ડિફેન્સ, આઈટી, ટેલીકોમ અને હેલ્થકેર ક્ષેત્રો સાયબર ઠગો માટેનાં પ્રમુખ લક્ષ્યો
દેશ જયારે ડિજિટલ ઈન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સુરક્ષાનાં છિંદાઓ જોવા મળી રહ્યા છે ત્યારે તેને કેવી રીતે બુરવા તે માટે સરકાર હાલ સરકાર વિચારી રહ્યું છે. આ તકે સીસકો દ્વારા સર્વે કરવામાં આવતા તે વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, સાયબર ઠગોનું મુખ્ય ટાર્ગેટ બેન્કિંગ અને આર્થિક ક્ષેત્ર, ડિફેન્સ, આઈટી, ટેલીકોમ અને હેલ્થકેર ક્ષેત્ર માનવામાં આવી રહ્યું છે. રીપોર્ટનાં આધારે કુલ ૨૬ ટકા જેટલા સાયબર અટેકો દેશભરમાં થઈ રહ્યા છે.
૨૦.૧ ટકા સાયબર હુમલાઓ બેન્કિંગ અને ફાયનાન્સ ક્ષેત્રે, ૧૯.૬ ટકા સાયબર હુમલાઓ સરકારી ક્ષેત્રે, ૧૫.૧ ટકા સાયબર હુમલાઓ ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે એવી જ રીતે ડિફેન્સ ક્ષેત્રમાં પણ ૧૫.૧ ટકા જેટલા સાયબર હુમલાઓ દર્જ થયા છે જેમાં આઈ.ટી. ટેલીકોમ અને હેલ્થકેર ક્ષેત્ર પણ બાકાત રહ્યું નથી. સાયબર ઠગો દ્વારા રીટેલ ક્ષેત્ર, હોસ્પિટાલીટી ક્ષેત્ર, એન્ટરટેન્મેન્ટ, ઈકોમર્સ ક્ષેત્રમાં રેન્સમવેર નામક વાયરસ થકી સાયબર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.
સરકાર દ્વારા ડિજિટલ ઈન્ડિયાને જો વેગવંતુ બનાવવું હોય તો તેઓએ સાયબર સિકયોરીટીમાં જે છિંદાઓ પડેલા છે તેને સર્વપ્રથમ બુરવા પડશે ત્યારબાદ જ કોઈ નકકર પગલા લેવાશે. વધુમાં જો વાત કરવામાં આવે તો જો ડેટા બેન્કિંગ અને આર્થિક ક્ષેત્રે રહેલા હોય તો પહેલા દેશ બહાર સ્ટોર કરવામાં આવતા હતા જેનાં કારણે સાયબર હુમલા કરનાર આરોપીઓ માટે તે ડેટાને હેક કરવા ખુબ જ સરળ બની જતા હતા પરંતુ સરકાર દ્વારા જયારે આ તમામ ડેટાને ભારતમાં સ્ટોર કરવાનો નિર્ણય લીધો છે તે જોતાં એ વાત સ્પષ્ટ થાય છે કે, જે સાયબર ક્ષેત્રે સરકારને જે નુકસાની ભોગવવી પડે છે તે હવે નહીં ભોગવવી પડે અને સાયબર ઠગો પર હાલ સરકાર લાલ આંખ પણ કરી રહી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.