડપી દોડવીર યુસૈન બોલ્ટનો રેકોર્ડ તોડવા માંગે છે અને જો તેને યોગ્ય પ્રશિક્ષણ મળે તો તે રેકોર્ડને તોડવા માટે કટીબઘ્ધ પણ છે. વિડીયો વાયરલ થતાની સાથે જ મધ્યપ્રદેશનાં રમત-ગમત મંત્રી જીતુ પટવારીએ તેને ગત સપ્તાહમાં ભોપાલ બોલાવ્યો હતો. મંત્રી સાથે મુલાકાત કર્યા બાદ પત્રકાર મિત્રોને સંબોધતા તેણે જણાવ્યું હતું કે, યુસૈન બોલ્ટનો રેકોર્ડ ૯.૫૮ સેક્ધડમાં ૧૦૦ મીટર દોડનો છે ત્યારે જો તેને યોગ્ય સુવિધાઓ અને યોગ્ય પ્રશિક્ષણ આપવામાં આવે તો તે આ રેકોર્ડને તોડવા માટે સક્ષમ છે.
૧૯ વર્ષીય રામેશ્ર્વર ગુર્જર છેલ્લા ૬ માસની ૧૦૦ મીટર દોડનો નિયમિત અભ્યાસ કરી રહ્યો છે ત્યારે જયારે તે આર્મીમાં જોડાવવા માટે નિષ્ફળ સાબિત થયો હતો ત્યારથી તેને દોડવાનું શ કર્યું છે. પહેલા તે ૧૦૦ મીટર દોડ ૧૨ સેક્ધડમાં પુરી કરતો હતો પરંતુ નિયમિત દોડ લગાવતા તે હવે ૧૦૦ મીટર માત્ર ૧૧ સેક્ધડમાં જ પૂર્ણ કરે છે. યુનિયન સ્પોર્ટ મીનીસ્ટર કિરણ રીઝુએ રામેશ્ર્વર ગુર્જરને સહકાર આપવા માટે જાહેરાત પણ કરી હતી. વધુમાં બીજેપીનાં નેતા શિવરાજસિંહ ચૌહાણે પણ રામેશ્ર્વર ગુર્જરનો વાયરલ વિડીયો ટવીટર પર મુકયો હતો. આ તકે તેઓએ ટવીટ કરતાં જણાવ્યું હતું કે, ભારત દેશ માટે આ પ્રકારનાં યુવકો દેશ માટે આશીર્વાદપ છે જો તેઓને યોગ્ય તકો અને સાચું પ્લેટફોર્મ આપવામાં આવે તો તેઓ ઈતિહાસ પણ સર્જી શકે છે.
વધુમાં કિરણ રીઝુએ જણાવ્યું હતું કે, રામેશ્ર્વર ગુર્જરને તેમની પાસે લઈ આવવામાં આવે તો તેને એથ્લેટીક એકેડેમીમાં પણ સ્થાન અપાવી શકશે જેથી તે નિયમિત દોડની અને શરીરને પણ સ્વસ્થ રાખવી શકવા માટે મદદપ સાબિત થશે. રામેશ્ર્વર ગુર્જર માત્ર ૧૦ ધોરણ જ ભણેલો છે ત્યારે તેનાં પરીવારની આર્થિક સ્થિતિ નબળી હોવાનાં કારણે તે આગળ ભણી શકયો ન હતો. ૨૦૧૬માં આમ્યાકુમાર મલિકે ૧૦૦ મીટર દોડ ૧૦.૨૬ સેક્ધડમાં પૂર્ણ કરી હતી જયારે રાષ્ટ્રીય રેકોર્ડ છે અને તે એથ્લેટીક ફેડરેશન ઓફ ઈન્ડિયાની વેબસાઈટ ઉપર પણ રજુ કરવામાં આવ્યો છે.