મેક્સિકન રાઈઝ બનાવવા જોઈશે :
- ૨ કપ બાસમતી ચોખા (ફક્ત ૧ પાણી થી ધોવા અને તરત વાપરવા, ચોખા બિલકુલ પલાળવા નહી)
- ૩ કપ પાણી
- ૩ ટેબલસ્પુન તેલ
- ૧ કેપ્સીકમ (ક્યુબમાં કાપેલ)
- ૧ ટામેટું ( ક્યુબમાં કાપેલ)
- ૧/૨ કપ ટામેટાની પ્યુરી
- ૧ મોટી ડુંગરી (ક્યુબમાં કાપેલ)
- ૧/૨ મકાઈ ના દાણા બાફેલા
- ૧ ૧/૨ કપ રાજમા બાફેલા (૭-૮ કલાક પલાળવા)
- ૨ ટેબલસ્પુન ચિલ્લીફ્લેક્સ
- ૧ ટેબલસ્પુન ઓરેગાનો
- મીઠું સ્વાદ અનુસાર
- ૧ ૧/૨ ટેબલસ્પુન જીરું પાવડર
- ૧ ટેબલસ્પુન મરી પાવડર
- કોથમીર ઉપર થી ભાભરવા માટે
મેક્સિકન રાઈઝ બનાવાની રીત :
સૌ પ્રથમ, એક પેનમાં તેલ લઇ બાસમતી ચોખા ઉમેરી, ચોખાને ૩-૪ મિનીટ મીડીયમ તાપ પર શેકો.
ચોખા બદામી રંગ ના થાય એટલે એમાં ક્યુબ કરેલા કેપ્સીકમ, ટામેટું, ડુંગરી, ચિલ્લીફ્લેક્સ, ઓરેગાનો, મીઠું અને મરી પાવડર ઉમેરી મિક્ષ કરી ૨-૩ મિનીટ મીડીયમ તાપ પર શેકો. પછી, એમાં બાફેલા રાજમા અને ટામેટા ની પ્યુરી ઉમેરી મિક્ષ કરો.
બધું સરખું મિક્ષ થઇજાય એટલે, પાણી, જીરું પાવડર અને મકાઈ ના દાણા ઉમેરી ૧ ઉભરો લાવવો. ઢાંકણ ઢાંકી એકદમ ધીમા તાપે ૧૫-૧૭ મિનીટ રાઈસ થવાદો. ગેસ બંધ કરી કોથમીર ભાભરવી સર્વ કરો.