બળેવ સાથે સ્વાતંત્ર્ય પર્વ હોય લોકોમાં આનંદ બેવડાયો; ભુદેવો નવી જનોઈ ધારણ કરશે
કાલે શ્રાવણ સુદ પૂનમને રક્ષાબંધનને પવિત્ર દિવસ છે. દરેક બહેન પોતાના ભાઈના કાંડે ભાઈની રક્ષા કાજે રાખડી બાંધી શુભાશિષ આપશે. આ ઉપરાંત ભુદેવો પણ જનોઈ બદલાવશે.
ભાઈ-બહેનોના પ્રેમનો તહેવાર એવો રક્ષાબંધન પર્વ આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગષ્ટના રોજ આવતો હોય લોકોમાં
આનંદ બેવડાયો છે. વિર્દ્યાીઓ-ધંધાદારીઓ-વેપારીઓ તમામને કાલે રજા હોય લોકો આનંદ ઉમંગી બંન્ને પર્વ એકી સાથે મનાવશે.
બદલાતા જમાના પ્રમાણે હવે સોશ્યલ મીડિયામાં પણ એકબીજા રક્ષાબંધન પર્વની શુભકામના પાઠવે છે. આ દિવસે ભાઈ-બહેનને આકર્ષક ગિફટ આપી ખુશખુશાલ કરે છે. જો કોઈ બહેન બહારગામ અવા દૂર હોય તો દિવસો અગાઉ કુરિયરની સર્વિસ લઈ પણ રાખડી મોકલી ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે. ભાઈને રક્ષાબંધનના પર્વે આખો દિવસ રાખડી બાંધી શકાય છે પરંતુ કાલે રાખડી બાંધવાનું અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૦ વાગ્યા પછીનું છે.
આ ઉપરાંત બ્રાહ્મણો પણ કાલે જનોઈ ધારણ કરી અવા જનોઈ બદલાવી પ્રભુને પ્રાર્થના કરશે. રક્ષાબંધનના પર્વનું અનેકગણું મહત્વ હોય શાળાઓમાં પણ અગાઉ રાખડી સ્પર્ધા તેમજ રક્ષાબંધન ઉજવાઈ છે અને વિર્દ્યાીઓ હોંશે-હોંશે ભાગ લેતા હોય છે.