રોડ-શોમાં જોડાનાર દરેક યુવાનોના રજીસ્ટ્રેશન ફોર્મની નોંધણી શરૂ: હેલ્મેટ તેમજ ડ્રેસકોડથી યુવાનોને સજ્જ કરવા યુવા ભાજપ દ્વારા થનગનાટ
રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ તથા મહામંત્રી પરેશ પીપળીયા (પી.પી.), પૃથ્વીસિંહ વાળાએ અબતક સાથે મુલાકાતમાં જણાવાયું છે કે આગામી તા.૨૯ જુનના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટના આજીડેમ ખાતે નર્મદાના નીરને વધાવવા પધારી રહ્યા છે ત્યારે શહેરભરમાં એક અદમ્ય ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત આગામી સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌનીયોજનાની પ્રજાજનોને ભેટ આપનાર નરેન્દ્રભાઈના સ્વાગતમાં કોઈપણ પ્રકારની કસર ન છોડીએ અને આ કાર્યક્રમ રાજકોટના ઈતિહાસમાં યાદગાર બની રહેશે ત્યારે રાજકોટ શહેરના આંગણે યુવાનોના હૃદય સમ્રાટ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત રાજકોટના આંગણે પધારી રહ્યા હોય યુવાનોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.
રાજકોટ શહેર યુવા ભાજપ દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ નરેન્દ્રભાઈ મોદીને વધાવવા રાજકોટ ખાતેના ભવ્ય રોડ-શોમાં શહેરના ૧૦,૦૦૦ યુવાનો અને હેલ્મેટ સાથે નરેન્દ્રભાઈ મોદીને આવકારવા આ અવિસ્મરણીય અને અભુતપૂર્વ રોડ-શોમા જોડાશે. આ રોડ-શોમાં જોડાનાર યુવાનોનું અત્યારથી જ તેમના નામ-એડ્રેસ-મોબાઈલ નંબરની માહિતી સાથે રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શહેરના દરેક વોર્ડમાં નામ-નોંધણીનું કાર્ય ચાલુ છે. જેને યુવા વર્ગ તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઉપરાંત મો.નં.૮૪૬૦૪ ૪૭૭૭૯ અને ૯૭૨૫૪ ૫૯૯૯૨ ઉપર પણ વોટસઅપથી કોન્ટેક કરી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.
રાજકોટ શહેરના યુવાનોને નરેન્દ્રભાઈના આ ભવ્ય રોડ-શોમાં વધાવવા શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા શહેર ભાજપ યુવા મોરચાના હિતેષ મા‚, અમીત બોરીચા, સતીષ ગમારા, સર્વેશ્ર્વર ચૌહાણ, કુલદીપસિંહ જાડેજા, પૂર્વેશ ભટ્ટ, કિશન ટીલવા, પાર્થરાજસિંહ ચૌહાણ, વ્યોમ વ્યાસ, હિરેન રાવલ તેમજ દરેક વોર્ડના યુવા મોરચાના હોદેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.