આજે આપણા દેશના 10માં વડાપ્રધાનની પુણ્યતિથિ એ તેમના વિષે થોડું જાણીયે :
અટલ બિહારી વાજપેયીનો જન્મ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ માંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી હતી. તેમણે માત્ર એક સારા રાજકીય નેતા તરીકે જ નહીં પરંતુ એક સારા કવિ તરીકે પણ ખુબ પ્રસિદ્ધિ મેળવી છે. તેમણે એક શાનદાર વક્તા સ્વરૂપે લોકોના મન પણ જીત્યા છે. પ્રજાસત્તાક ભારતના ૧૦માં વડાપ્રધાન તરીકે અલગ અલગ કુલ ત્રણ ગાળાઓમાં ચૂંટાયા હતા ૧૯૯૬માં ૧૩ દિવસ માટે, ૧૯૯૮-૧૯૯૯માં ૧૩ મહિના માટે અને ૧૯૯૯-૨૦૦૪માં ૫ વર્ષ દરમ્યાન સેવા આપી હતી.
‘ગુડ ગવર્નન્સ ડે’ :
25 ડિસેમ્બર, 2015થી તેમનાં જન્મદિવસને ‘ગુડ ગવર્નન્સ ડે’ તરીકે જાહેર કરવામાં આવે હતો. આ દિવસે ભારતીય લોકોમાં સરકાર અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને, ‘ગુડ ગવર્નન્સ ડે’ના દિવસે સરકાર માટે કાર્યકારી દિવસ તરીકે જાહેર કર્યો છે.
અટલ બિહારી વાજપેયી 1942માં રાજનીતિમાં આવ્યા. તેમની ભારત છોડો આંદોલન દરમિયાન 23 દિવસ માટે ધરપકડ પણ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2005માં વાજપેયીજીએ રાજનીતિમાથી સંન્યાસ લઈ લીધો હતો.
અટલ બિહારી વાજપેયી 10 વખત લોકસભામાં આને બે વખત રાજ્યસભામા ચૂંટાયેલા વાજપેયી રાજકારણી કરતાં રાજનીતિજ્ઞ તરીકે વધુ જાણીતા બન્યા હતા. તેઓ ખૂબ જ આદરણીય સંસદસભ્ય તરીકે પ્રખ્તાય છે. ગ્વાલિયર-મધ્ય પ્રદેશમાં કૃષ્ણબિહારી વાજપેયીને ત્યાં જન્મેલા અટલબિહારી વાજપેયી કવિ હૃદય ધરાવતાં વ્યક્તિત્વ હતા અને આ કવિ હૃદય તેમને વારસામાં તેમના પિતાથી મળ્યું છે, કારણ કે કૃષ્ણબિહારી વાજપેયી પણ અધ્યાપક અને કવિ હતાં. અટલ બિહારી વાજપેયી ના શબ્દોમાં એવો જાદું હતો કે લોકો તેમને સાંભળતા મંત્રમુગ્ધ થઈ જતા હતા.
૧૯૭૭માં મોરારજીભાઈ દેસાઈ વડા પ્રધાન બન્યા તે વખતે અટલ બિહારી વાજપેયી વિદેશમંત્રી બન્યા હતા. મુંબઈની પાસપોર્ટ ઓફિસમાં તે વખતે કામકાજ ઘણું રહેતું હતું. પાસપોર્ટ મેળવવામાં વિલંબ થતો હતો. આથી મળેલી ફરિયાદને આધારે જાતમાહિતી મેળવવા તેઓ રૂબરૂ આવ્યા હતા. પાસપોર્ટ ઓફિસની વરલી ખાતે મુલાકાત લીધી હતી અને ઉપાય સૂચવ્યા હતા.
અટલ બિહારી વાજપેયીને કવિતા સાંભળવી અને રચવી તેનો વ્યક્તિગત શોખ હતો. તેમના ખુદના લખેલાં કાવ્યો ઘણાં જ સુંદર છે. ભાષાનો વૈભવ અને શબ્દોનો પ્રાસ મેળવવાની તેમની કુનેહ પ્રશંસનીય છે. તેમને સંગીત સાંભળવાનો પણ તેટલો જ શોખ હતો. રવિન્દ્ર સંગીતના તેઓ પ્રશંસક હતા.
તેઓને ઘણા ખિતાબો મળેલા છે :
૧૯૯૨માં પદ્મવિભૂષણ
૧૯૯૩માં કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી
૧૯૯૪માં લોકમાન્ય તિલક ખિતાબ
૧૯૯૪માં શ્રેષ્ઠ સંસદસભ્ય
૧૯૯૪માં ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ
૨૦૧૫માં ભારત રત્ન
અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ 2018ના 93 વર્ષની યેે નવી દિલ્હી, ભારત ખાતે નિધન થયુ હતુ.